• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!

યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!

Vadodara News: પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ પર રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન થઈ છે. તાંદલજાનો વિવાદિત પ્લોટ સરકારે યુસુફ પઠાણને પાણીના ભાવે ફાળવી આપવાનો ઠરાવ કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

Written ByKinjal Patel
Published: Oct 21, 2026, 06:15 PM IST|Updated: Oct 21, 2026, 06:34 PM IST
joinshare
યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાજ્યના મુર્ધન્ય સાહિત્યકારોના સર્જન સાથે ‘ગુજરાત દીપોત્સવી અંક-૨૦૮૨’ પ્રકાશિત: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન

રાજ્યના મુર્ધન્ય સાહિત્યકારોના સર્જન સાથે ‘ગુજરાત દીપોત્સવી અંક-૨૦૮૨’ પ્રકાશિત: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન

2

Today Silver Rate Fall: ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના MCX પરના રેટ

3

Zee ની નવી રણનીતિ: TV અને ડિજિટલ પર પાછા ફરશે જૂના હિટ શો, જલ્દી દેખાશે ‘Jeena Isi Ka Naam Hai 2.0’, અનેક ભાષાઓમાં થશે લોન્ચ

4

SBIમાં કામ કરવાની તક: નહીં દેવી પડે કોઈ પરીક્ષા, ફક્ત ઇન્ટરવ્યૂના આધારે થશે સિલેક્શન, 1.60 કરોડ રૂપિયા છે CTC

5

યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ 978 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને મફતના ભાવે ફાળવી આપવા સરકારે ઠરાવ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલ્યો છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 20.53 કરોડ રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે, આ સરકારી જમીનમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને એકદમ નિઃશુલ્ક એટલે કે ભેટમાં આપવામાં આવશે.  જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન 45 ટકાના રાહત દરે માત્ર 5.52 કરોડ રૂપિયામાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના સ્થાયી સમિતિમાં 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં આપવાની દરખાસ્ત આવતાં મોટો વિવાદ સર્જાયો છે. સ્થાયી સમિતિના ચેરમેને રાજ્ય સરકારના ઠરાવના આધારે નિર્ણય લેવાયો હોવાનું કહ્યું.

"જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો

યુસુફ પઠાણને ફાળવેલ વિવાદિત પ્લોટની વાત કરીએ તો…

  • વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનનો ટીપી-22 ફાઇનલ પ્લોટ નં. 90 નો છે વિવાદ 
  • વર્ષ 2012 માં યુસુફ પઠાણે પોતાના મકાન પાસે આવેલો આ પ્લોટ બંગલો બનાવવા તથા સુરક્ષા અને રહેણાંક હેતુ માટે માંગ્યો હતો. 
  • VMC પાસે 99 વર્ષના લીઝ પર આ જમીન મેળવવા માટે દરખાસ્ત મૂકી હતી.
  • તે સમયના મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે દરખાસ્ત તૈયાર થઈ 
  • હરાજી કર્યા વગર પ્રતિ ચોરસ મીટરના રાહતદરે રૂ. 57,270ના ભાવે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવે. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થઈને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી
  • વર્ષ 2014 માં સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કરી પ્લોટ આપવાની ના પાડી 
  • VMC દ્વારા 9 જૂન 2020ના રોજ યુસુફ પઠાણને દબાણ ખુલ્લું કરવાની નોટિસ આપવામાં આવી 
  • ત્યારબાદ યુસુફ પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી 
  • ⁠ઓગસ્ટ મહિનામાં હાઇકોર્ટના સિંગલ જચે યુસુફ પઠાણને 'દબાણકર્તા' ગણાવ્યા અને ટિપ્પણી કરી હતી કે જો કાયદાનું પાલન ન કરનાર સેલિબ્રિટીઝને વિશેષ રાહત અપાય તો સમાજમાં ખોટો સંદેશ જાય 
  • સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં અરજી પાછી ખેંચી લેવામાં આવી 
  • બાદમાં સરકારે આ પ્લોટ યુસુફ પઠાણને પાણીના ભાવે ફાળવી દેવાનો ઠરાવ કર્યો 
  • સરકારે અન્ય કેસો માટે આ મિસાલ ગણાશે નહીં તેવી શરત રાખી

Gujarat News Live: ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા થયો લીક, બોલીવુડના 4 દિગ્ગજો 'ટાર્ગેટ' પર...!!

વર્ષ 2014 માં જ્યારે યુસુફે જમીનની માંગ કરી હતી ત્યારે સરકારે પ્રવર્તમાન નિયમો અને મંજૂરીના અભાવે જમીન ફાળવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ સમય બદલાતા અને રાજકીય સમીકરણો બદલાતા હવે આ મંજૂરી મળી ગઈ છે. જોકે, વિવાદ વધતાં કોર્પોરેશને અગાઉ આ ગેરકાયદે બાંધકામ સામે ડિમોલિશનની નોટિસ પણ ફટકારી હતી, જેની સામે યુસુફ પઠાણ હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસ આ નિર્ણયને રાજકીય વળતર અને પક્ષપલટાનું ઈનામ ગણાવી રહી છે. જ્યારે જેમણે પ્લોટમાં ગેરકાયદેસર દબાણને લઈ ફરિયાદ કરી હતી તેવા ભાજપના જ પૂર્વ કોર્પોરેટર સરકારના નિર્ણયને શિરોમાન્ય ગણાવી રહ્યા છે.

જોવા જઈએ તો તાજેતરમાં જ યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસ છોડીને એનડીએના ઘટક નેશનલ સિટિઝન્સ પાર્ટીના ઉપાધ્યક્ષ પદની જવાબદારી સંભાળી છે. ત્યારે સરકારે યુસુફ પઠાણનું આ ઋણ ચૂકવવા કોર્પોરેશનનો પ્લોટ પાણીના ભાવે આપવાનો નિર્ણય લીધો હોવાની રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઈ છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News