ન્યુમોનિયા એક ગંભીર બીમારી છે. ન્યુમોનિયામાં સમયસર તેના લક્ષણોને ઓળખીને યોગ્ય સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી હોય છે. ન્યુમોનિયાની સારવાર ન થાય તો તે જીવ લેણ પણ સાબિત થાય છે. ન્યુમોનિયાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૧૨ નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસ પણ ઉજવવામાં આવે છે. જેથી લોકો ન્યુમોનિયા પ્રત્યે જાગૃત થાય અને બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણ જોવા મળે તો સમયસર તેનો ઈલાજ કરાવે
ડોક્ટરના જણાવ્યા અનુસાર ન્યુમોનિયા ફેફસામાં થતું સંક્રમણ છે જે બેક્ટેરિયા, વાયરસ કે ફંગસના કારણે થઈ શકે છે. ન્યુમોનિયામાં ફેફસામાં તરલ પદાર્થ કે પછી રસી ભરાઈ જાય છે જેના કારણે બાળકને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવાનો ધીરે ધીરે બંધ થવા લાગે છે. ન્યુમોનિયામાં સૌથી ખરાબ વાત એ છે કે તેના શરૂઆતના લક્ષણ સામાન્ય શરદી અને ઉધરસ જેવા લાગે છે. જેના કારણે માતા-પિતા બાળકની શરદી ઉધરસની દવા કરે છે પણ ન્યુમોનિયાની શક્યતાને ઓળખી શકતા નથી. ઘણા કેસમાં બાળકની સ્થિતિ ગંભીર થઈ જાય પછી ન્યુમોનિયા વિશે જાણ થાય છે. આવું ન થાય તે માટે ન્યુમોનિયાના શરૂઆતથી લક્ષણોને ઓળખવા જરૂરી છે.
બાળકોને ન્યુમોનિયા થાય તો શરૂઆતમાં સતત ઉધરસ આવે છે તાવ આવે છે. આ સિવાય બાળક ઝડપથી શ્વાસ લે છે અને તેને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે. ઘણી વખત દૂધ કે પાણી પીવામાં પણ તકલીફ કે છાતીમાં દુખાવાનો અનુભવ થાય. જો આવું થાય તો તે ન્યુમોનિયાનું લક્ષણ હોઈ શકે છે.
નાના બાળકોમાં ન્યુમોનિયાનું અન્ય ગંભીર લક્ષણ પણ જોવા મળે છે. જેમાં શ્વાસ લેતી વખતે બાળકના પાંસળા નીચેની તરફ જતા હોય તેવું દેખાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ એક ગંભીર ચેતવણીનું સંકેત છે. આ સિવાય ન્યુમોનિયામાં બાળકના હોઠ અને જીભ બ્લુ થઈ જાય છે.
બાળકને શરદી ઉધરસ પછી ભૂખ ન લાગે, તરસના લાગે, બાળક સુસ્ત રહેતું હોય તો સમય બગાડ્યા વિના તુરંત જ ડોક્ટરને દેખાડો. જોકે દર વખતે બાળકને ન્યુમોનિયા જ થયો હોય તેવું જરૂરી નથી. પરંતુ જો બાળકને શરદી, ઉધરસ સિવાય શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય કે પછી ઉપર જણાવેલા લક્ષણો ગંભીર રીતે દેખાતા હોય તો ડોક્ટરી તપાસ જરૂરી છે.
આ સમયે એવો છે જ્યારે દેશમાં મોટાભાગના શહેરોમાં વાયુ પ્રદુષણ વધી ગયું છે. આવા સમયે બાળકને ન્યુમોનિયા થવાનું જોખમ વધી જાય છે. જો તમારા શહેરનું AQI લેવલ હાલના દિવસોમાં ખતરનાક સ્તર પર હોય તો બાળકને રમવા માટે બહાર મોકલવાનું ટાળો. ખાસ કરીને સવાર અને સાંજના સમયે વાયુ પ્રદુષણનું સ્તર વધી જતું હોય છે આવા સમયે બાળકોને ખુલ્લા મેદાનમાં મોકલવાનું ટાળવું. જો બાળક બહાર નીકળે તો તેને સારી ગુણવત્તાનું માસ્ક પહેરાવો. જે શહેરોમાં વાયુ પ્રદુષણ વધારે હોય ત્યાં બાળકોમાં શરદી ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરની સલાહ લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)