ટ્રેનમાં વસ્તુ કે સામાન છુટી જાય તો તેને પરત મેળવવા માટે જો યોગ્ય પ્રોસેસ ફોલો કરવામાં ન આવે તો સામાન ન મળે તેવું બને પરંતુ જો તમે ભારતીય રેલ્વેના નિયમ અનુસાર પ્રોસેસ ફોલો કરો તો તમારો સામાન પરત મળે તેના ચાન્સ વધી જશે. તો ચાલો તમને જણાવીએ ટ્રેનમાં વસ્તુ છુટી જાય તો શું કરવું.
ટ્રેનમાંથી ઉતર્યા પછી તમને યાદ આવે કે કોઈ વસ્તુ ટ્રેનમાં રહી ગઈ છે અને ટ્રેન રવાના થઈ ગઈ હોય તો સૌથી પહેલા સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરો. ત્યારબાદ રેલ્વે પ્રોટેક્શન ફોર્સમ એટલે કે આરપીએફ હેલ્પલાઈન પર કોલ કરો. આ હેલ્પલાઈનના નંબર છે 139. નંબર પર કોલ કરી તેમને જણાવો કે તમે કયા કોચમાં હતા અને કઈ જગ્યાએ તમારી કઈ વસ્તુ છુટી ગઈ છે.
ટ્રેનમાં છુટી ગયેલા સામાન માટે ડબ્બાના એટેંડેંટ અથવા તો ટીટીઈ સાથે વાત પણ કરી શકો છો. તે પણ તમારો સામાન સુરક્ષિત રાખી લેશે. મહત્વનું છે કે રેલ્વે મુસાફરોની મદદ માટે ઓપરેશન અનામત ચલાવે છે. જેમાં આરપીએફને જે પણ સામાન ટ્રેનમાંથી મળે છે તેને સુરક્ષિત રાખવામાં આવે છે. ત્યારબાદ તેના ફોટો ક્લિક કરી વેબ સાઈટ પર મુકવામાં આવે છે. વેબસાઈટ છે મિશન અનામત. આ વેબસાઈટના પેજ પર જઈ તમે તમારી ટ્રેનની તારીખ નાખી ચેક કરો. શક્ય છે કે તમારા સામાનનો ફોટો પણ તેમાં હોય. જો વસ્તુનો ફોટો હોય તો તમે તે રેલ્વે સ્ટેશનથી તમારો સામાન મેળવી શકો છો.
જ્યારે તમારો સામાન ખોવાઈ જાય કે ટ્રેનમાં છુટી જાય ત્યારે સૌથી પહેલા જીઆરપી પોલીસ સ્ટેશનમાં જઈ સામાન ખોવાયાની લેખિતમાં નોંધ કરાવો. જ્યારે સામાન પરત લેવા જાવ ત્યારે આધાર કાર્ડ અને ટ્રેનની ટિકિટ સાથે રાખો. ત્યારબાદ સામાનની જરૂરી ઓળખ કરાવી સામાન પરત મેળવી શકો છો.