• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Benching: રિલેશનશીપમાં બેંચિંગ એટલે શું ? કેવી રીતે જાણવું તમે કોઈ માટે બેંચિંગ છો કે નહીં ?

Benching: રિલેશનશીપમાં બેંચિંગ એટલે શું ? કેવી રીતે જાણવું તમે કોઈ માટે બેંચિંગ છો કે નહીં ?

Benching in Relationship: યુવાનોમાં સંબંધોની વાતમાં બેંચિંગ વધી રહ્યું છે. રિલેશનશીપમાં બેંચિંગ એટલે શું અને તમારી સાથે આવું થઈ રહ્યું છે કે નહીં કઈ રીતે જાણવું ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Sep 24, 2026, 01:27 PM IST|Updated: Sep 24, 2026, 01:29 PM IST
joinshare
Benching: રિલેશનશીપમાં બેંચિંગ એટલે શું ? કેવી રીતે જાણવું તમે કોઈ માટે બેંચિંગ છો કે નહીં ?

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Benching in Relationship: રિલેશનશિપમાં અને ડેટિંગમાં અલગ અલગ પ્રકારો વધી ગયા છે. રિલેશનશિપમાં સિચ્યુએશનશીપ, બ્રેડ ક્રમબિંગ, બેન્ચિંગ જેવા શબ્દો તમે પણ સાંભળ્યા હશે. જેમાંથી બેન્ચિંગનો ક્રેઝ યુવાનોમાં સતત વધી રહ્યો છે. યુવક અને યુવતીઓમાં બેન્ચિંગનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે તે સામેની વ્યક્તિની ફીલિંગ વિશે પણ વિચારતા નથી. જોકે ઘણા લોકો એવા પણ હશે જેમને બેન્ચિંગનો અર્થ પણ ખબર નહીં હોય. તો ચાલો આજે તમને જણાવીએ બેન્ચિંગ એટલે શું અને યુવક યુવતીઓમાં શા માટે તેનો ક્રેઝ વધી રહ્યો છે.

    બેન્ચિંગ એટલે શું ?

    બેન્ચિંગ શબ્દમાં બેન્ચ આવે છે પરંતુ બેંચ સાથે તેને કોઈ જ લેવાદેવા નથી. બેન્ચિંગ એટલે કે એવા સંબંધો જેમાં એક વ્યક્તિને સામેની વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ હોય છે પરંતુ તેની સાથે સિરિયસ રિલેશનશિપની શરૂઆત કરવાની ઈચ્છા નથી હોતી. બેન્ચિંગમાં પાર્ટનર નો ઉપયોગ મોટાભાગે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તેના પ્રત્યે સીરિયસ લાગણી હોતી નથી. જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિનો ઉપયોગ કરવાની વાતને બેન્ચિંગ ગણી શકાય છે.

    બેન્ચિંગનો ક્રેઝ શા માટે વધ્યો ?

    - ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કારણે બેન્ચિંગ નો ક્રેઝ યુવાનોમાં વધ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોને એક કરતાં વધુ ઓપ્શન મળતા હોવાથી તેઓ બેન્ચિંગ જેવા ટ્રેન્ડ ફોલો કરે છે

    - બેન્ચિંગ એટલા માટે પણ વધે છે કે લોકો સિરિયસ રિલેશનશિપમાં આવતા ડરે છે. સિરિયસ રિલેશનશિપમાં જવાબદારી અને દિલ તૂટવા જેવા ડરના કારણે લોકો બેન્ચિંગની મદદ લે છે.

    બેન્ચિંગથી થતા નુકસાન

    - બેન્ચિંગ જેવા સંબંધોમાં સામેની વ્યક્તિની લાગણીઓ દુભાઈ શકે છે. જો એક વ્યક્તિ સંબંધને લઈને સીરીયસ હોય તો બેન્ચિંગ તેને માનસિક આઘાત આપી શકે છે.

    - બેન્ચિંગમાં તમે એવા વ્યક્તિ સાથે સમય પસાર કરો છો જે તમને લઈને સીરીયસ હોતી નથી. આવામાં ઘણીવાર સાચો પ્રેમ કરનાર વ્યક્તિ તમારાથી દુર થઈ શકે.

    બેન્ચિંગથી બચવા શું કરવું ?

    જ્યારે તમને કોઈ અપ્રોચ કરે તો તેની સાથે ખુલ્લામને વાત કરી તેના ઈરાદા જાણી લો. જો સામેની વ્યક્તિ કમિટેડ ન હોય તો તેની સાથે આગળ વધતાં પહેલા વિચારો. જો તમે સીરીયસ રિલેશનશીપ જ ઈચ્છો છો તો અપ્રોચ કરનારને સ્પષ્ટ પણે જણાવી દો. જેથી કોઈ ગેરસમજ ન રહે અને તમે બેન્ચિંગના ચક્કરમાં પડવાથી બચી શકો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    relationship tips