• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Relationship: જાણો એવી 5 ભુલો વિશે જે બની શકે છે રિલેશનશીપ તુટવાનું કારણ

Relationship: જાણો એવી 5 ભુલો વિશે જે બની શકે છે રિલેશનશીપ તુટવાનું કારણ

Relationship: રિલેશનશીપમાં બધું બરાબર હોય તેમ છતા ઘણા લોકોનું બ્રેકઅપ થઈ જાય છે. 2 વ્યક્તિ એકબીજાને પ્રેમ પણ કરતાં હોય પણ તેમ છતાં સાથે રહી શકતા નથી. આવું થવા પાછળ 5 ભુલો જવાબદાર હોય શકે છે. 5 ભુલો એવી છે જે પ્રેમ હોવા છતાં 2 લોકોને અલગ કરી શકે છે.

Written ByKrupa Shah
Published: Sep 28, 2026, 12:24 PM IST|Updated: Sep 28, 2026, 12:27 PM IST
joinshare
Relationship: જાણો એવી 5 ભુલો વિશે જે બની શકે છે રિલેશનશીપ તુટવાનું કારણ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Relationship: પ્રેમ દુનિયાનો સૌથી સુંદર, સુખદ અને ખાસ અનુભવ છે. તેવી જ રીતે બ્રેકઅપ દુ:ખદ, ખરાબ અને ન ભુલાય તેવો અનુભવ હોય છે. રિલેશનશીપમાં બધું બરાબર ચાલતું હોય તેમ છતાં બે વ્યક્તિ એકબીજાથી દુર થઈ ગયા હોય તેવું પણ બને છે. 2 લોકો વચ્ચે અંતર આવી જવાનું કારણ 5 ભુલો હોય શકે છે.

    આજે તમને રિલેશનશીપ દરમિયાન અજાણતાં થતી 5 ભુલો વિશે જણાવીએ જે બ્રેકઅપ થવાનું કારણ બની શકે છે. આ ભુલો એકબીજાને પ્રેમ કરતાં લોકોને પણ એકબીજાથી દુર કરી દે છે. એટલે જો તમે પણ કોઈ સાથે રિલેશનશીપમાં છો તો આ 5 ભુલો વિશે જાણી લો અને 5 ભુલો કરવાનું ટાળજો.

    ખામીઓ ગણાવવી

    રિલેશનશીપમાં કપલ એકબીજાની ખામીઓ મજાક મસ્તીમાં ગણાવતા હોય છે. આ વાત મજાકમાં એક કે બે વખત સુધી સારી લાગશે. જો તમે વારંવાર તમારા પાર્ટનરની ખામીઓ કાઢશો અને લોકો સામે તેની મજાક ઉડાવશો તો આ વાત પાર્ટનરને પસંદ નહીં પડે. ધીરે ધીરે પાર્ટનર તમારાથી દુર થઈ જશે. તમને લાગશે કે તમે તો ફક્ત મજાક કરતાં કરતાં હતા પણ તમારી મસ્તી તમારી પ્રિય વ્યક્તિને તમારાથી દુર કરી દેશે.

    પાર્ટનરની લાગણી દુભાવવી

    રિલેશનશીપમાં પાર્ટનર હગ કરીને, હાથ પકડી, લોકો સામે એકબીજાની નજીક બેસીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. જો આવા સમયે તમે પાર્ટનરની પાસે ન રહો અને તેની લાગણી દુભાવો તો આ વાત તમને તમારા પાર્ટનરથી દુર કરી શકે છે. જો પાર્ટનર તમારી સાથે રિલેશનશીપને જાહેર કરવામાં માંગે છે તો તેનાથી દુર ભાગવું ભુલ સાબિત થઈ શકે.

    સમય ન આપવો

    રિલેશનશીપમાં પાર્ટનરને સમય આપવો જરુરી છે. કામના બહાના આપીને તમે પાર્ટનરને સમય ન આપતા હોય તો આ વાત તમારી ભુલ સાબિત થશે. એકબીજા સાથે સમય પસાર ન કરવાથી સંબંધમાં અંતર વધી જાય છે. સમય ન આપવો બ્રેકઅપ થવાનું સૌથી મોટું કારણ બને છે.

    વાતચીત ન કરવી

    જે રીતે સાથે સમય પસાર કરવો જરૂરી છે એ રીતે વાતો કરવી પણ જરૂરી છે. બે વ્યક્તિ વચ્ચે વાતચીતનો અભાવ પણ બ્રેકઅપનું કારણ બને છે. ઘણા યુવકો યુવતીને મળવા તો આવે છે પણ આ મુલાકાત દરમિયાન તે સતત ફોનમાં બીઝી રહે છે અને પછી કહે છે આટલું તો કર્યું... આવું વર્તન સૌથી મોટી ભુલ છે. પાર્ટનર માટે તમારી હાજરીની સાથએ વાતો પણ જરૂરી હોય છે.

    ગુસ્સો ઉતારવો

    રિલેશનશીપમાં આ સૌથી મોટી ભુલ છે. ઘણા લોકો પોતાનો ગુસ્સો પાર્ટનર પર ઉતારી લેતા હોય છે. કારણ વિના પાર્ટનર સાથે ઝઘડો કરે અને પછી મગજ શાંત થવા પર કહે કે ભુલ થઈ ગઈ અથવા તો પ્રેમ કરતાં હોય તેના પર જ તો ગુસ્સો આવે... આવી ભુલ કરશો તો બ્રેકઅપ થવું નક્કી છે. પોતાની પાર્ટનર પર બીજાનો ગુસ્સો ઉતારવાની ભુલ ન કરવી.

    (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    relationship tips