Recipe: મોં માં મુકતાં જ ઓગળી જાય તેવી સોફ્ટ અને દાણેદાર મિલ્ક કેક આ રીતે બનાવો ઘરે
Milk Cake Recipe: મિલ્ક કેકનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. એકદમ સોફ્ટ અને દાણેદાર મિલ્ક કેક ઘરે કેવી રીતે બનાવવી તેની રીત અહીં દર્શાવેલી છે. અહીં દર્શાવેલા માપ અનુસાર અને રીત ફોલો કરીને મીઠાઈ બનાવશો તો પહેલીવારમાં પરફેક્ટ મિલ્ક કેક બનશે. એકપણ વસ્તુ વેસ્ટ નહીં થાય.
Milk Cake Recipe: આપણે ત્યાં ઘરમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ આવે છે. ખાસ પ્રસંગ હોય, તહેવાર હોય કે પછી ખુશીનો દિવસ હોય ત્યારે પણ ઘરમાં મીઠાઈ બને છે. સામાન્ય રીતે મીઠાઈ દૂધ, ખાંડ, માવો, ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓથી બનતી હોય છે. આ ચાર વસ્તુ તમારા ઘરના ફ્રિજમાં પણ હોય તો તમે મોં માં મુકતા જ ઓગળી જાય તેવી દાણેદાર મિલ્ક કેક ઘરે સરળતાથી બનાવી શકો છો.
આ પણ વાંચો: Garlic Peeling Hack: એક-એક કળી ફોલવાની માથાકૂટ નહીં રહે, આ નવી રીતથી એકવારમાં આખું લસણ ફોલાઈ જશે
મિલ્ક કેક મીઠાઈનું નામ આવતા જ લોકોને લાગે કે આ મીઠાઈ બનાવવાનું કામ મુશ્કેલ હશે. પરંતુ મિલ્ક કેક બનાવવી ખૂબ જ સરળ છે. બસ આ કામ સમય માંગી લે છે તેથી ધીરજથી પ્રોસેસ ફોલો કરવી પડે છે. મિલ્ક કેક મોમાં મુકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ અને દાણેદાર મીઠાઈ છે. આ મીઠાઈ નાના મોટા સૌ કોઈને ભાવે છે. જો તમે પણ વાર-તહેવારે ઘરમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોય તો એક વખત આ રીત ફોલો કરીને મિલ્ક કેક બનાવવાની ટ્રાય પણ કરજો. અહીં દર્શાવેલા માપ સાથે અને પ્રોપર રીતે ફોલો કરીને મિલ્ક કેક બનાવશો તો પહેલી વખતમાં જ પરફેક્ટ મિલ્ક કેક બની જશે.
મિલ્ક કેક બનાવવા માટેની સામગ્રી
2 લીટર કુલ ફેટ દૂધ
200 ગ્રામ ખાંડ
1 ચમચી લીંબુનો રસ
3 ચમચી દેશી ઘી
અડધી ચમચી એલચી પાવડર
બદામ અને પિસ્તાની કતરણ
આ પણ વાંચો: 99% મહિલાઓ રોટલી રાખવામાં આ ભૂલ કરે, એટલે રોટલી થઈ જાય છે કડક, જાણો રોટલીને સોફ્ટ રાખવાની ટ્રિક
મિલ્ક કેક બનાવવાની રીત
1. સૌથી પહેલા એક જાડા તળિયાના વાસણમાં દૂધ ગરમ કરવા મુકો. દૂધ ફુલ ફેટ હોય તે જરૂરી છે તો જ દાણેદાર મિલ્ક કેક બનશે. એટલા માટે માર્કેટમાંથી ફુલ ફેટ દૂધ ખરીદીને જ તેનો ઉપયોગ કરવો. દૂધ ઉકળવા લાગે એટલે તેને ધીરે ધીરે હલાવતા રહેવું અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી દૂધ ઘટ્ટ થઈને અડધું ન થઈ જાય.
2. દૂધ જ્યારે અડધું થઈ જાય અને એકદમ ઘટ્ટ થવા લાગે ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરો અને એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. લીંબુના રસવાળું પાણી ઉકળતા દૂધમાં ધીરે ધીરે ઉમેરો અને સાથે દૂધને પણ હલાવતા રહો. ધ્યાન રાખવું કે લીંબુનું પાણી એકવારમાં બધું જ મિક્સ ન કરવું એક એક ચમચી કરીને દૂધમાં લીંબુનું પાણી મિક્સ કરવું. આ પ્રોસેસના કારણે જ મિલ્ક કેક દાણીદાર બને છે એટલે અહીં ઉતાવળ ન કરવી.
આ પણ વાંચો: Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી
3. ધીરે ધીરે લીંબુના રસવાળું પાણી દૂધમાં ઉમેરશો એટલે દૂધમાં દાણા પડવા લાગશે. જ્યારે દૂધ ફાટી જાય અને તેમાંથી દાણા બની જાય ત્યારે તેમાં ધીરે ધીરે કરીને ખાંડ ઉમેરો. ખાંડ પણ એક સાથે ઉમેરવાનું ટાળવું. થોડી થોડી ખાંડ ઉમેરતા જવું અને દૂધને હલાવતા રહેવું. જો એક સાથે બધી ખાંડ ઉમેરી દેશો તો દૂધનું મિશ્રણ પાતળું થઈ જશે. મિલ્ક કેક પરફેક્ટ બનાવી હોય તો 200 ગ્રામ ખાંડને ત્રણથી ચાર સ્લોટમાં ડિવાઈડ કરી ધીરે ધીરે ઉમેરો અને દૂધને હલાવતા રહો.
4. ખાંડ ઉમેર્યા પછી દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર, દેશી ઘી ઉમેરો. ઘી ઉમેર્યા પછી દૂધનું મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. હવે મિલ્ક કેક જે વાસણમાં સેટ કરવી હોય તેને ઘી થી ગ્રીસ કરો અને પછી તેમાં દૂધનું મિશ્રણ ઉમેરી દો. દૂધના મિશ્રણ પર ઉપરથી પિસ્તા અને બદામની કતરણ છાંટી દો. મિલ્ક કેક ને ચાર થી પાંચ કલાક રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દો. જ્યારે મિલ્ક કે ઠંડી થઈ જાય ત્યારે તેને વાસણમાંથી કાઢીને તેના ટુકડા કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)