Recipe: પ્રોટીનથી ભરપુર છે આ લાડુ, રોજ 1 લાડુ ખાવાથી શરીરની શક્તિ વધશે
Protein Ladoo Recipe: આજે તમને એક એવા લાડુ બનાવવાની રીત જણાવીએ જે ગળ્યું ખાવાની ક્રેવિંગ કંટ્રોલ કરશે અને સાથે જ શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ પણ પુરા પાડશે. આ લાડુ ખાંડ વિના બને છે એટલે ડાયાબિટીસ પેશન્ટ પણ તેને ચિંતા વિના ખાઈ શકે છે.
Protein Ladoo Recipe: શરીરની પ્રોટીનની જરૂરીયાત પુરી થાય, ગળ્યું ખાવાની ક્રેવિંગ શાંત થાય અને ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે તેવા હેલ્ધી લાડુ બનાવવાની રીત ચાલો તમને જણાવીએ. શિયાળાની શરુઆતથી જ આ લાડુ ખાવાનું શરુ કરી દેશો તો નાની-મોટી બીમારીઓ તો તમારી આસપાસ પણ નહીં ફરકે.
આ પણ વાંચો: Mug Pulav Recipe: આણંદનો પ્રખ્યાત મગ પુલાવ બનાવવાની રીત, નાના-મોટા સૌ કોઈ આંગળા ચાટીને ખાશે
આ પ્રોટીન લાડુની ખાસ વાત એ છે કે આ લાડુ પ્રોટીન સાથે કેલ્શિયમ, ઝિંક, વિટામિન ઈ, ફાઈબર સહિતના પોષકતત્વોથી ભરપુર છે. આ લાડુમાં ડ્રાયફ્રુટ સાથે સત્તૂનો પણ ઉપયોગ થાય છે. આ લાડુ એવા છે જેને ડાયાબિટીસ પેશન્ટ, વજન ઉતારવું હોય તે લોકો પણ ખાઈ શકે છે. આ 1 લાડુ શરીરને જરૂરી પોષકતત્વોની સાથે એનર્જી પણ પુરી પાડે છે. આ લાડુ મીઠા છે પણ તેમાં ગોળ કે ખાંડ કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ લાડુમાં જે પણ સામગ્રી છે તે હેલ્ધી અને પોષકતત્વોથી ભરપુર છે.
પ્રોટીન લાડુ બનાવવાની સામગ્રી
ઘી, કોળાના બીજ, તરબૂચના બી, ઝીણી સમારેલી બદામ, શેકેલા તલ, અંજીર, ખજૂર, મખાના, પિસ્તા, કાજુ, એલચી પાવડર, 2 કપ સત્તૂ પાવડર
આ પણ વાંચો: Gulab Jamun: માવાની જરૂર જ નથી, મિલ્ક પાવડરથી બનાવો મોમાં મુકતાં જ ઓગળી જાય એવા ગુલાબજાંબુ
પ્રોટીન લાડુ બનાવવાની રીત
- સૌથી પહેલા બીજ, ડ્રાયફ્રુટ અને મખાનાને અલગ અલગ ડ્રાઈ રોસ્ટ કરી તેને અઘકચરા વાટી સાઈડમાં રાખી દો.
- ત્યારપછી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સત્તૂ પાવડર ઉમેરી ધીમા તાપે શેકો. સત્તૂ પાવડર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- એ જ કઢાઈમાં ફરીથી થોડું ઘી મુકી તેમાં અંજીર અને ખજૂરના ટુકડા કરી શેકો. ખજૂર અને અંજીર સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- હવે ખજૂર અને અંજૂરના મિશ્રણમાં થોડુ ગરમ ઘી ઉમેરી તેમાં શેકેલો સત્તૂ પાવડર, અધકચરા વાટેલા ડ્રાયફ્રુટ, મખાના અને એલચી પાવડર ઉમેરી દો.
- બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. અને તેમાંથી નાના નાના લાડુ વાળી લો.
- લાડુને એકટાઈટ કંટેનરમાં ભરો. દિવસ દરમિયાન રોજ 1 લાડુ ખાવાનું રાખો.
- આ લાડુ એકવાર બનાવ્યા પછી 10 થી 12 દિવસ ખાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)