Couple Harmless Fights: લગ્નજીવનમાં પ્રેમની સાથે મીઠા ઝઘડાની પણ મજા હોય છે. ઘરની નાની-મોટી વાતો પર પતિ પત્ની વચ્ચે થતી મીઠી તકરાર પ્રેમ વધારે છે. એટલે જ તો કહેવાય છે કે પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોય. પતિ પત્ની વચ્ચે થતા આવી હાર્મલેસ ફાઈટ કોઈ મોટી વાતને લઈને નથી થતી. ઘરની સાવ સામાન્ય વાતો હોય છે તેના પર મોટાભાગના કપલ ઝઘડી પડતા હોય છે. આજે તમને 5 એવી ફાઈટ વિશે જણાવીએ જેના પર 99 ટકા કપલ વચ્ચે તકરાર થતી જ હોય છે.
લગ્નજીવનને ખાટામીઠા ઝઘડા વધારે મજબૂત અને રસપ્રદ બનાવે છે. આવા જ ખાટા મીઠા ઝઘડા દંપત્તિ વચ્ચે આ 5 વાતોને લઈને થાય છે. આ 5 વાતો વિશે જાણીને તમે પણ કહેશો હા વાત તો સાચી છે...
એસીનું ટેમ્પરેચર/ફેનની સ્પીડ
99 ટકા કપલ વચ્ચે આ મુદ્દા પર ઝઘડો થતો જ હોય. બેડરુમમાં એસી કેટલા પર ચાલશે, ચાલશે કે બંધ રહેશે અને ફેનની સ્પીડ કેટલી હશે.. આ વાતો પર કપલ વચ્ચે ફાઈટ થતી જ હોય છે. કપલમાંથી કોઈ એકની રુમ ચીલ્ડ કરીને ઊંઘવું હોય અને કોઈને એસી સૂટ ન થતું હોય. એટલે એસીની વાતમાં કપલ વચ્ચે મીઠો ઝઘડો થઈ જ જાય છે.
ટીવી પર શું જોવું ?
કપલ વચ્ચે ઝઘડાનો બીજો કોમન મુદ્દો છે ટીવી પર શું જોવું ? પતિ અને પત્નીની ફિલ્મો અને ટીવી શોની ચોઈસ મોટા ભાગે અલગ હોય છે. પત્નીઓને સીરીયલો જોવી હોય, કોમેડી શો જોવા હોય જ્યારે પતિને મેચ, રિયાલીટી શો જેવા કાર્યક્રમ જોવા હોય. ફિલ્મોમાં પણ પત્નીને રોમાન્ટિક ફિલ્મ જોવી હોય તો પતિને એક્શનથી ભરપુર ફિલ્મો. પસંદગીના વિરોધાભાસના કારણે કપલ વચ્ચે આ મુદ્દે પણ ઝઘડો થઈ જતો હોય છે.
જમવામાં શું બનાવવું ?
દરેક પત્ની રસોઈ કરતાં પહેલા પોતાના પતિને પુછતી હોય છે કે જમવામાં શું બનાવવું અને 99 ટકા તેનો જવાબ હોય કંઈપણ તારી રીતે બનાવ... આ જવાબ સાંભળી પત્ની ગુસ્સે થાય અને બંને વચ્ચે રકજક થઈ જાય છે. આ ઝઘડો પણ ઘર ઘર કી કહાની જેવો હોય છે.
બેડરુમમાં મોબાઈલનો ઉપયોગ
મોટાભાગે પુરુષો રાત્રે સૂતા પહેલા ફોન પર મેસેજ, વીડિયો, સોશિયલ મીડિયા, ગેમ્સ રમવાનું પસંદ કરે છે અને પત્નીઓને પતિને મોબાઈલમાં બીઝી જોઈ ગુસ્સો આવતો હોય છે. બેડરુમમાં પણ મોબાઈલનો ઉપયોગ કરવાની વાત પર મોટાભાગે કપલ વચ્ચે ઝઘડા થાય છે.
રુમ કે કબાટ અસ્તવ્યસ્ત કરવો
રુમ કે કબાટમાં કપડા અસ્ત વ્યસ્ત કરવા બદલ પણ કપલ વચ્ચે ઝઘડા થતા હોય છે. મહિલાઓને ઘર ક્લીન રાખવું હોય અને પુરુષો ઘરમાં વસ્તુ જ્યાં ત્યાં મુકી દેતા હોય છે. કબાટ પણ પત્ની અરેન્જ કરે તેના થોડા જ દિવસમાં વેરવિખેર થઈ જતો હોય છે. આ વાત પર પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)