SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Curd Storage: ફ્રીજમાં રાખેલું દહીં કેટલા દિવસ પછી ચેક કરીને વાપરવું જોઈએ જાણો

Curd Storage Hacks: લોકો એવું માની લેતા હોય છે કે ખાવાપીવાની વસ્તુ ફ્રિજમાં રાખેલી હોય એટલે દિવસો પછી પણ યુઝ કરી શકાય. પરંતુ અમુક વસ્તુઓ એવી હોય છે જેને ફ્રીજમાં રાખ્યા પછી ઉપયોગમાં લેતા પહેલા ચેક કરી લેવી જોઈએ. આવી જ વસ્તુમાંથી એક દહીં છે.

Written By Krupa Shah
Published: Oct 07, 2026, 01:25 PM IST | Updated: Oct 07, 2026, 01:27 PM IST
Join

Curd Storage Hacks: દરેક ઘરના ફ્રીજમાં ખાવા પીવાની અનેક વસ્તુઓ રાખેલી હોય છે. ફ્રીજ ખાવાપીવાની વસ્તુ સ્ટોર કરવા માટેની જગ્યા બની જાય છે. લોકો ફ્રીજમાં રાખેલી વસ્તુ દિવસો પછી પણ બિંદાસ્ત ઉપયોગમાં લઈ લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં એવી વસ્તુ છે જેને ફ્રીજમાં રાખેલું હોય તેમ છતાં અમુક દિવસ પછી ઉપયોગમાં લેતા પહેલા ચેક કરી લેવું જોઈએ.

દરેક ઘરમાં બનતું હોય છે દહીં

દરેક ઘરમાં દહીંનો ઉપયોગ રોજ થાય છે. એટલા માટે જ મહિલાઓ એકસાથે વધારે દૂધમાં મેરવણ ઉમેરી જમાવે છે. દહીં જામી જાય એટલે તેને ફ્રીજમાં મુકી દેવામાં આવે છે. ત્યારબાદ થોડા દિવસ જરૂર અનુસાર તેમાંથી દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે દહીંનો ઉપયોગ તમે પણ કરતાં હોય તો પહેલા જાણી લો ફ્રીજમાં દહીં સ્ટોર કઈ રીતે કરવું અને ફ્રીજમા રાખેલું દહીં કેટલા દિવસ સુધી યુઝ કરી શકાય ?

ફ્રીજમાં દહીં કઈ રીતે રાખવું ?

ઘરે જમાવેલું દહીં હોય કે માર્કેટમાંથી લીધેલું દહીં હોય તેને ફ્રીજમાં સ્ટોર કરવાની યોગ્ય રીત ફોલો કરવી જરૂરી છે. નહીં તો ફ્રીજમાં હોવા છતાં દહીં ખરાબ થઈ જાય છે. દહીં ઘરનું હોય કે માર્કેટમાંથી ખરીદેલું તેને એરટાઈટ કંટેનરમાં પેક કરીને જ રાખવું. દહીંને વધારે સમય સુધી ફ્રીજની બહાર રાખવું નહીં. જરૂર જેટલું દહીં લઈ વધેલા દહીંને ફ્રીજમાં તુરંત મુકી દેવું.

ફ્રીજમાં રાખેલું દહીં કેટલા દિવસ વાપરી શકાય ?

સૌથી પહેલા ઘરે જમાવેલા દહીંની વાત કરીએ તો ઘરે જમાવેલું દહીં ફ્રીજમાં એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો તો 6 થી 7 દિવસ સુધી યુઝ કરી શકાય છે. જો માર્કેટમાંથી દહીં ખરીદ્યું હોય તો તેના પર એક્સપાયરી ડેટ મેન્શન કરેલી હોય ત્યાં સુધી દહીં ઉપયોગમાં લઈ શકાય છે. સામાન્ય રીતે દહીં 4 થી 5 દિવસમાં યુઝ થઈ જાય તે હિતાવહ રહે છે.

દહીં સારું છે કે ખરાબ કઈ રીતે જાણવું ?

ફ્રીજમાં 7 દિવસથી વધારે સમય સુધી રાખેલું દહીં સારું છે કે ખરાબ તે જાણવાની સરળ રીત છે દહીંની સ્મેલ અને સ્વાદ. જો દહીં ખરાબ થવા લાગ્યું હશે તો તેમાંથી ખાટી સ્મેલ આવશે અને સ્વાદ પણ ખાટો થઈ જશે. ઘણીવાર દહીં ખરાબ થવા લાગે એટલે પીળું દેખાવા લાગે છે. જો આવું થાય તો સમજી લેવું કે દહીં ખરાબ થઈ ગયું છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES