• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Health Care: આસો મહિનામાં સ્વાસ્થ્ય સારું રાખવું છે ? જાણો શું ખાવું અને શું ટાળવું

Health Care: આસો મહિનામાં સ્વાસ્થ્ય સારું રાખવું છે ? જાણો શું ખાવું અને શું ટાળવું

Health Care: ગણતરીના દિવસોમાં આસો મહિનાની શરુઆત થશે. આસો મહિનો ઋતુ પરિવર્તનનો સમય હોય છે. આ સમયે શરીરમાં પિત્ત દોષ વધે છે. આજે તમને જણાવીએ આ ઋતુ દરમિયાન પિત્તને કંટ્રોલ કરવા માટે આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ.

Written ByKrupa Shah
Published: Sep 25, 2026, 02:32 PM IST|Updated: Sep 25, 2026, 02:34 PM IST
joinshare
Health Care: આસો મહિનામાં સ્વાસ્થ્ય સારું રાખવું છે ? જાણો શું ખાવું અને શું ટાળવું

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    2

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    3

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    4

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    5

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Health Care:  ઓક્ટોબર મહિનાની શરૂઆત થાય એટલે અમુક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે. જેમાં સૌથી વધારે મોઢામાં ચાંદા, એસીડીટી, ખાટા ઓડકાર આવવા, અપચો થવો જેવી તકલીફો જોવા મળે છે. મોટાભાગના લોકો મોઢાના ચાંદા અને એસિડિટી ને સામાન્ય સમસ્યાઓ સમજીને ઇગ્નોર કરી દેતા હોય છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ તકલીફો ઓક્ટોબર મહિનાના સમય દરમિયાન પિત્ત દોષના કારણે વધે છે.

    ઓક્ટોબર મહિના દરમિયાન સામાન્ય રીતે આસો મહિનો ચાલતો હોય છે. આયુર્વેદ અનુસાર આસો મહિનામાં શરીરમાં પિત્ત દોષ વધે છે.  શરીરનો પિત્ત દોષ બગડવાના કારણે મોઢામાં ચાંદા, એસિડિટી જેવી તકલીફો આ સમય દરમિયાન વધારે જોવા મળે છે. આસો મહિનામાં વર્ષાઋતુ પૂર્ણ થઈ હોય છે અને શરદઋતુ નો પ્રારંભ થાય છે. આ સમય ઋતુ પરિવર્તનનો ગણાય છે. આસો મહિનો એટલે કે શરદ ઋતુમાં દિવસ દરમિયાન તડકો વધારે લાગે છે. જેની સીધી અસર આપણા પાચન અને શરીર પર પડે છે.

    આયુર્વેદ અનુસાર ભાદરવા અને આસો મહિનામાં સૂર્યનો તાપ તપતો હોય છે. આ સમયે ઋતુ પરિવર્તન પણ થતું હોય છે જેના કારણે શરીરનું તાપમાન અને પાચન અગ્નિ અસંતુલિત રહે છે. શરીરના આ અસંતુલનની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. જેના કારણે વારંવાર મોઢામાં ચાંદા પડવા, એસિડિટી જેવી પિત્ત દોષ સંબંધિત સમસ્યાઓ થાય છે.

    આયુર્વેદ એક્સપર્ટ અનુસાર જ્યારે ઋતુ પરિવર્તન ચાલતું હોય ત્યારે શરીરમાં વાત પિત્ત અને કફ દોષના સંતુલનમાં ફેરફાર થતો હોય છે. આસો મહિનામાં તાપમાન એક સમાન રહેતું નથી જેની અસર શરીર પર પણ પડે છે. આ સમયે દિવસે તડકો લાગે છે અને રાત્રે વાતાવરણમાં ઠંડક હોય છે. એટલા માટે જ આ સમય દરમિયાન શરીરમાં પિત્ત વધે છે અને પાચન બગડે છે.

    શરીરમાં પિત્ત વધવાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ

    આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં પિત્ત વધે છે તો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આસો મહિના દરમિયાન જો તમને પણ આવી તકલીફો થતી હોય તો સમજી લેવું કે શરીરમાં પિત્ત વધ્યું છે.

    - એસીડીટી અને છાતીમાં બળતરા 
    -ખાટા ઉડકાર આવવા 
    - ઉબકા આવવા 
    - અપચો અને પેટમાં બળતરા 
    - મોઢામાં વારંવાર ચાંદા પડવા 
    - ત્વચા પર લાલ નિશાન કે બળતરા થવી 
    - આંખમાં બળતરા, આંખ લાલ થઈ જવી 
    - કબજિયાત સહિતની પાચન સમસ્યાઓ.

    આસો મહિનામાં કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું

    આસો મહિનામાં શરીરમાં પિત્ત પ્રકોપ વધે છે તેથી આ ઋતુ દરમિયાન એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જે શરીરમાં પિત્ત વધારી શકે. આયુર્વેદ અનુસાર વધારે મસાલેદાર ખોરાક, તીખી વસ્તુઓ, મરચાં વાળું ભોજન શરીરમાં પિત્ત વધારી શકે છે. તેથી ઋતુ પરિવર્તનના આ સમયમાં આવી વસ્તુઓનું સેવન મર્યાદિત માત્રામાં કરવું અથવા તો ન કરવું. એવા લોકો જેમની પિત્ત પ્રકૃતિ હોય અને શરીર ગરમ હોય તેમણે તળેલું, ખાટું અને વધારે પડતું તીખું ભોજન લેવાનું ટાળવું. આ સિવાય રાતના સમયે દહીં છાશ કે લસ્સી જેવી વસ્તુઓ લેવાનું પણ ટાળવું તેનાથી શરદી, ઉધરસ, સાંધાની સમસ્યા કે પછી પિત્ત સંબંધિત સમસ્યા વધી શકે છે.

    આસો મહિનામાં પિત્ત કંટ્રોલ કરવા શું ખાવું ?

    આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર આસો મહિનામાં શરીરના પિત્તને કંટ્રોલ કરવા માટે અને હેલ્ધી રહેવા માટે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે શરીરને ઠંડક આપે અને પિત્ત ન વધારે. આ ઋતુ દરમિયાન લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આસો મહિનામાં પાલક, ફ્લાવર, બીન્સ જેવી વસ્તુઓ ખાઈ શકાય છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    health tips