SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tulsi Plant: તુલસી કરમાઈ રહ્યા છે ? અહીં દર્શાવેલી ટીપ્સ ફોલો કરો, તુલસીનો સુકાતો છોડ લીલોછમ્મ થઈ જશે

Tulsi Plant Care: ઘરમાં રાખેલા તુલસી કરમાવા લાગ્યા હોય કે તેના પાન ખરવા લાગ્યા હોય તો આજથી જ આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો. આ ટીપ્સ તુલસીના છોડને લીલોછમ્મ કરવામાં મદદ કરી શકે છે.

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 12:57 PM IST | Updated: Oct 23, 2026, 01:00 PM IST
Join

Tulsi Plant Care: શું તમારા ઘરમાં રાખેલો તુલસીનો છોડ પણ સુકાવા લાગ્યો છે કે પછી તેના પાન અચાનક જ ખરવા લાગ્યા છે ? જો તમારો જવાબ હા હોય તો તમારે તુલસીનું ધ્યાન રાખવાની રીત બદલવાની જરૂર છે. વાતાવરણમાં થયેલા ફેરફારની અસર તુલસીના છોડને થાય છે. દિવસનો તડકો અને રાત્રે લાગતી ઠંડીના કારણે તુલસીનો છોડ સુકાવા લાગે છે અને તેના લીલા પાન પણ ખરી જાય છે. આવું ન થાય તે માટે તુલસીની દેખરેખ કરવાની રીત બદલવી જોઈએ. શિયાળાની શરૂઆતમાં તુલસીના છોડનું ધ્યાન કઈ રીતે રાખવાનું હોય તેની ટિપ્સ એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવી છે. હાલ જે ઋતુ છે તેમાં તુલસીનું ધ્યાન આ રીતે રાખશો તો તુલસીનો છોડ સુકાશે નહીં અને ગ્રોથ વધી જશે.

આ પણ વાંચો: Gardening Tips: આ રીત ફોલો કરી ઘરે પાણીના ટબમાં ઉગાડો કમળના ફૂલ, એકદમ સરળ છે રીત

મિશ્ર ઋતુમાં તુલસીનું ધ્યાન રાખવાની રીત

ઘરમાં રાખેલો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ધાર્મિક દ્રષ્ટિએ પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ દરેક ગૃહિણી એ જાણવા માંગતી હોય છે કે તુલસીના છોડને સુકાતો અટકાવવા માટે શું કરવું ? ગાર્ડનિંગ એક્સપર્ટ અનુસાર હાલ જે ઋતુ પરિવર્તનનો સમય છે તેમાં તુલસીનો છોડનો સુકાય અને તુલસીનો ગ્રોથ વધે તે માટે નીચે દર્શાવ્યા અનુસાર ફોલો કરવી.

તુલસીના માંજર ઉતારવા

તુલસી પર જ્યારે માંજર ઉગે છે ત્યારે છોડનો ગ્રોથ સ્લો થઈ જાય છે. ઘણા લોકો તુલસીના માંજર સુકાય ત્યાં સુધી ઉતારતા નથી જેના કારણે તુલસીનો છોડ પણ કરમાવા લાગે છે. ગાર્ડનિંગ એક્સપર્ટ અનુસાર તુલસીમાં માંજર આવે એટલે તેને ઉતારી લેવા જોઈએ.

વધારે પાણી ન ઉમેરવું

તુલસીના છોડમાં વધારે પડતું પાણી ઉમેરવાથી પણ તુલસીનો છોડ કરમાવા લાગે છે કે પછી તેના પાન પીળા પડવા લાગે છે. જો તમારા તુલસીના છોડના પાન પીળા થઈ ગયા હોય તો સમજી લેજો કે તમે જરૂર કરતાં વધારે પાણી ઉમેરી રહ્યા છો. તુલસીમાં વધારે પાણી નાખવાથી તેના મૂળ સડવા લાગે છે અને તુલસીનો છોડ કરમાઈ જાય છે.

આ પણ વાંચો: Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ

11 થી 3 તડકાથી બચાવો

તુલસીના છોડનો ગ્રોથ સારો થાય તે માટે તડકો અને છાયો બંને જરૂરી હોય છે. જો તુલસીના છોડને તડકો ન મળે તો પણ તુલસી નો છોડ મરી જાય છે અને વધારે પડતો તડકો મળે તો પણ તુલસીનો છોડ ડ્રાય થઈ જાય છે. તડકા છાયાનું બેલેન્સ જળવાઈ રહે તે માટે તુલસીના છોડને 11 થી 3 વાગ્યા સુધીના તડકાથી બચાવો. આ સમયનો તડકો તુલસીનો છોડને નુકસાન કરે છે. બપોરે 3 વાગ્યા સુધી તુલસીના છોડને છાયો હોય તેવી જગ્યાએ રાખો અથવા તો તુલસીના છોડ પર છાયો આવે તેવી વ્યવસ્થા કરો.

ઠંડી હવાથી બચાવો

શિયાળાની શરૂઆત ધીરે ધીરે થવા લાગી છે રાતના સમયે ઠંડા પવન અને વાતાવરણમાં ઠંડક વધી જાય છે. વધારે પડતા ઠંડા પવનના કારણે પણ તુલસી સુકાવા લાગે છે. તેથી રાતના સમયે તુલસી પર કોઈ કપડું ઢાંકી દો કે પછી તુલસીને ઠંડી હવા ન લાગે તેવી વ્યવસ્થા કરો. શિયાળાની ઠંડી હવા તુલસીનો છોડને સુકાવી દે છે.

આ પણ વાંચો: Home Remedies: માથાના દુખાવાથી લઈ પેટની સમસ્યા માટેના ફેમસ ઘરેલુ નુસખા, આમાંથી તમે કેટલા ટ્રાય કરેલા છે ?

તુલસીના છોડ માટે ખાતર

તુલસીનો છોડ સુકાઈ નહીં અને તેનો ગ્રોથ વધે તે માટે તુલસીના છોડમાં થોડા થોડા દિવસે ખાતર ઉમેરી શકાય છે. તુલસીના છોડમાં વર્મી કમ્પોસ્ટ કે પછી છાણાનું ખાતર ઉમેરી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે ખાતરને ડાયરેક્ટ કુંડામાં છાંટવું નહીં. થોડી માટી લઈ તેમાં ખાતર મિક્સ કરી માટીને કુંડામાં છાંટવી. ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય તુલસીના છોડમાં ખાતર નાખવા માટે બેસ્ટ હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES