Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર
ગાર્ડનિંગ એક્સપર્ટ અને ડિજિટલ ક્રિએટર અંજૂ ગુંબરે ઘરમાંથી મચ્છર ભગાડવા માટે એક નેચરલ અને અસરકારક રીત જણાવી છે. આવો તેના વિશે જાણીએ.
ઘરમાં મચ્છરો આવી જવા સામાન્ય વાત છે. ખાસ કરી જે લોકોના ઘરમાં ઘણા ઝાડ-છોડ હોય છે, તેણે હંમેશા મચ્છરોથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાંજ થતાં મચ્છર ઘરની અંદર અને બાલકનીમાં ભેગા થવા લાગે છે. હવે તેનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના નુસ્ખા અજમાવે છે. પરંતુ તમે ઈચ્છો છો કેટલીક નેચરલી વસ્તુનો ઉપયોગ કરી મચ્છરોને દૂર રાખી શકો છો. ગાર્ડનિંગ એક્સપર્ટ અને ડિજિટલ ક્રિએટર અંજૂ ગુંબરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે ઘરમાંથી મચ્છર ભગાડવાની એક નેચરલ અને અસરકારક પદ્ધતિ જણાવી છે, આવો તેના વિશે જાણીએ.
આ વસ્તુની જરૂર પડશે
મચ્છર ભગાડવા માટે તમારે કાંચની કોઈ જાર કે નાની શીશી
થોડું રૂ
થોડા તજ
5-6 લવીંગ
ડોઢ ચમચી સૂકી ચાની ભૂકી
થોડ઼ું પાણી અને સરસવના તેલની જરૂર પડશે.
કેવી રીતે તૈયાર કરશો આ નુસ્ખો?
- સૌથી પહેલા કાચની એક નાની શીશી લો. તેના ઢાંકણની વચ્ચે એક નાનું કાણું પાડો.
- હવે રૂની વાટ બનાવી ઢાંકણના કાંણામાં નાખી દો.
- ત્યારબાદ કાચની શીસીમાં એક-એક કરી તમામ વસ્તુ તજ, લવીંગ, દોઢ ચમચી ચા, થોડું પાણી અને સરસવનું તેલ નાખી મિક્સ કરી દો.
- ધ્યાન રાખો કે પાણીની માત્રા ઓછી અને તેલની માત્રા વધુ રાખવાની છે.
- ત્યારબાદ રૂને આ મિશ્રણમાં ડૂબાળો અને પછી શીશીનું ઢાંકણ બંધ કરી દો.
- હવે રૂ સળગાવી શીશીને ત્યાં રાખો જ્યાં વધુ મચ્છર આવતા હોય.
અંજૂ ગુંબર જણાવે છે કે આ નુસ્ખાથી મચ્છર આસપાસ પણ ભટકતા નથી. તજ, લવીંગ, ચાની ખુશબુ અને તેમાંથી નીકળતો ધૂમાડો મચ્છરોને દૂર રાખે છે. સાથે તેનાથી તમારા ઘરમાં સુગંધ ફેલાઈ છે. તેવામાં જો તમે પણ વધુ મચ્છરોથી પરેશાન છો તો આ નુસ્ખો અજમાવી શકો છો. બસ તેને પડદા, કાગળ અને બીજી જ્વલનશીલ વસ્તુથી દૂર રાખો.