• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Jaggery Kheer: ખીરમાં ગળાશ માટે ખાંડ નહીં ગોળ ઉમેરો, દાઢે વગળી જશે સ્વાદ, જાણો ગોળવાળી ખીર બનાવવાની રીત

Jaggery Kheer: ખીરમાં ગળાશ માટે ખાંડ નહીં ગોળ ઉમેરો, દાઢે વગળી જશે સ્વાદ, જાણો ગોળવાળી ખીર બનાવવાની રીત

Kheer with Jaggery: હવે જ્યારે તમારે ઘરમાં ખીર બનાવવી હોય ત્યારે તેમાં ગળાશ માટે ખાંડને બદલે ગોળ ઉમેરજો. ગોળવાળી ખીર હેલ્ધી પણ છે અને આ ખીર સ્વાદમાં પણ લાજવાબ હોય છે.

Written ByKrupa Shah
Published: Sep 25, 2026, 03:20 PM IST|Updated: Sep 25, 2026, 03:23 PM IST
joinshare
Jaggery Kheer: ખીરમાં ગળાશ માટે ખાંડ નહીં ગોળ ઉમેરો, દાઢે વગળી જશે સ્વાદ, જાણો ગોળવાળી ખીર બનાવવાની રીત

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Kheer with Jaggery: ખીર એવી મીઠાઈ છે જે ઘરમાં અવારનવાર બને છે. મોટાભાગના ઘરોમાં ખીર ખાંડ ઉમેરીને જ બનાવવામાં આવે છે. આજે તમને ખાંડ નહીં પણ ગોળ ઉમેરીને બનતી ખીર બનાવવાની રીત જણાવીએ. ખાંડને આમ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે. તેથી જો તમે ખીરમાં ખાંડને બદલે ગોળ ઉમેરીને ખાશો તો તેનાથી હેલ્થને પણ નુકસાન નહીં થાય.

    જે લોકોને અવારનવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય તેમના માટે ગોળવાળી ખીર બેસ્ટ ઓપ્શન છે. ગોળવાળી ખીર સ્વાદમાં લાજવાબ લાગે છે. જો કે આ ખીર બનાવવી એક કલા છે. કારણ કે ખીરમાં ગોળ ઉમેરવામાં જરા પણ ભુલ થાય તો દૂધ ફાટી પણ શકે છે. એટલે આ ખીર તેની રીત જાણ્યા પછી જ બનાવવી.

    આજે અહીં તમારા માટે ગોળવાળી ખીર બનાવવાની પરફેક્ટ રીત જણાવેલી છે. સામાગ્રીનું પરફેક્ટ માપ અને ખીર બનાવવાની રીતને બરાબર ફોલો કરશો તો ખીર બેસ્ટ બનશે.

    ખીર બનાવવાની રીત

    ફુલ ક્રીમ દૂધ 1 લીટર
    ચોખા 50 ગ્રામ
    દેશી ગોળ 200 ગ્રામ
    એલચી પાવડર
    સુકા મેવા ઝીણા સમારેલા

    ખીર બનાવતા પહેલા કરવાની તૈયારી

    1. સૌથી પહેલા ખીર માટેના ચોખાને પાણીથી સાફ કરી 30 મિનિટ માટે પાણીમાં પલાળો.
    2. એક કઢાઈમાં દેશી ગોળ લઈ તેમાં થોડું પાણી ઉમેરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
    3. પાણી સાથે ગોળનું સીરપ બનાવી તેને ઠંડુ કરી લો.

    ખીર બનાવવાની રીત

    • એક કઢાઈમાં દૂધ ઉકાળવા મુકો. દૂધમાં ઉકાળો આવે એટલે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ ઉમેરી દો. 
    • દૂધ અને ડ્રાયફ્રુટ બરાબર ઉકળે પછી દૂધમાં પલાળેલા ચોખા ઉમેરો.
    • ચોખા ઉમેર્યા પછી ગેસ સ્લો કરો અને ધીમા તાપે ખીર ઉકાળો.
    • ખીરને હલાવતાં રહેવું જેથી દૂધ કે ચોખા કઢાઈમાં ચોંટે નહીં.
    • ચોખા પાકી જાય અને દૂધ પણ ઘટ્ટ થઈ જાય તેમાં એલચી પાવડર ઉમેરો.
    • ખીર એકદમ કુક થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને 2 થી 3 મિનિટ ખીરને ઠંડી થવા દો. 
    • ખીર થોડી ઠંડી થાય એટલે તેમાં ગોળનું પાણી ઉમેરો અને મિક્સ કરો. 
    • ત્યારબાદ ખીર રુમ ટેમ્પરેચર પર આવે પછી તેને ફ્રીજમાં ઠંડી કરી સર્વ કરો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    recipe