SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Home Remedies: દવા વિના શરદી-ઉધરસ મટાડવા છે ? આ રહ્યો સૌથી અસરકારક ઘરેલુ નુસખો

Home Remedies: ઋતુ પરિવર્તનના સમયમાં શરદી-ઉધરસના કેસ વધી જાય છે. શરદી-ઉધરસથી દવા વિના છુટકારો મેળવવો હોય તો તેના માટે શું કરવું તેનો ઉપાય આજે તમને જણાવીએ. ડોક્ટર્સ પણ આ ઉપાયને અસરકારક માને છે.

Written By Krupa Shah
Published: Oct 19, 2026, 12:55 PM IST | Updated: Oct 19, 2026, 12:58 PM IST
Join

Home Remedies: જ્યારે પણ ડબલ ઋતુ શરૂ થાય ત્યારે શરદી-ઉધરસની સમસ્યા વધી જાય છે. અત્યારે પણ ડબલ ઋતુ શરૂ થઈ ચૂકી છે. દિવસ દરમિયાન ગરમી હોય છે અને રાત પડે એટલે ઠંડક થઈ જાય છે. આ સિઝનમાં શરદી ઉધરસની સમસ્યા સામાન્ય થઈ જાય છે. મિશ્ર ઋતુમાં થતી શરદી ઉધરસની સમસ્યાથી દવા વિના રાહત મેળવવી હોય તો શું કરવું તેનો ઉપાય ડોક્ટરે જણાવ્યો છે.

ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે. આવા સમયે શરદી, છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું, ઉધરસ, ગળામાં ખરાશ જેવી તકલીફો વધી જાય છે. શરદી-ઉધરસની સમસ્યા એવી છે જેનો ચેપ પણ તુરંત લાગે છે. ઘણા લોકોને તો શિયાળામાં વારંવાર શરદી ઉધરસ થાય છે આવા સમયે વારંવાર શરદી ઉધરસ માટે દવા ન લેવી હોય તો ઘરેલુ નુસખા અપનાવી શકો છો. કેટલાક ઘરેલુ નુસખા પણ શરદી ઉધરસ મટાડવામાં અસરકારક છે. જો તમે દવા વિના શરદી ઉધરસ મટાડવા માંગો છો તો ડોક્ટરોએ જણાવેલા આ નુસખા અપનાવી શકો છો. આ નુસખા અપનાવાથી શરદી ઉધરસથી દવા વિના રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ શરદી ઉધરસ થાય ત્યારે શું કરવાથી દવા વિના તકલીફ મટી જાય.

આ પણ વાંચો: Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને

સ્ટીમ લેવી

સૌથી પહેલા તો શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય, ગળામાં તકલીફ હોય તો સ્ટીમ લેવાનું રાખો. સ્ટીમ લેવાના પાણીમાં અજમા અથવા તો નીલગીરી ઉમેરી શકો છો. દિવસમાં બે વખત સ્ટીમ લેવાથી શરદી ઉધરસ થી રાહત મળી શકે છે.

હુંફાળું પાણી પીવું

શરદી-ઉધરસ અને ગળાની તકલીફ હોય ત્યાં સુધી હૂંફાળું પાણી પીવાનો પ્રયત્ન કરો. હુંફાળું પાણી દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહેવાથી ગળાની ખરાશમાં રાહત થાય છે. હુંફાળુ પાણી પીવા ઉપરાંત સૂપ અને અન્ય ગરમ પ્રવાહી પણ લેતા રહેવું. તેનાથી કફથી પણ રાહત મળે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ પણ ઘટે છે.

ઉકાળો પીવો

શરદી-ઉધરસ માટે દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના ઉકાળા બનતા હોય છે. ઘણા લોકો તુલસી અને આદુનો ઉકાળો બનાવે છે તો ઘણા લોકો અજમા અને હળદરનો ઉકાળો પીતા હોય છે. તમને જે પણ વસ્તુ માફક આવતી હોય તેનો ઉકાળો બનાવીને તમે દિવસ દરમિયાન પી શકો છો. શરદી-ઉધરસ માટે બેસ્ટ ઉકાળો હળદર, આદુ અને તુલસીના પાનનો છે. ઉકાળો બનાવી લીધા પછી તેમાં થોડું મધ ઉમેરીને પી લેવું.

આ પણ વાંચો: Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

છાતી પર તેલ લગાવો

આજના સમયના લોકોને કદાચ ખબર નહીં હોય પરંતુ શરદી ઉધરસથી રાહત મેળવવા માટે તેલનો નુસખો વર્ષો જૂનો છે. છાતીમાં કફ ન જામે અને શરદી ઉધરસથી રાહત થાય તે માટે સરસવના તેલને ગરમ કરીને છાતી પર લગાડવામાં આવે છે. સરસવના તેલની ગરમી શરદી ઉધરસ થી રાહત આપવામાં મદદ કરી શકે છે અને શરીરને ગરમાવો રહે છે.

ઠંડા પીણા પીવાનું ટાળો

શરદી ઉધરસ થયા હોય ત્યારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ. આમ તો શરદી ઉધરસ ક્યારે નહીં પરંતુ મિશ્ર ઋતુ હોય ત્યારે પણ આવી વસ્તુઓ ખાવાનું ટાળવું. આ સિવાય જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે કાનમાં રૂ રાખો જેથી ઠંડી હવાથી બચી શકાય.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES