SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kalakand: ફાટેલા દૂધમાંથી ઘરે બનાવો કલાકંદ, સ્વાદિષ્ટ કલાકંદ બનાવવા ફાટેલા દૂધ સિવાય ફક્ત 4 વસ્તુઓની જરૂર પડશે

Kalakand Recipe: જો ક્યારેય ઘરમાં દૂધ ફાટી જાય તો દૂધને ફેંકવાની ભુલ ન કરતાં. ફાટેલા દૂધમાંથી સ્વાદિષ્ટ કલાકંદ બનાવી લેજો. ફાટેલા દૂધમાંથી કલાકંદ કઈ રીતે બનાવવું ચાલો તમને જણાવીએ.

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 03:16 PM IST | Updated: Oct 23, 2026, 03:22 PM IST
Join

Kalakand Recipe: ઘણીવાર એવું થાય છે કે દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને અચાનક જ દૂધ ફાટી જાય. ગરમીના દિવસોમાં આવું વધારે થાય છે. ગરમ કરેલું દૂધ ફ્રિજમાં મૂકવામાં સમય લાગે તો પણ દૂધ ફાટી જતું હોય છે. જ્યારે પણ દૂધ ફાટે છે ત્યારે તેનું શું કરવું તેવો પ્રશ્ન ઉભો થાય છે. ઘણી વખત તો ગૃહિણીઓ દૂધ ફાટી જાય એટલે તેને ફેંકી દેતી હોય છે કારણ કે તેમને ખબર જ નથી હોતી કે ફાટેલા દૂધમાંથી પણ અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે. જેમકે ફાટેલા દૂધમાંથી તમે ઘરે સ્વાદિષ્ટ કલાકંદ બનાવી શકો છો.

આ પણ વાંચો: Thalipeeth Recipe: સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવી જુવારના લોટની થાલીપીઠ બનાવવાની રીત

કલાકંદ દૂધમાંથી બનતી મીઠાઈ છે.. ઘરમાં દૂધ ફાટી જાય તો તેમાં કેટલીક સામગ્રી ઉમેરીને તમે ઘરે પણ સ્વાદિષ્ટ અને દાણેદાર કલાક બનાવી શકો છો.. જો તમારા ઘરમાં મીઠાઈ ખાવાના શોખીન લોકો હોય તો આ રીત વાંચી લો અને પછી જ્યારે દૂધ ફાટે ત્યારે તેને ફેંકવાને બદલે તેમાંથી સ્વાદિષ્ટ કલાકંદ બનાવજો.

કલાકંદ બનાવવા માટેની જરૂરી સામગ્રી

ફાટેલું દૂધ 
તાજુ દૂધ 
ખાંડ દૂધના પ્રમાણ અનુસાર 
એલચી પાવડર 
સજાવટ માટે બદામ અને પિસ્તાની કતરણ.

ફાટેલા દૂધમાંથી કલાકંદ બનાવવાની રીત

1. સૌથી પહેલા તો જે દૂધ ફાટી ગયું હોય તેને મલમલના કપડાની મદદથી ગાળી લો. ફાટેલા દૂધને ઠંડા પાણીથી સાફ કરો જેથી તેમાં રહેલી ખટાશ નીકળી જાય. ત્યાર પછી ફાટેલા દૂધને થોડી મિનિટ કપડામાં રહેવા દો જેથી તેમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય.

આ પણ વાંચો: Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

2. ત્યાર પછી ફાટેલા દૂધને એક મોટી પ્લેટમાં કાઢો. અને હળવા હાથે ધીરે ધીરે મસળો જેથી ફાટેલું દૂધ દાણેદાર બની જાય.

3. ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મુકો અને તેમાં અડધો કપ દૂધ અને પાણી કાઢેલું ફાટેલું દૂધ ઉમેરી દો અને મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી બળી ન જાય.

4. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી દો. જો એકથી દોઢ લીટર દૂધ ફાટ્યું હોય અને તેના માવાનો તમે ઉપયોગ કર્યો હોય તો કલાકંદ બનાવવામાં 4 થી 5 મોટી ચમચી ખાંડ ઉમેરી શકો છો. ખાંડનું પ્રમાણ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો.

5. ખાંડ ઉમેર્યા પછી મિશ્રણને સતત હલાવતા રહો.. જ્યારે કલાકંદ એકદમ ઘટ્ટ થઈ જાય અને કઢાઈની કિનારી છોડવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો. એલચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો.

6. હવે એક થાળી કે ટ્રેમાં ઘી લગાડો અને તેમાં તૈયાર કરેલું કલા કંદ પાથરી દો.. કલાકંદનું મિશ્રણ ગરમ હોય ત્યારે તેના પર પિસ્તા અને બદામની કતરણ છાંટી દો. ત્યાર પછી મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેના ટુકડા કરી લો. બસ રેડી થઈ જશે સ્વાદિષ્ટ કલાકંદ
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES