Cancer Risk: હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસ જ નહીં, વધતું વજન કેન્સરનું જોખમ પણ વધારે છે
Cancer Risk: વજન વધે એટલે દેખાવ ખરાબ થાય છે એવું નથી. વધેલું વજન જીવન પણ ખરાબ કરી શકે છે. જી હાં કારણ કે વધારે વજન ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ સાથે કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
Cancer Risk: સ્થૂળતા એટલે કે વધારે વજન જીવનશૈલીના કારણે સર્જાયેલી સૌથી ગંભીર સમસ્યા છે. આ સમસ્યા હવે નાની વયના લોકોને પણ નળી રહી છે. શરીરનું વધતું વજન માત્ર દેખાવ ખરાબ કરે છે એવું નથી વધેલું વજન કેન્સર સહિતની ગંભીર બીમારીને ખુલ્લું આમંત્રણ આપે છે. એક રિસર્ચ અનુસાર વયસ્કોમાં કેન્સર થવામાં એક મોટું કારણ વજન સંબંધિત સમસ્યાઓ જાણવા મળી છે. સંશોધન અનુસાર જે લોકોનું વજન વધારે હોય તેમને કેન્સર થવાનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતાં 12 ગણું વધી જાય છે.
આ પણ વાંચો: Protein Rich Roti: ઘઉંના લોટની રોટલી જ બની જશે પ્રોટીનથી ભરપુર, લોટ બાંધતી વખતે ઉમેરી દો આ 2 વસ્તુઓ
વધારે વજન કેન્સરનું જોખમ કઈ રીતે વધારે ?
જ્યારે આપણા શરીરમાં જરૂર કરતાં વધારે ફેટ એકત્ર થવા લાગે તો તેના કારણે રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. વધેલું વજન રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે હોર્મોન અને સેલ્સની કાર્યક્ષમતા પર પણ અસર પડે છે. આ સ્થિતિમાં શરીર અંદરથી નબળું પડી જાય છે અને અસામાન્ય કોશિકાઓ ઝડપથી વધવા લાગે છે જે ના કારણે શરીરમાં કેન્સર કે ટ્યુમર બનવાનું જોખમ વધી જાય છે. રિસર્ચ અનુસાર વધારે વજનના કારણે જે કેન્સર થાય છે તેમાં કોલોરેક્ટલ, અગ્નાશય, પિત્તાશય અને ગર્ભાશયના કેન્સરનો સમાવેશ થાય છે. આ પ્રકારના કેન્સર વધારે વજન ના કારણે થાય તેની શક્યતા વધારે હોય છે.
આ પણ વાંચો: Gangrene: ડાયાબિટીસમાં નાનકડી ઈજા પણ ગેંગરીનનું કારણ બની શકે, પગમાં દેખાતા આવા લક્ષણોને ઈગ્નોર કરતાં નહીં
જ્યારે શરીરમાં ચરબી વધારે હોય છે ત્યારે શરીરમાં સોજા પણ વધી જાય છે અને તેના કારણે શરીરમાં કેન્સર ઝડપથી ફેલાય તેનું જોખમ વધે છે. શરીરમાં વધેલી ચરબી ફક્ત દેખાવ ખરાબ કરે છે તેવું નથી આ ચરબી શરીરની કાર્યપ્રણાલી અને આંતરિક અંગોને પણ પ્રભાવિત કરે છે. ફેટ ટીસ્યૂ હોર્મોનના સ્તરને પણ પ્રભાવિત કરે છે. વધારે વજનના કારણે બ્લડમાં ઇન્સ્યુલિન અને શરીરમાં એસ્ટ્રોજનની માત્રા પણ અનિયમિત થઈ જાય છે. શરીરમાં ફેટના કારણે થયેલા ફેરફારના કારણે ડીએનએને નુકસાન થાય છે અને ઘણી વખત તેના કારણે શરીરમાં કેન્સર વધવા લાગે છે.
મહિલાઓમાં વધારે વજન અને કેન્સરનું જોખમ
વધારે વજન અને કેન્સર વચ્ચેના કનેક્શનથી મહિલાઓ વધારે પ્રભાવિત થઈ શકે છે. જે મહિલાઓનું વજન વધારે હોય તેમના બ્લડ ઇન્સ્યુલિનનું સ્તર અને એની સરખામણીમાં વધારે હોય છે તેના કારણે મહિલાઓને સ્તન કેન્સર સહિતના કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. તેમાં પણ એવી મહિલાઓને કેન્સર થવાનું જોખમ વધારે હોય છે જેમનું વજન વયસ્ક થયા પછી અચાનક વધ્યું હોય. નાનપણથી જેનું વજન વધારે હોય અને વયસ્ક થયા પછી વજન વધ્યું હોય તેવી મહિલાઓને કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: Liver Friendly Fruits: સફરજનથી પપૈયા સુધી લીવરની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે આ 5 ફળ
હેલ્થ એક્સપર્ટ અનુસાર વજન વધારે હોય તેમને કેન્સર થવાનું જોખમ એ વાત ઉપર પણ આધાર રાખે છે કે શરીરના કયા ભાગમાં ફેટ વધારે સ્ટોર થઈ રહ્યું છે. જેમાં કમરના ભાગે જે લોકોને વધારે ફેટ જમા થતું હોય તેમને કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે જ જરૂરી છે કે સમય રહેતા વજનને કંટ્રોલ કરી લેવું.
વજન ઓછું કરવા અને હેલ્ધી રહેવા શું કરવું ?
વજન ઓછું કરવા માટે અથવા તો વજનને કંટ્રોલ કરવા માટે બેલેન્સ ડાયટ ફોલો કરી શકાય છે. આહારની સાથે દિવસ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટી થાય તે વાતનું પણ ધ્યાન રાખવું. હેલ્થી વેટ મેન્ટેન કરવા માટે સવારનો નાસ્તો, લંચ અને ડિનર માટે બેલેન્સ ડાયટ નિયમ ફોલો કરો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછા 5 ફળ અને શાકનો આહારમાં સમાવેશ કરો. આહારમાંથી વધારે પડતા કાર્બ્સ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરો. જો વ્યસન હોય તો તેને તુરંત છોડો. આહારમાં આદુ, લસણ, ડુંગળી, હળદર, ધાણા જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ વધારે કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)