Farali Dosa: રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો ? તો ફરાળી સુકી ભાજી સાથે બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રીત
Farali Dosa Recipe: ઉપવાસમાં રાજગરાના થેપલા-પુરી ખાઈને તમે પણ કંટાળી ગયા હશો એટલે આજે તમને ફરાળી ઢોસા બનાવવાની રીત જણાવીએ. બટેટાની સુકી ભાજી સાથે ફરાળી ઢોસા ખાવાની તમને પણ મજા આવશે.
Farali Dosa Recipe: વ્રત ઉપવાસ હોય ત્યારે ઘરમાં અલગ અલગ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે. જેમાં સૌથી વધારે બટેટાની સૂકી ભાજી બનતી હોય છે. બટેટાની સૂકી ભાજી સાથે રાજગરાની પુરી અથવા તો થેપલા વધારે ખવાય છે. પણ તમે ક્યારેય બટેટાની સૂકી ભાજી સાથે ફરાળી ઢોસા ખાધા છે ? જો તમે અત્યાર સુધી ફરાળી ઢોસા ટ્રાય નથી કર્યા તો ચાલો તમને જણાવીએ ફરાળી ઢોસા બનાવવાની રીત.
ફરાળમાં બનેલી સૂકી ભાજી સાથે તમે ફરાળી ઢોસા ખાઈ શકો છો. ફરાળી ઢોસા દહીં અને ચટણી સાથે પણ ટેસ્ટી લાગે છે. તમારા ઘરમાં પણ બટેટાની સૂકી ભાજી સાથે ફરાળી થેપલા કે પૂરી જ બનતા હોય તો તેને બદલે ફરાળી ઢોસા પણ બનાવી શકો છો. ફરાળી ઢોસા ઓછા ચારથી પાંચ સામગ્રી થી જ બની જાય છે. જો તમારા ઘરમાં સામો અને રાજગરાનો લોટ છે તો તમે ફરાળી ઢોસા બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ ફરાળી ઢોસા કેવી રીતે બનાવવાના હોય.
આ પણ વાંચો: Farali Idli: નવરાત્રીના વ્રતમાં ખાઈ શકાય તેવી સામાની ઈડલી બનાવવાની નોંધી લો રીત
ફરાળી ઢોસા માટેની સામગ્રી
રાજગરાનો લોટ અડધો કપ
સામો અડધો કપ
ખાટી છાશ અડધો કપ
આદુ-મરચાની પેસ્ટ બે ચમચી
મીઠું
તેલ
ફરાળી ઢોસા બનાવવાની રીત
- ઢોસા બનાવવાના હોય તેની થોડી કલાક પહેલા સામો પલાળી દેવો. એક બાઉલમાં સામો લેવો અને તેમાં પાણી ઉમેરી બે કલાક પલાળી દો.
- બે કલાક પછી સામામાંથી વધારાનું પાણી કાઢીને પલાળેલા સામાન્ય મિક્ષ્ચરમાં વાટીને મિશ્રણ તૈયાર કરો.
આ પણ વાંચો: Farali Recipe: નવરાત્રીમાં વ્રતમાં નાસ્તામાં બનાવો ફરાળી મસાલા પરોઠા, દહીં સાથે ખાવાની મજા પડી જશે
- હવે આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢો અને તેમાં ધીરે ધીરે કરીને રાજગરાનો લોટ અને ખાટી છાશ ઉમેરો. સાથે જ તેમાં આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે હલાવો. હવે આ મિશ્રણને ઢાંકીને સાતથી આઠ કલાક આથો આવે તે માટે રાખી દો.
- સાતથી આઠ કલાક પછી ઢોસાના બેટરમાં આથો આવી ગયો હશે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિશ્રણમાંથી નોન સ્ટિક પેન પર ઢોસા ઉતારો. ઢોસાને નોનસ્ટીક પેન પર બરાબર શેકીને ઘરમાં ગરમ સર્વ કરો.
- સામા અને રાજગરાના લોટના ઢોસા બટેટાની સુકી ભાજી સાથે ટેસ્ટી લાગે છે.