Ghee Purity Test: ઘી અસલી છે કે નકલી જાણવાની સૌથી સરળ રીત, આ રીતે ઘરે ચેક કરો ઘીની શુદ્ધતા
Ghee Purity Test: જો તમે પણ બજારમાંથી ઘી ખરીદીને લાવો છો તો તમારા માટે આ જાણકારી જરુરી છે. માર્કેટમાંથી લાવેલું ઘી અસલી છે કે નકલી ઘરે જાણવાની સરળ રીત આજે તમને જણાવીએ.
Ghee Purity Test: ઘીનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થાય છે. રસોઈથી લઈને મીઠાઈ બનાવવામાં ઘી સૌથી વધુ વપરાય છે. આ સિવાય આયુર્વેદિક ઔષધી તરીકે પણ ઘીનો ઉપયોગ થાય છે. હવે તહેવારોની સીઝન શરૂ થવાની છે તેમાં ઘરમાં ઘીનો વપરાશ પણ વધી જાય છે.. ઘીનો વપરાશ વધે એટલે માર્કેટમાંથી ઘી ખરીદવું પડે છે.
માર્કેટમાંથી ઘી ખરીદવા જાવ એટલે ઘી શુદ્ધ છે તેવું કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં ઘી શુદ્ધ છે કે નહીં તે ચકાસવું જરૂરી હોય છે. ઘણા લોકો ઘીમાં ભેળસેળ પણ કરતા હોય છે. આવું ઘી ઉપયોગમાં લેવાથી તબિયત બગડી પણ શકે છે. આજે તમને ઘી શુદ્ધ છે કે નહીં તે કઈ રીતે ઘરે કઈ રીતે ચકાસવું તેની રીત જણાવીએ. આ સરળ ટિપ્સ ફોલો કરશો એટલે તમને અંદાજ આવી જશે કે ઘરે આવેલું ઘી ચોખ્ખું છે કે નહીં.
ઘીની સુગંધ
શુદ્ધ ઘીની સુગંધ અલગ હોય છે. જ્યારે તમે શુદ્ધ ઘીને ગરમ કરો છો તો તેમાંથી મીઠી સુગંધ આવે છે. જો ઘી મીલાવટી કે ખરાબ હશે તો ઘી ગરમ કરશો એટલે વિચિત્ર ગંધ આવશે.
ઘીનો રંગ
શુદ્ધ ઘી હોય તો તેનો રંગ એકદમ પીળો નથી હોતો. મિલાવટી ઘી વધારે પડતું જ પીળું દેખાય છે. હળદર જેવું દેખાતું પીળું ઘી મીલાવટી હોઈ શકે છે. ઘીની શુદ્ધતા તેના લાઈટ યલો કે ગોલ્ડન જેવા રંગ પરથી ચકાસી શકાય છે.
ફ્રિજમાં રાખીને ચેક કરો
તમે જેમાં ઘી લઈ આવ્યા હોય તેમાંથી એક કે બે ચમચી ઘી વાટકીમાં કાઢો અને તેને ફ્રીજમાં રાખો.. ફ્રીજમાં રાખવાથી ઘી જામી જાય છે. જો ઘી જામી ગયા પછી તેનો રંગ બદલી જાય કે તેમાં વધારે ચિકાસ લાગે તો સમજી લેવું કે તેમાં ભેળસેળ કરેલી છે.
આયોડીન ટેસ્ટ
જો તમને લાગે છે કે ઘીમાં ભેળસેળ થઈ છે તો તમે આયોડિનની મદદથી પણ ટેસ્ટ કરી શકો છો. FSSAI પણ આ ટેસ્ટ કરવાની સલાહ આપે છે. તેના માટે માર્કેટમાંથી લાવેલા ઘીમાં થોડું પાણી ઉમેરીને ગરમ કરો. ત્યાર પછી તે પાણીમાં થોડું આયોડિન મિક્સ કરો. જો મિશ્રણનો રંગ બ્લુ જેવો દેખાય તો ઘીમાં સ્ટાર્ચ હોઈ શકે છે.
ઘી ખરીદીતી વખતે કઈ વાતો ચકાસવી
શુદ્ધ છે કે નહીં તે ચકાસવાની જરૂર જ નહીં પડે જો તમે ઘી ખરીદતા પહેલા આમતોનું ધ્યાન રાખશો. બજારમાંથી ઘી ખરીદો ત્યારે આ વાતો ને ધ્યાનમાં લેજો
- ઘી ના પેકેટ પર લખેલી સામગ્રી ધ્યાનપૂર્વક વાંચો
- ઘી વેચનારના લાયસન્સ વિશે જાણકારી મેળવી લો.
- પેકેટ પર એક્સપાયરી ડેટ, બેસ્ટ બીફોર જેવી મહત્વની તારીખો ખાસ ચકાસો
- જો તમે ખુલ્લું ઘી ખરીદતા હોય તો વિશ્વાસપાત્ર સ્થળથી જ ઘીની ખરીદી કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)