Good Cholesterol: શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા પર પણ આપો ધ્યાન, જાણી લો કઈ વસ્તુઓ વધારે ગુડ કોલેસ્ટ્રોલ ?
How To Increase Good Cholesterol: હાર્ટને હેલ્ધી રાખવાની વાત હોય તો હંમેશા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાની જ વાત કરવામાં આવે છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે ગુડ કોલેસ્ટ્રોલ ઓછું હોય તો તેને વધારવું. તો ચાલો આજે તમને જણાવીએ કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધી શકે.
How To Increase Good Cholesterol: હાર્ટને હેલ્ધી રાખવાની વાત હોય તો હંમેશા બેડ કોલેસ્ટ્રોલની જ ચર્ચા થાય છે. જેમકે બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેને કઈ રીતે ઘટાડવું, બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ વસ્તુઓ ખાવી, બેડ કોલેસ્ટ્રોલ ન વધે તે માટે શું કરવું વગેરે.. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે તે પણ જરૂરી હોય છે. પરંતુ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ કેવી રીતે વધારવું, તેનું મહત્વ શું છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ જરૂરી હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ શરીર માટે ગુડ કોલેસ્ટ્રોલ જરૂરી શા માટે છે અને તેને વધારવા માટે શું કરી શકાય ?
ગુડ કોલેસ્ટ્રોલ એટલે શું ?
સૌથી પહેલા તો સમજીએ ગુડ કોલેસ્ટ્રોલ શું છે અને શરીર માટે તે શા માટે જરૂરી છે. ગુડ કોલેસ્ટ્રોલ જેને મેડિકલ રિપોર્ટમાં એચડીએલ તરીકે નોંધવામાં આવે છે તે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે HDL નું ફુલ ફોર્મ છે હાઈડેન્સી લીપોપ્રોટીન. એચ ડી એલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ શરીર માટે એટલા માટે જરૂરી છે કે તે આર્ટરીઝમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને હટાવીને લીવર સુધી પહોંચાડે છે અને લીવર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢે છે. આ પ્રોસેસ માટે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે હોય તે જરૂરી છે તેનાથી હૃદયની બીમારી અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.
ગુડ કોલેસ્ટ્રોલ કઈ રીતે વધારવું ?
શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ પૂરતા પ્રમાણમાં હોય તે પણ જરૂરી છે. જેમ અગાઉ જણાવ્યું તેમ ગુડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ બહાર કાઢવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારા શરીરમાં પણ ગુડ કોલેસ્ટ્રોલ ઓછું છે તો તેને આ 5 વસ્તુઓ ખાઈને વધારી શકો છો. હેલ્થ એક્સપર્ટે જણાવેલી આ 5 વસ્તુઓ ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે.
બદામ, અખરોટ, પિસ્તા
હેલ્થ એક્સપર્ટ અનુસાર બદામ, અખરોટ અને પિસ્તા જેવા હેલ્થી નટ્સ ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ ડ્રાયફ્રુટ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે. પુખ્ત વયના વ્યક્તિ રોજ એક મુઠ્ઠી મિક્સ નટ્સ ખાય તો ગુડ કોલેસ્ટ્રોલ લેવલમાં સુધારો થઈ શકે છે.
ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલને હાર્ટ માટે ફાયદાકારક તેલ માનવામાં આવે છે. એક્સ્ટ્રા વર્જીન ઓલિવ ઓઈલને તમે આહારમાં સામેલ કરી શકો છો તે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે. ઓલિવ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. જે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. ઓલિવ ઓઇલનો ઉપયોગ તમે કુકિંગમાં પણ કરી શકો છો અને સલાડમાં ડ્રેસિંગ તરીકે પણ કરી શકો છો.
આખા અનાજ
શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવું હોય તો આખા અનાજનો સમાવેશ આહારમાં કરો. ઓટ્સ સહિતના આખા અનાજમાં સોલ્યુએબલ ફાઇબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે. તમે આખા અનાજને ડાયટમાં અલગ અલગ રીતે સામેલ કરી શકો છો તેનો લોટ બનાવીને તેની રોટલી બનાવીને પણ ખાઈ શકાય છે.
ઓમેગા 3 ફેટી એસિડ
આહારમાં એવી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય.. જેમાં ફેટી ફિશનો સમાવેશ થાય છે. ઓમેગા 3 ફેટી એસિડ ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે અને હાર્ટને પણ હેલ્ધી રાખે છે. જો તમે ફીશ ન ખાતા હોય તો તમે ડોક્ટરની સલાહ લઈને તેના સપ્લીમેન્ટ પણ લઈ શકો છો.
એવોકાડો
એવોકાડો મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. એવોકાડો ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તમે સલાડ સાથે, ચટણી તરીકે કે પછી સ્મુધી બનાવીને ડાયટમાં સામેલ કરી શકો છો. એવોકાડો પણ ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)