Dahi Tikhari : લસણની ચટણીના વઘારવાળી અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટની દહીં તીખારી બનાવવાની રીત
Dahi Tikhari Recipe: રાત્રે ભાખરી, પરોઠા કે ખીચડી સાથે ખાવાની મજા પડે એવી વાનગી છે દહીં તીખારી. અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટની દહીં તીખારી કેવી રીતે બને ચાલો આજે તમને જણાવીએ. ઘરમાં શાક ન હોય ત્યારે પરોઠા, પુલાવ, ખીચડી સાથે ખાવા માટે દહીં તીખારી બનાવી શકો છો.
Dahi Tikhari Recipe: દહીં તીખારી એવી વાનગી છે જે પૂરી, પરોઠા, ભાખરી, ખીચડી, પુલાવ કોઈપણ વસ્તુ સાથે ખુબ જ સરસ રીતે ભળી જાય છે. રાત્રે જમવામાં શાક શું બનાવવું તેનું કન્ફ્યુઝન થતું હોય ત્યારે ફ્રીજમાંથી દહીં કાઢીને ફટાફટ દહીં તીખારી બનાવી લો. દહીં તીખારીનો અસ્સલ કાઠીયાવાડી ટેસ્ટ જમવાની મજા બમણી કરી દેશે. દહીં તીખારી કાઠિયાવાડીની ફેમસ વાનગી છે. દહીં તીખારી ફટાફટ બની જાય છે પરંતુ તેને બનાવવાની રીત ખાસ હોય છે.
દહીં તીખારી બનાવવા માટે પ્રોપર રીત ફોલો કરવામાં ન આવે તો કુકિંગ પ્રોસેસ દરમિયાન દહીં ફાટી જાય છે. દહીં તીખારી ટેસ્ટી બને અને દહીં ફાટે પણ નહીં તે માટે સ્ટેપ બાય સ્ટેપ રીત ફોલો કરવી જરૂરી છે. આજે તમને કાઠીયાવાડી સ્ટાઇલ દહીં તીખારી કેવી રીતે બને છે તે જણાવીએ. અહીં દર્શાવેલા સ્ટેપ ફોલો કરીને તમે ઘરે દહીં તીખારી બનાવશો તો દહીં ફાટશે પણ નહીં અને તેમાં કાચા લસણનો ટેસ્ટ પણ નહીં આવે એટલે કે દહીં તીખારી એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે.
દહીં તીખારી માટેની સામગ્રી
દહીં 500 ગ્રામ
લસણની કળી 10 થી 12
લીલા મરચાં બે
કાશ્મીરી લાલ મરચું પાવડર
હળદર
ઝીણી સમારેલી ડુંગળી એક
ઝીણા સમારેલા લીલા ધાણા
તેલ
મીઠું
ધાણાજીરૂ
રાઈ
કાઠીયાવાડી સ્ટાઇલ દહી તીખારી બનાવવાની રીત
આ પણ વાંચો: Kothimbir Vadi Recipe: મહારાષ્ટ્રની સ્પેશિયલ કોથંબીર વડી બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં બનશે ટેસ્ટી નાસ્તો
1. સૌથી પહેલા ફ્રિજમાંથી દહીંને બહાર કાઢી લો અને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દો. ત્યાં સુધીમાં તીખારીના વઘાર માટેની લસણની ચટણી બનાવી લો.
2. લસણની ચટણી બનાવવા માટે ૧૦ થી ૧૨ લસણની કળીમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરીને બરાબર વાટી લો. દહી જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારે દહીં તીખારી માટેનો વઘાર કરો.
3. એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડી જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમા તાપે સાંતળો. ડુંગળી ગુલાબી થઇ જાય એટલે તેમાં તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરો.
4. લસણની ચટણી ઉમેર્યા પછી વઘારમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરો જેથી લસણ અને લાલ મરચું બળે નહીં અને બરાબર કુક થઈ શકે. લસણ કાચું લાગતું હોય તો બે થી ત્રણ ચમચી પાણી બે વખત ઉમેરી શકો. આમ કરવાથી દહીં તીખારીમાં લસણનો કાચો ટેસ્ટ નહીં આવે.
આ પણ વાંચો: Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે
5. જ્યારે લસણ બરાબર કુક થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યારે તેમાં હળદર, ધાણાજીરું પાવડર, મીઠું ઉમેરો. બે મિનિટ પછી ગેસ બંધ કરી દો. અને તૈયાર કરેલો વઘાર દહીંમાં ઉમેરીને દહીંને હળવા હાથે ફેંટો. છેલ્લે દહીંમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. બસ દહીં તીખારી સર્વ કરવા માટે રેડી થઈ જશે.
6. દહીં તીખારી બનાવવામાં મોટાભાગના લોકો વઘાર કર્યો હોય તે ગરમ વાસણમાં દહીં ઉમેરતા હોય છે જેના કારણે દહીં ફાટી જાય છે. દહીં તીખારીમાં દહીં ન ફાટે તે માટે મહત્વનું સ્ટેપ છે કે વઘાર પણ થોડો ઠંડો થાય પછી દહીંમાં ઉમેરો. વઘાર ઉમેર્યા પછી દહીંને ગરમ પણ ન કરવું. આ રીતે તૈયાર કરેલી દહી તિખારી રોટલી, પરોઠા, રોટલા, ખીચડી, ભાત કોઈપણ વસ્તુ સાથે બેસ્ટ લાગે છે.