SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Relationship Tips: દરેક વાતમાં માંગ્યા વિના સલાહ આપતાં સંબંધીઓને હેન્ડલ કરવાની સ્માર્ટ રીત, ટોક્સિક સંબંધીઓ રહેશે લિમિટમાં

Relationship Tips: દરેક પરિવારમાં કોઈ તો એવું હોય જે દરેક વાતમાં માંગ્યા વિના સલાહ આપે, આગ્રહ પણ રાખે કે તેમની વાત માનવામાં આવે એટલે કે ઘરના બધા લોકોની લાઈફમાં તેનું જ ચાલે... આવા સ્વભાવના સંબંધીને સ્માર્ટલી હેન્ડલ કરવા હોય તો શું કરવું જાણી લો.

Written By Krupa Shah
Published: Oct 22, 2026, 01:02 PM IST | Updated: Oct 22, 2026, 01:07 PM IST
Join

Relationship Tips: દરેક પરિવારમાં એવા સભ્યો હોય જેનું ધ્યાન દરેકની વાતમાં હોય અને દરેક વાતમાં પોતાની સલાહ માંગ્યા વિના આપી દે. આવા લોકો ફોર્સ પણ કરે કે તેમની વાત માની લેવામાં આવે. સંયુક્ત પરિવારમાં આવા સંબંધીના કારણે સમસ્યા પણ થતી હોય છે કારણ કે આવા લોકો દરેકની લાઈફમાં દખલ કરતાં હોય છે. પરિવારના સભ્યોનું અપમાન પણ કરી શકાતું નથી. આવા સંબંધીઓને સ્માર્ટલી હેન્ડલ કરવા પડે છે. જેથી પરિવારની શાંતિનો ભંગ ન થાય અને પોતાની માનસિક શાંતિ પણ જળવાઈ રહે.

જો તમારા પરિવારમાં પણ આવી કોઈ વ્યક્તિ છે જેનું અપમાન કર્યા વિના તમે તમારી લાઈફથી દુર રાખવા માંગો છો તો આ કામ કઈ રીતે કરવું તેની 3 સ્માર્ટ રીત તમને જણાવીએ. આ ટીપ્સ ફોલો કરવાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તુટે એવું કામ થશે.

વાત સાંભળી લો પણ માનો નહીં

તમારી પર્સનલ લાઈફને લઈને જ્યારે કોઈ સલાહ સુચન આપે ત્યારે તેને ડાયરેક્ટ કહી દેશો કે દખલગીરી ન કરે તો ઘરમાં ઝઘડો થશે. આવું ન થાય તે માટે જ્યારે સલાહ સુચન મળે ત્યારે હસતા મોઢે સાંભળી લો. જરૂરી નથી કે જે વાત તમને કરવામાં આવે તે માની જ લેવી. સલાહ સાંભળી લો પણ તેનું અનુકરણ તમારી લાઈફમાં ન કરો.

વાતનો વિષય બદલી દો

જ્યારે પરિવારના લોકો તમારા લગ્ન, અભ્યાસ કે સંબંધ વિશે ચર્ચા કરે અને તમારી ઈચ્છા આ મુદ્દે કોઈની વાત સાંભળવાની ન હોય તો સ્માર્ટલી વાતનો વિષય બદલો. ગુસ્સો કરવાને બદલે વાતચીતમાં ગેપ મળે એટલે વાતનો વિષય બદલો. ઘરના લોકોનું ધ્યાન બીજા વિષય તરફ વાળી દો. જેથી તમારી લાઈફની ચર્ચા થતી બંધ થઈ જાય.

યોગ્ય રીતે પોતાના માટે સ્ટેંડ લો

જો સંબંધી જીદ્દી સ્વભાવના હોય અને ઉપરની 2 રીત અપનાવ્યા પછી પણ પોતાની લિમિટ ન સમજે અને તમારી લાઈફમાં દખલગીરી કરવાનું યથાવત રાખે તો તેના પ્રેશરમાં ન આવો અને પોતાના માટે સ્ટેન્ડ લો. જો સામેના વ્યક્તિની વાત ખોટી છે તો તેને સાચો જવાબ આપવો પણ જરૂરી છે. શાંતિથી પ્રયત્ન કર્યા પછી પણ સંબંધીઓ ન સમજે તો પોતાના માટે સ્ટેન્ડ લો અને પોતાની વાત પ્રેમથી સમજાવી દો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES