SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karva Chauth: કરવા ચોથનું વ્રત સારી રીતે કરવું છે ? તો સવારના સમયે ખાજો આ વસ્તુઓ, આખો દિવસ નબળાઈ નહીં લાગે

Karva Chauth Health Tips: કરવા ચોથનું વ્રત કરતી યુવતીઓ માટે મહત્વપૂર્ણ જાણકારી છે. જો વ્રત શરુ થાય તે પહેલા થતી સરગીમાં કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો તેનાથી આખો દિવસ એનર્જી રહે છે અને નબળાઈ લાગતી નથી. આ વસ્તુઓ કઈ છે અહીં જાણો.

Written By Krupa Shah
Published: Oct 25, 2026, 09:35 AM IST | Updated: Oct 25, 2026, 09:37 AM IST
Join

Karva Chauth Health Tips: કરવા ચોથનું વ્રત યુવતીઓ પોતાના પતિ માટે કરતી હોય છે. કરવા ચોથનું વ્રત સૌથી મુશ્કેલ વ્રતમાંથી એક છે કારણ કે આ વ્રતમાં સૂર્યોદય પછી પાણી પણ પીવાની મનાઈ હોય છે. સૂર્યોદય પહેલા સરગી કરવામાં આવે છે ત્યાર પછી રાત્રે ચંદ્રની પૂજા કરીને વ્રત ખોલવામાં આવે છે. દિવસ દરમિયાન પાણી પણ પીવાનું ન હોવાથી ઘણી યુવતીઓને વ્રત દરમ્યાન નબળાઈનો અનુભવ થાય છે. કરવા ચોથનું વ્રત સારી રીતે કરી શકાય અને દિવસ દરમિયાન એનર્જી પણ જળવાઈ રહે તે માટે સવારની સરગીમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

આ પણ વાંચો: Most Healthy Roti: રાગી, જુવાર કે મલ્ટીગ્રેન કયા લોટની રોટલી ખાવી સૌથી સારી ? હેલ્ધી રોટલી વિશે મેળવો જાણકારી

સૂર્યોદય પહેલા જે સરગી કરવાની હોય છે તેમાં મોટાભાગે ચટપટી, મસાલેદાર અને તળેલી વસ્તુઓ ખાવામાં આવે છે. તેની સાથે ચા કે કોફી જેવા પીણા પીવામાં આવે છે. પરંતુ વધારે પડતા મસાલાવાળી અને તળેલી વસ્તુઓ ખાવાથી દિવસ દરમિયાન વધારે તરસ લાગી શકે છે. ચા અને કોફીના કારણે પણ એસિડિટી થઈ શકે છે. સરગીમાં આવી વસ્તુઓ ખાવાને બદલે જો હેલ્ધી ઓપ્શન પસંદ કરવામાં આવે તો દિવસ દરમિયાન વારંવાર ભુખ પણ નથી લાગતી અને એનર્જી પણ જળવાઈ રહે છે.

સૂર્યોદય પહેલા કરવાના ભોજનને સરગી કહેવામાં આવે છે. આ સરગીમાં કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને નબળાઈ લાગતી નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર સરગી એવી હોવી જોઈએ જેમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરેલો હોય. ચાલો તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને સરગીમાં ખાવાથી દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

આ પણ વાંચો: Kalakand: ફાટેલા દૂધમાંથી ઘરે બનાવો કલાકંદ, સ્વાદિષ્ટ કલાકંદ બનાવવા ફાટેલા દૂધ સિવાય ફક્ત 4 વસ્તુઓની જરૂર પડશે

દહીં અને પનીર

કરવા ચોથની સરગીમાં દહીં અને પનીર નો સમાવેશ કરવો જોઈએ. દહીં અને પનીરથી શરીરને પ્રોટીન મળે છે જેનાથી નબળાઈ નો અનુભવ થતો નથી અને પ્રોટીનથી ભરપૂર આ વસ્તુઓ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી.

કેળા અને સફરજન

સરગીમાં કેળા અને સફરજન નો પણ સમાવેશ કરી શકો છો. કેળા પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. સફરજન પણ પોષક તત્વો પૂરા પાડે છે. આ બંને ફળ સવારની સરગીમાં ખાવા જોઈએ તેનાથી શરીરને એનર્જી મળે છે.

ઓટ્સ અને દલિયા

સવારની સરગીમાં મીઠાઈ અને ફરસાણ ખાવાને બદલે ઓટ્સ અને દલિયા જેવો આહાર લેવો જોઈએ. ફાઇબરથી ભરપૂર દલિયા અને ઓટ્સ પેટ કલાકો સુધી ભરેલું રાખશે અને ભૂખ ઓછી લાગશે. સરગી માટે તમે દૂધ ઉમેરીને દલિયા બનાવી શકો છો. ઓટ્સમાં પણ અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને ટેસ્ટી ઓટ્સ બનાવી સરગીમાં સામેલ કરી શકો છો.

નાળિયેર પાણી અને છાશ

શરદીમાં ખાદ્ય વસ્તુઓની સાથે પ્રવાહી હોય તે પણ જરૂરી છે. શરીરને એનર્જી પૂરી પાડે તેવા પ્રવાહીમાં છાશ અને નાળિયેર પાણીનો સમાવેશ કરી શકો છો. છાશ અને નાળિયેર પાણી સરગીમાં લેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. નાળિયેરમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ નબળાઈ થી બચાવશે.

ડ્રાય ફ્રૂટ્સ

સરગીમાં ઉપર જણાવ્યા અનુસારની વસ્તુઓ અને પ્રવાહીનો સમાવેશ કરવાની સાથે એક વાટકી મિક્સ ડ્રાયફ્રુટ પણ ખાવા. ડ્રાયફ્રૂટ્સ હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઇબર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરને એનર્જી મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES