SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં સતત વધી રહ્યા છે કેન્સરના કેસ! એક જ વર્ષમાં 43000થી વધુ દર્દીઓના જીવ ગયા

National Cancer Awareness Day: ભારતમાં ડાયાબિટીસ બાદ હવે કેન્સરના કેસો પણ સતત વધતા જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે. આજનો દિવસ 7 નવેમ્બર દેશભરમાં 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ' તરીકે ઉજવાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના સાડા ત્રણ લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને એક જ વર્ષમાં કેન્સરથી 43 હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. નવજાત શિશુ માટે અમૃત સમાન માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશક મળી રહ્યા છે જે ચોંકાવનારું છે.

Written By Viral Raval
Published: Nov 07, 2026, 04:05 PM IST | Updated: Nov 07, 2026, 04:19 PM IST
Image Credit: AI Generated Image
Join

દેશભરમાં 7 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા અને તેની રોકથામ, શરૂઆતના તબક્કે જ ઓળખ, અને સમયસર સારવારનું મહત્વ સમજાવવા માટે છે. કેન્સર આજે  એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય પડકાર બની ચૂક્યો છે. કેન્સરના મામલે એવું કહી શકાય કે જાગૃતતાની કમી, શરૂઆતી લક્ષ્ણોને નજરઅંદાજ કરવા અને સમયસર તબીબી અભિપ્રાય ન લેવા એ અનેકવાર બીમારીના નિદાનમાં વિલંબનું કારણ બને છે. આવામાં લોકો કેન્સર અંગે યોગ્ય જાણકારી મેળવે અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે ખુબ જરૂરી છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. નાના બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.

Get Rid of Dark Circle: આંખ નીચેના કાળા કુંડાળા દુર કરવાનો વર્ષો જૂનો ઉપાય, 15 દિવસમાં ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ

ગુજરાતમાં સતત વધી રહ્યા છે કેસ

વહેલું નિદાન થાય તે જરૂરી!

કેન્સરમાં શરૂઆતના સ્ટેજે બીમારીનું નિદાન થાય તો બચવા માટેની શક્યતા 60થી 70 ટકા સુધી વધી શકે છે. જો કોઈ પણ પ્રકારના કેન્સરની શરૂઆતના તબક્કામાં જ જાણ થઈ જાય તો સારવારના પરિણામ વધુ સારા રહી શકે છે. આથી શરીરમાં થઈ રહેલા કોઈ પણ અસામાન્ય ફેરફારને નજરઅંદાજ કરવાની જગ્યાએ સમયસર ડોક્ટરની પાસે જઈને નિદાન કરાવવું જોઈએ.

આ લક્ષ્ણો પર ધ્યાન આપવું

જો કોઈ પણ સ્પષ્ટકારણ વગર વજન ઘટે, લાંબા  સમય સુધી ઉધરસ રહે કે અવાજમાં ફેરફાર જોવા મળે, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ મહેસૂસ થાય, કોઈ ઘા લાંબા સમય સુધી ઠીક ન થાય, અસમાન્ય રક્તસ્ત્રાવ, ખોરાક ગળવામાં મુશ્કેલી, મળ મૂત્રની આદતોમાં સતત ફેરફાર જેવા લક્ષ્ણો પર ખાસ ધ્યાન આપવું.

Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

જો કે આ લક્ષ્ણો હંમેશા કેન્સરના હોય તે જરૂરી નથી પરંતુ આમ છતાં આવું કઈ જોવા મળે તો તબીબી તપાસ જરૂરથી કરાવી લેવી હિતાવહ છે.

સકારાત્મક જીવનશૈલી

કેન્સરના જોખમને ઘટાડવામાં જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર પણ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમાકુ અને તેનાથી બનેલા ઉત્પાદનોનું સેવન મોંઢા, ગળા અન ફેફસા સહિત અનેક પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. 
આ ઉપરાંત દારૂના સેવનથી  બચવું, સંતુલિત તથા પૌષ્ટિક આહાર લેવો, નિયમિત વ્યાયામ કરવો, શરીરનું વજન જાળવી રાખવું અને પૂરતી ઊંઘ લેવી એ પણ સ્વસ્થ શરીર માટે જરૂરી છે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે અહેવાલો અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES