• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Gas Relief Remedy: માત્ર થોડા જ સમયમાં ગેસથી રાહત મેળવવી છે? અપનાવો આ 5 માંથી કોઈ 1 દેશી ઉપાય

Gas Relief Remedy: માત્ર થોડા જ સમયમાં ગેસથી રાહત મેળવવી છે? અપનાવો આ 5 માંથી કોઈ 1 દેશી ઉપાય

Gas Relief Remedy: જો તમે પણ ફુલેલા પેટ અને ગેસથી પરેશાન હોય અને આ સમસ્યાથી તુરંત રાહત મેળવવા ઈચ્છતા હોય તેના માટે 1 નહીં 5 ઓપ્શન તમને જણાવીએ. આ 5 માંથી કોઈપણ એક ઉપાય અજમાવો. આ દેશી ઈલાજ પેટના ગેસથી રાહત અપાવી શકે છે.

Written ByKrupa Shah
Published: Sep 30, 2026, 11:50 AM IST|Updated: Sep 30, 2026, 11:51 AM IST
joinshare
Gas Relief Remedy: માત્ર થોડા જ સમયમાં ગેસથી રાહત મેળવવી છે? અપનાવો આ 5 માંથી કોઈ 1 દેશી ઉપાય

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gas Relief Remedy: પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ગેસ થવો અને પેટ ફૂલી જવું સૌથી સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને જમ્યા પછી ગેસ થતો હોય છે. જો પેટમાં જરૂર કરતાં વધારે ગેસ બની જાય તો તેના કારણે પેટમાં દુખાવો થવો, બેચેની થવી અને પેટ ફૂલી જવું જેવી તકલીફો થાય છે. ગેસના કારણે પેટ ફુલી જાય તો ગેસ નીકળે નહીં ત્યાં સુધી શાંતિથી બેસી પણ શકાતું નથી. પેટમાં વધેલા ગેસના કારણે રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. તેમાં પણ જો ગેસ પેટમાં લોક થઈ જાય તો સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.

પેટમાં વધેલા ગેસની સમસ્યાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય વર્ષોથી પ્રચલિત છે. આજે તમને ગેસથી તુરંત રાહત આપે તેવા 5 ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. આ ઉપાયો ગેસની તકલીફથી તુરંત રાહત આપી શકે છે. 5 ઉપાયમાં 5 અલગ અલગ વસ્તુનો ઉપયોગ છે તેથી એક સમયે કોઈ પણ 1 ઉપાય અપનાવવો. જે વસ્તુ શરીરને માફક આવતી હોય તેનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે.

પેટના ગેસથી રાહત આપતી 5 ઘરેલુ વસ્તુઓ

અજમા

પેટમાં ગેસ થયો હોય તો તેનો રામબાણ ઈલાજ અજમા છે. જ્યારે પેટ ભારે થઈ જાય અને ગેસ વધી જાય તો એક નાની ચમચી અજમામાં સંચળ ઉમેરી ખાઈ લેવા. સાથે જ હુંફાળું પાણી પી લેવું. અજમા અને સંચળ હુંફાળા પાણી સાથે લેવાથી ગેસની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે.

સંચળ

પેટ ફુલવાની અને ગેસની સમસ્યાથી રાહત માટે સંચળ પણ આપી શકે છે જીરું, અજમા, નાની હરડે અને સંચળ બરાબર માત્રામાં લઈ મિક્સ કરી પાવડર બનાવી લો. તૈયાર કરેલો પાવડર બે ગ્રામની માત્રામાં હુંફાળા પાણી સાથે પી લો. ગેસની સમસ્યા રોજ રહેતી હોય તો જમ્યા પછી આ ચૂર્ણ રોજ લઈ લેવું.

આદુ

પેટમાં ગેસની સમસ્યા હોય તો આદુ પણ ફાયદાકારક ગણાય છે. આદુનો એક નાનકડો ટુકડો કરી તેના પર મીઠું છાંટી દિવસમાં બે થી ત્રણ વખત ખાવું. તેનાથી ગેસની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આદુ ખાવાથી પાચન પણ સુધરશે અને ભૂખ પણ બરાબર લાગશે.

મરી અને સૂંઠ

ગેસ થી રાહત અપાવવામાં મરી અને સૂંઠ પણ ફાયદાકારક છે. એક ચમચી કાળા મરીના પાવડરમાં એક ચમચી સૂંઠ અને એક ચમચી એલચી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને જમ્યા પછી એક કલાક પછી પાણી સાથે લઈ લેવું. તેનાથી પાચન સુધરશે અને ગેસની સમસ્યાથી પણ રાહત મળી શકશે.

હરડે

ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં હરડે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. હરડેને મધ સાથે મિક્સ કરીને ખાવાથી ગેસ, એસીડીટી અને અપચાની સમસ્યાથી રાહત મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News