Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી
Most Healthy Roti: ઘઉંને બદલે લોકો જુવાર, રાગી, બાજરો સહિતના લોટની રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. ચાલો આજે જાણીએ ખરેખર કયા લોટની રોટલી સૌથી હેલ્ધી ગણાય અને કયા લોટની રોટલી ખાવાથી સૌથી વધુ ફાયદો થાય.
Most Healthy Roti: છેલ્લા કેટલાક સમયથી લોકો રોટલી માટે હેલ્ધી લોટના વિકલ્પ શોધી રહ્યા છે. મોટાભાગે લોકો ઘઉં કરતા વધારે હેલ્ધી લોટ કયો છે તે વાત જાણવા માંગતા હોય છે. જો તમે પણ ઘઉંની રોટલી ને બદલે જુવાર, રાગી, બાજરો, મકાઈ વગેરેના લોટની રોટલી ખાવા માંગો છો પણ તમને ખબર નથી કે કયો લોટ સૌથી સારો તો ચાલો આજે તમને તેના વિશે જણાવીએ.
જુવાર, રાગી, બાજરો સહિતના અનાજ એવા છે જેના લોટની રોટલી ઘઉંના લોટની રોટલી કરતા હેલ્ધી ગણાય છે. આ લોટ ગ્લુટન ફ્રી હોય છે અને શરીરને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની સાથે હાડકાને મજબૂત બનાવે છે અને એનર્જી વધારે છે. જો તમે પણ તમારી થાળીમાં રોટલીમાં હેલ્ધી ઓપ્શન એડ કરવા માંગો છો તો આ જાણકારી તમને મદદરૂપ થશે. અહીં આપેલી જાણકારીની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા માટે કયા લોટની રોટલી હેલ્ધી સાબિત થશે.
આ પણ વાંચો: Thalipeeth Recipe: સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી જુવારના લોટની થાલીપીઠ બનાવવાની રીત
રાગીનો લોટ
અત્યારે સૌથી વધારે રાગીના લોટની રોટલીની ચર્ચા થતી હોય છે. રાગીનો લોટ કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે.. રાગીના લોટની રોટલી એવા લોકો માટે હેલ્ધી સાબિત થાય છે જેમને સાંધામાં દુખાવા હોય, હાડકા નબળા હોય કે શરીરમાં લોહીની ઉણપ હોય. આવા લોકો રાગીના લોટની રોટલી ખાય તો તેમને ફાયદો થાય છે. રાગીનો લોટ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક ખાઈ શકે છે.
ચણાનો લોટ
જો તમે જેમમાં જઈને એક્સરસાઇઝ કરતા હોય કે પછી તમારી દિનચર્યા દોડધામ વાળી હોય તો ચણાના લોટની રોટલી તમારા માટે હેલ્ધી સાબિત થશે. ચણાનો લોટ પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે આ રોટલી ખાવાથી સ્નાયુ મજબુત થાય છે અને પેટ કલાકો સુધી ભરેલું રહે છે. ચણાના લોટથી એનર્જી પણ મળે છે. એટલે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય કે દોડધામ વાળી જીવનશૈલી ધરાવતા હોય તેમના માટે ચણાના લોટની રોટલી હેલ્ધી સાબિત થાય છે.
આ પણ વાંચો: Healthy Breakfast: દાળ-ચોખા વિના બનાવો હેલ્ધી ઈડલી, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન
જુવારના લોટની રોટલી
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે જુવારનો લોટ હેલ્ધી સાબિત થશે. જુવારનો લોટ પચવામાં સરળ હોય છે અને આ લોટ ગ્લુટન ફ્રી હોય છે. જુવારના લોટની રોટલી વજન ઓછું કરતા લોકોની સાથે ડાયાબિટીસના પેશન્ટ માટે પણ હેલ્ધી વિકલ્પ છે. જુવારના લોટની રોટલી ખાધા પછી પેટ ભારે નહીં લાગે. અને પાચન સંબંધિત સમસ્યા થવાની શક્યતા પણ ઘટી જશે.
બાજરાની રોટલી
જેમ જેમ ઠંડીની શરૂઆત થશે તેમ લોકોના ઘરમાં બાજરાના રોટલા કે રોટલી બનવા લાગશે. બાજરાનો લોટ શિયાળામાં સૌથી વધુ ખવાય છે કારણ કે આ લોટની તાસીર ગરમ હોય છે. ઠંડીની ઋતુમાં આ લોટની રોટલી શરીરને ગરમાવો આપશે. બાજરાના લોટની રોટલી ધીરે ધીરે વચ્ચે છે. બાજરાના લોટની રોટલી ખાધા પછી તુરંત ભૂખ પણ લાગતી નથી એટલે કે કલાકો સુધી પેટ ભરેલું રહે છે.
આ પણ વાંચો: Ghee Purity Test: ઘી અસલી છે કે નકલી જાણવાની સૌથી સરળ રીત, આ રીતે ઘરે ચેક કરો ઘીની શુદ્ધતા
આમ રોટલી માટે આ 4 અનાજ હેલ્ધી વિકલ્પ છે. જોકે તેનો અર્થ એવો નથી કે ઘઉંના લોટની રોટલી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. પરંતુ જો તમે ઘઉં ને બદલે અન્ય અનાજના લોટની રોટલી ડાયટમાં એડ કરવા માંગો છો તો તમારા શરીરની જરૂરિયાત અનુસાર આ ચારમાંથી કોઈ પણ એક અનાજની રોટલી ડાયટમાં સામેલ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)