Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ
Hair Care: વાળમાં ઘણા લોકો હવે તેલના બદલે સીરમ લગાડતાં થઈ ગયા છે. વાળમાં તેલ અને સીરમ લગાડવાની રીત હોય છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ વાળમાં ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ લગાડવાનું હોય.
Hair Care: માર્કેટમાં સ્કીન અને હેર માટે રોજ નવી નવી પ્રોડક્ટ લોન્ચ થતી હોય છે. જેમાંથી કેટલીક વસ્તુઓ હીટ સાબિત થાય અને લોકપ્રિય થઈ જાય. આવી જ એક વસ્તુ છે સીરમ. વાળ માટે અલગ અલગ પ્રકારના સીરમ માર્કેટમાં મળે છે. સીરમ વાળ માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકો અપૂરતી જાણકારીના કારણે સીરમને તેલનો વિકલ્પ માની લે છે. હકીકતમાં સીરમ તેલનો વિકલ્પ નથી. સીરમ લગાડવાની રીત હોય છે. જો તમને એ વાતનો ખ્યાલ ન હોય કે ક્યારે વાળમાં સીરમ લગાડવું અને ક્યારે તેલ તો ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે
હેર એક્સપર્ટ અનુસાર વાળ માટે જે પણ વસ્તુનો ઉપયોગ કરો તેના વિશે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. કારણ કે વાળમાં લગાવેલી પ્રોડક્ટ વાળની બનાવટ વાળના ગ્રોથને પણ અસર કરે છે. વાળની સુંદરતા વધારવા માટે સીરમ ઉપયોગમાં લેવાય છે પરંતુ જો સીરમને ખોટી રીતે કે ખોટા સમયે લગાડવામાં આવે તો તેનાથી કોઈ ફાયદો થતો નથી. એટલા માટે સૌથી પહેલા તો એ જાણવું અને સમજવું જરૂરી છે કે વાળમાં ક્યારેય શરમ લગાડવાનું હોય અને ક્યારે તેલ ?
વાળમાં ક્યારે સીરમ લગાડવું
વાળમાં ડ્રાયનેસ અને ફ્રીઝીનેસ રહેતી હોય તો તેને ઓછી કરવા માટે સીરમનો ઉપયોગ કરવાનો હોય છે. સીરમ લગાડવાથી વાળની ફ્રીઝીનેસ ઓછી થાય છે અને વાળ ચમકદાર દેખાય છે. ડ્રાય અને ફ્રીઝી વાળ ધરાવતા લોકો માટે ઉપયોગી છે. હવે વાત આવે સીરમ ક્યારે લગાડવું તો સીરમ શેમ્પુ કરેલા થોડા ભીના વાળ પર લગાડવાનું હોય છે. વાળ 90 ટકા સુકાઈ ગયા હોય ત્યારે સીરમ લગાડવું. વાળ સાવ કોરા થઈ જાય પછી સીરમ લગાડવાથી કોઈ ફાયદો થતો નથી. સીરમને ત્રીજી જરૂરી વાત છે કે સીરમ માત્ર એક કે બે ટીપા જેટલું જ લેવાનું હોય છે. જો વાળ લાંબા હોય તો લંબાઈ અનુસાર સીરમ વધારે લઈ શકો છો. વાળમાં સીરમ તેલ જેટલા પ્રમાણમાં લગાડવાની ભૂલ કરવી નહીં.
વાળમાં તેલ લગાડવાની રીત
ઘણા લોકો વાળમાં સીરમ લગાડી લે છે અને તેને તેલનો વિકલ્પ ગણે છે જેના કારણે તેલ લગાડતા નથી. પણ સીરમ તેલનો વિકલ્પ નથી. વાળ માટે તેલ જરૂરી છે અને વાળમાં તેલ પણ નિયમિત લગાડવું જોઈએ. શેમ્પુ કરતા પહેલા વાળમાં તેલ લગાડવું જોઈએ. એક થી બે ચમચી તેલ લઈ વાળના મૂળમાં સારી રીતે લગાવી હળવા હાથે મસાજ કરવી જોઈએ. તેલ લગાવ્યા પછી તુરંત હેર વોશ કરવાનું પણ ટાળવું. અમુક કલાક વાળમાં તેલ લગાવી રાખવું અને પછી શેમ્પુ કરવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)