• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Skink: સાપની માસીથી ડરવાની જરૂર નથી, સાપબામણી 5 મિનિટમાં ઘરમાંથી નીકળી જશે, બસ કરો આ કામ

Skink: સાપની માસીથી ડરવાની જરૂર નથી, સાપબામણી 5 મિનિટમાં ઘરમાંથી નીકળી જશે, બસ કરો આ કામ

Get Rid Of Skink: સાપબામણી જેને સામાન્ય રીતે લોકો સાપની માસી કહે છે તે એક પ્રકારની જમીન પર ફરતી ગરોળી હોય છે. સાપબામણી બિનઝેરી હોય છે. જો ઘરમાં સાપની માસી ઘુસી ગઈ હોય તો તેનાથી ડર્યા વિના આ કામ કરવું. આ ઉપાયની મદદથી સાપની માસી ઘરમાંથી 5 મિનિટમાં બહાર નીકળી જશે.

Written ByKrupa Shah
Published: Sep 23, 2026, 01:33 PM IST|Updated: Sep 23, 2026, 01:36 PM IST
joinshare
Skink: સાપની માસીથી ડરવાની જરૂર નથી, સાપબામણી 5 મિનિટમાં ઘરમાંથી નીકળી જશે, બસ કરો આ કામ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Get Rid Of Skink: સાપબામણી જેને સામાન્ય રીતે લોકો સાપની માસી કહે છે તે એવો જીવ છે જે ગરોળી અને સાપ બંને જેવો દેખાય છે. સાપબામણીનું શરીર સાપ જેવું પાતળું, લાંબુ અને ચમકતું હોય છે પણ તેને ગરોળી જેવા પગ હોય છે અને તે જમીન પર ચાલે છે. સાપની માસી ગરોળીની જેમ ઘરમાં આવી જાય તો તેને ઝેરી સમજી ડરવું નહીં. કારણ કે આ જીવ સાપની જેમ ઝેરી નથી.

    સાપબામણી કે પછી સાપની માસી ગરોળીની જ એક પ્રજાતિ છે. આ જીવ નુકસાનકારક નથી હોતા. તે જમીન પર ફરી અને નાના જીવજંતુઓનો શિકાર કરે છે. ઘરમાં સાપની માસી આવી જાય તો તેને માર્યા વિના સુરક્ષિત રીતે ઘરની બહાર કાઢવી. જો તમને સાપબામણીને પકડીને બહાર કાઢવામાં ડર લાગતો હોય તો આ ઉપાય ટ્રાય કરી શકો છો. આ ઉપાયથી સાપબામણી જાતે જ ઘરમાંથી બહાર નીકળી જશે.

    સાપબામણી ઘરમાં ક્યારે આવે ?

    સાપબામણી કે સાપની માસી ઘરમાં શિકારની શોધમાં આવી શકે છે. જો ઘરની આસપાસ વધારે લીલોતરી હોય, લાડકા એકઠા કરેલા હોય તો આવી જગ્યામાં સાપબામણી ઘર બનાવી શકે છે. કારણ કે આવી જગ્યાએ તેને ખાવા માટે જીવજંતુ સરળતાથી મળે છે. સાપબામણી ઘરમાં પણ ખોરાક અને સુરક્ષિત સ્થાનની શોધમાં જ આવતી હોય છે.

    સાપની માસીને ઘરમાંથી કાઢવાની રીત

    સાપની માસી એટલે કે સાપબામણીને ઘરમાં બહાર કાઢવા માટે ઘરમાં ધુમાડો કરી શકો છો. છાણા લઈ તેને સળગાવો અને તેમાં કપૂર કે ગુગળ ઉમેરી ઘરમાં ધુમાડો કરો. તમે ડુંગળી કે લસણના ફોતરા પણ છાણા સાથે સળગાવી શકો છો. સાપબામણી ધુમાડાથી બચવા માટે ઘરની બહાર જાતે જ નીકળી જશે.

    સાપબામણી ઝેરી હોય ?

    સાપની માસીને સાપ સાથે કોઈ કનેકશન હોતું નથી. એટલે તે ઝેરી પણ હોતી નથી. સાપબામણી એક પ્રકારની ગરોળી જ હોય છે. આ જીવ માણસને નુકસાન કરતું નથી.

    સાપબામણી નર વિના બચ્ચા પેદા કરી શકે ?

    સાપની માસી નર વિના બચ્ચા પેદા કરી શકે તેવું કહેવાય છે. આ વાત સંપૂર્ણપણે સાચી નથી. રિસર્ચ અનુસાર માદા સાપબામણી જ્યારે નર સાથે પ્રજનન કરે છે ત્યારે તેના સ્પર્મને શરીરમાં જમા કરી લે છે. ત્યારબાદ જમા થયેલા સ્પર્મની મદદથી તે 1 વર્ષમાં કોઈપણ સમયે કે 1 વર્ષ કરતાં વધુ સમય પછી પણ નર વિના બચ્ચા પેદા કરી શકે છે.

    સાપની માસી એટલે કે સાપબામણી ઝેરી નથી હોતી તેમ છતાં ઘરમાં કે ઘરની આસપાસ આ જીવ જોવા મળે તો તેને સ્પર્શ કરવાની ભુલ ન કરવી. પકડ્યા વિના તેને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. જો તેમ છતાં સાપની માસી ઘરમાંથી ન નીકળે તો એક્સપર્ટનો સંપર્ક કરી તેની મદદ લેવી.


    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source