SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Skin Care: નવરાત્રીના ઉજાગરા પછી ડલ થયેલી સ્કિન પર ગ્લો લાવવાના 3 સરળ ઘરેલુ નુસખા

Skin Care After Navratri: નવરાત્રી દરમિયાન રોજ મોડી રાત સુધી જાગીને ગરબા રમ્યા પછી સ્કિન ડલ દેખાવા લાગે છે. આંખ નીચે ડાર્ક સર્કલ વધી જાય છે. ઉજાગરાના કારણે ડલ થયેલી સ્કિન પર ગ્લો લાવવાના 3 સરળ ઘરેલુ નુસખા આજે તમને જણાવીએ.

Written By Krupa Shah
Published: Oct 22, 2026, 12:36 PM IST | Updated: Oct 22, 2026, 12:41 PM IST
Join

Skin Care After Navratri: નવરાત્રિના નવ દિવસ દરમિયાન મોડી રાત સુધી જાગીને ગરબા રમવાની મજા આવે છે. નવરાત્રી ચાલતી હોય ત્યાં સુધી થાક પણ લાગતો નથી અને કોઈ તકલીફ પડતી નથી. નવરાત્રી પૂરી થાય એટલે સૌથી પહેલા ચહેરા પર થાક દેખાવા લાગે છે. રોજ રાત્રે મોડી રાત સુધી જાગ્યા પછી સ્કિન ડલ દેખાવા લાગે છે અને આંખ નીચે પણ ડાર્ક સર્કલ વધી જાય છે. નવરાત્રી પછી ડલ થયેલી સ્કીન પર દિવાળી સુધીમાં ગ્લો લાવવો હોય તો તેના ત્રણ સરળ ઘરેલુ નુસખા આજે તમને જણાવીએ.

નવરાત્રી પછી થોડા જ દિવસોમાં દિવાળી આવે છે. દિવાળી સમયે ચહેરા પર ગ્લો રહે અને સ્કીન સુંદર દેખાય તે માટે આ સરળ ઘરેલુ નુસખા અત્યારથી અજમાવો. આ નુસખા અજમાવ્યા ના થોડા જ દિવસમાં ચહેરા પર ફરક દેખાવા લાગશે. ઉજાગરા ના કારણે જે સ્કીન દલ દેખાતી હશે તે હેલ્ધી અને ગ્લોઇંગ દેખાવા લાગશે.

સ્કિન પર ગ્લો લાવવાના ઘરેલુ નુસખા

લીંબુ અને મધ નું મિશ્રણ

ડલ અને બેજાન થયેલી સ્કીન પર ગ્લો લાવવા માટે લીંબુ અને મધ યુઝ કરી શકો છો. મધ સૌથી સારું નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે ત્વચાને જરૂરી નમી અને પોષણ આપે છે. રોજ મેકઅપના કારણે ડ્રાય થયેલી સ્કીનને મધ મુલાયમ બનાવશે. સાથે જ લીંબુના બ્લીચિંગ ગુણ ચહેરાના ડાઘ દૂર કરવામાં મદદ કરશે. લીંબુ અને મધનું મિશ્રણ ત્વચાને એક સમાન રંગત આપે છે અને ત્વચા પરથી ડ્રાઇનેસ દૂર કરવામાં મદદ કરે છે. મધ અને લીંબુ લગાડવા માટે એક ચમચી મધમાં થોડા ટીપા લીંબુના રસના મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને 10 થી 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. લીંબુ અને મધનું મિશ્રણ સપ્તાહમાં બે વખત લગાડી શકો છો. જે લોકોની સ્કિન સેન્સેટિવ હોય તેમણે લીંબુનો ઉપયોગ કરવાનું ટાળવું.

એલોવેરા જેલ

જો તમારા ઘરમાં તમે એલોવેરાનો પ્લાન્ટ છે તો એલોવેરા જેલ પણ ત્વચા પર લગાડી શકો છો.. ડેમેજ અને ડલ સ્કીનને રીપેર કરવામાં એલોવેરા ગુણના એન્ટી ઇન્ફલમેટ્રી ગુણ મદદ કરશે. એલોવેરા જેલથી સ્કીન હેલ્થી રહેશે. એલોવેરા જેલ નો ઉપયોગ કરવા માટે એલોવેરા ના પાનમાંથી તાજુ જેલ કાઢો અને તેને ચહેરા અને ગરદન પર લગાડો. એલોવેરા જેલને તમે આખી રાત સ્કીન લગાવી રાખો તો પણ ચાલે. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. જો તમારી સ્કિન ડ્રાય હોય અને અત્યારથી જ ફાટવા લાગી હોય તો એલોવેરા જેલ નો ઉપયોગ રોજ કરો.

ચણાનો લોટ અને દહીં

દહીં અને ચણાના લોટનો ફેસપેક સ્કીનને એક્સફોલિએટ કરશે અને ડેડ સ્કીન દૂર કરશે જેના કારણે ડલ અને બેજાન સ્કિન પર ગ્લો આવી જશે. ચણાના લોટ અને દહીંનું મિશ્રણ સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવશે. તેના માટે બે ચમચી ચણાના લોટમાં બે ચમચી ફ્રેશ દહીં મિક્સ કરો અને એક ચપટી હળદર ઉમેરો. આ મિશ્રણને ગરદન અને ચહેરા પર લગાવો. ફેસપેક સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ફેસ ક્લીન કરો.

આ ત્રણમાંથી કોઈ પણ ફેસપેક નો ઉપયોગ તમે કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES