આખરે કોણ છે હમામ અલ-હમ્મામી? સ્મિત મચ્છર પર હુમલો કરી ઈઝરાયેલમાં તબાહી મચાવવાનું હતું પ્લાનિંગ, પાકિસ્તાન બન્યું બેશરમ!
Flydubai terror plot : દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 9/11 જેવી એક ખૌફનાક આતંકી ષડયંત્રને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીએ નિષ્ફળ બનાવી દીધી. અલ-કાયદાથી પ્રભાવિત ઓમાની કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ 33 હજાર ફૂટની ઊંચાઈએ કોકપિટમાં હુમલો કરીને વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી. આ નાપાક ષડયંત્ર, પાકિસ્તાનની ઘૃણાસ્પદ તરફેણ અને હમ્મામીના લાદેન કનેક્શન પર જુઓ આ ખાસ અહેવાલ.
Who is Hamam Al-Hammami : એ ખૌફનાક દ્રશ્યો આજે પણ આખી દુનિયાની રૂંવાટી ઉભી કરી દે છે. અલ-કાયદાના આતંકવાદીઓએ જે રીતે વિમાનોને હાઇજેક કરીને તબાહીનું હથિયાર બનાવ્યા હતા. તેણે માનવજાતની વિચારસરણીને હચમચાવી નાખી હતી પરંતુ જરા વિચારો, ઠીક 25 વર્ષ બાદ બિલકુલ એવી જ એક ખૌફનાક ષડયંત્રને અંજામ આપવાની તૈયારી હતી અને આ વખતે નિશાન હતું ઈઝરાયેલ...
- ફ્લાયદુબઈમાં આતંકી ષડયંત્રનો ખુલાસો
- 33 હજાર ફૂટે પાયલટ પર હુમલો
- વિમાન ક્રેશ કરવાનું હતું નિશાન
- અલ-કાયદા કનેક્શનથી ચકચાર મચી
- હમ્મામીના સામાનમાંથી શંકાસ્પદ સામગ્રી મળી
- પાકિસ્તાનની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં જે કંઈ થયું, તે માત્ર એક ઝઘડો નહોતો પરંતુ 9/11 પાર્ટ-2 જેવી એક મોટી આતંકી ષડયંત્ર હતુ. આ ફ્લાઇટમાં કો-પાયલટ તરીકે સવાર ઓમાનનો નાગરિક હમામ અલ-હમ્મામી કોકપિટની અંદર જ લોહીનો તરસ્યો બની બેઠો.
તેણે ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી અચાનક હુમલો કરી દીધો. વિમાન હવામાં 33 હજાર ફૂટની ઊંચાઈએથી ઝડપથી નીચે તરફ ધસી રહ્યું હતું. તપાસ એજન્સીઓ અનુસાર, અલ-હમ્મામીનો હેતુ વિમાનને ઇઝરાયેલની ધરતી પર ક્રેશ કરવાનો હતો.
આખરે કોણ છે હમામ અલ-હમ્મામી?
રિપોર્ટ અનુસાર અલ-હમ્મામી લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો. જ્યાં તે કટ્ટરપંથી તાકાતો અને સીધી રીતે અલ-કાયદાની વિચારધારાના સંપર્કમાં આવ્યો હતો. અલ-હમ્મામીના સામાનમાંથી ‘ફ્રી પેલેસ્ટાઈન’ના નામે ઉગ્રવાદી પત્રિકાઓ અને ઈઝરાયેલ વિરોધી સામગ્રી મળી છે. એટલું જ નહીં, આ ઘટનાના 9 કલાક બાદ તેના લિંક્ડઇન અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી.
બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના કોકપિટનો વીડિયો
પહેલી પોસ્ટમાં બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના કોકપિટનો વીડિયો હતો. વીડિયોમાં દુબઈ એરપોર્ટ પર ઈઝરાયેલની અલ અલ અને આર્કિયા એરલાઇન્સના વિમાનો જોવા મળ્યા હતા. વીડિયોમાં અલ-કાયદાના પૂર્વ પ્રમુખ અયમાન અલ-ઝવાહિરી અને 2009માં CIA અધિકારીઓ પર આત્મઘાતી હુમલો કરનાર હુમાન ખલીલ અબુ-મુલાલ અલ-બલાવી તેમજ ઓસામા બિન લાદેનની તસવીરો સામેલ હતી.
કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના જીવની પરવા કર્યા વિના જે બહાદુરીથી આ ખૂંખાર હુમલાખોરનો સામનો કર્યો અને દરવાજો ખોલ્યો, તેણે મુસાફરોના જીવ બચાવી લીધા.
પરંતુ આ સમગ્ર ઘટના બાદ એક એવું સત્ય સામે આવ્યું છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે અને એ છે પાકિસ્તાનની ઘૃણાસ્પદ માનસિકતા. જ્યાં એક તરફ આખી દુનિયા આ નાપાક આતંકી સાજિશની નિંદા કરી રહી છે અને ભારતીય પાયલટની બહાદુરીને સલામ કરી રહી છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં બેઠેલા હુકમરાનો અને કટ્ટરપંથી મીડિયા આ અલ-કાયદા સમર્થક પાયલટનો બેશરમીથી બચાવ કરવામાં લાગી ગયા છે.
પાકિસ્તાની પ્રોપેગન્ડા મશીનરી સક્રિય થઈ ગઈ
આતંકવાદીઓની તરફેણ કરવી પાકિસ્તાનની જૂની ફિતરત રહી છે, પરંતુ આ વખતે હદ ત્યારે પાર થઈ ગઈ જ્યારે એક વિમાનને ક્રેશ કરવાની સાજિશ રચનારને બચાવવા માટે પાકિસ્તાની પ્રોપેગન્ડા મશીનરી સક્રિય થઈ ગઈ. હરકતની વાત એ છે કે પાકિસ્તાન સરકાર અને ત્યાંના મીડિયા દ્વારા કરવામાં આવી રહેલી આ હરકત પર હવે ખુદ પાકિસ્તાનની જનતા પણ તેમને ફટકાર લગાવી રહી છે..
અલ-કાયદા સાથે જોડાયેલો એ ખૌફનાક ચહેરો
એટલું જ નહીં, આ મામલે કડક વલણ અપનાવતા ઈઝરાયેલી રાજદ્વારીએ પાકિસ્તાનના આ પ્રોપેગન્ડા અને ભ્રામક દુષ્પ્રચારનો જોરદાર પર્દાફાશ કર્યો છે. ઈઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદને છુપાવવાની પાકિસ્તાનની આ જૂની ફિતરત હવે દુનિયા સામે સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે. એક તરફ કેપ્ટન સ્મિત મચ્છરની અદમ્ય હિંમત છે, જેણે સેંકડો લોકોના જીવ બચાવ્યા, તો બીજી તરફ હમામ અલ-હમ્મામીનો અલ-કાયદા સાથે જોડાયેલો એ ખૌફનાક ચહેરો છે, જે ઇતિહાસને ફરીથી દોહરાવવા માંગતો હતો.
આ બધાની વચ્ચે આતંકવાદના કથિત સમર્થક પાકિસ્તાનનું એ ચરિત્ર છે, જે દર વખતની જેમ આ વખતે પણ ચર્ચામાં આવ્યું છે. સવાલ એ છે કે શું દુનિયા હવે પણ આતંકવાદના આવા રક્ષકોર અને તેમના સમર્થકોને લઈને ચૂપ રહેશે?