• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /વ્હાઈટ હાઉસનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: ટ્રમ્પ-મેલાનિયાના સંબંધોમાં તિરાડનું કારણ બની 35 વર્ષીય નતાલી હાર્પ?

વ્હાઈટ હાઉસનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: ટ્રમ્પ-મેલાનિયાના સંબંધોમાં તિરાડનું કારણ બની 35 વર્ષીય નતાલી હાર્પ?

Donald Trump : દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પાવર કોરિડોરમાંથી એક રસપ્રદ અને હાઈ-વોલ્ટેજ રાજકીય ડ્રામા સામે આવ્યો છે...વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પના સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મેલાનિયાની જાહેર કાર્યક્રમોથી વધતી જતી દૂરી અને 35 વર્ષની યુવા સલાહકાર નતાલી હાર્પની ઓવલ ઓફિસમાં પડછાયાની જેમ હાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. આવો જ એક કિસ્સો શી જિનપિંગની અમેરિકાની મુલાકાત દરમિયાન જોવા મળ્યો, જ્યારે મેલાનિયા ટ્રમ્પે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હાથ પકડવાનો ઈનકાર કર્યો...

Written ByKaran Rajput
Published: Sep 26, 2026, 06:06 PM IST|Updated: Sep 26, 2026, 06:15 PM IST
joinshare
વ્હાઈટ હાઉસનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: ટ્રમ્પ-મેલાનિયાના સંબંધોમાં તિરાડનું કારણ બની 35 વર્ષીય નતાલી હાર્પ?
Image Credit: Trump and Melania’s

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Natalie Harp : દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિનું ઘર એટલે વ્હાઈટ હાઉસ, જ્યાં લેવાતા દરેક નિર્ણયની અસર સમગ્ર દુનિયા પર પડે છે...પરંતુ વ્હાઈટ હાઉસની રાજનીતિ કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પના અંગત સંબંધોની વધુ ચર્ચા થઈ રહી છે. શું દુનિયાની આ હાઈ-પ્રોફાઈલ જોડી વચ્ચે ખરેખર કંઈક ઠીક નથી ચાલી રહ્યું?

ટ્રમ્પની અત્યંત નજીકની 35 વર્ષની સલાહકાર નતાલી હાર્પ

આ સવાલો ત્યારે વધુ ઘેરા બની જાય છે જ્યારે દુનિયાએ એવી તસવીરો જોઈ છે. પછી તે વિદેશ પ્રવાસ દરમિયાન હાથ છોડાવવાના કિસ્સા હોય કે પછી મેલાનિયાનું જાહેર કાર્યક્રમોથી સતત દૂર રહેવું. પરંતુ આ અંતર પાછળ સૌથી મોટું કારણ કોને માનવામાં આવી રહ્યું છે? નામ છે નતાલી હાર્પ. વ્હાઈટ હાઉસના કોરિડોરથી લઈને ઓવલ ઓફિસ સુધી આ દિવસોમાં એક નામ ગુંજી રહ્યું છે અને તે છે ટ્રમ્પની અત્યંત નજીકની 35 વર્ષની સલાહકાર નતાલી હાર્પ.

  • ટ્રમ્પ-મેલાનિયાના સંબંધો પર સવાલો
  • વ્હાઈટ હાઉસમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
  • મેલાનિયાએ ટ્રમ્પનો હાથ છોડ્યો
  • નતાલી હાર્પ બની ચર્ચાનું કેન્દ્ર
  • મેલાનિયાની નારાજગીની ચર્ચા તેજ


આ સમગ્ર કહાનીનો સૌથી નાટકીય હિસ્સો છે ટ્રમ્પ અને મેલાનિયાની બોડી લેંગ્વેજ. રાજદ્વારી પ્રવાસ દરમિયાન જ્યારે દુનિયાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પત્નીને એકબીજાનો હાથ પકડેલા જોયા, ત્યારે તેની વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ વચ્ચે જોવા મળેલી અસહજતાએ સૌનું ધ્યાન ખેંચ્યું.

મેલાનિયાની જાહેર હાજરી ખૂબ જ મર્યાદિત

અનેક પ્રસંગો કેમેરામાં કેદ થયા છે. જ્યારે ટ્રમ્પે મેલાનિયાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેલાનિયાએ કાં તો હાથ હટાવી લીધો અથવા નજર ફેરવી લીધી. જાણકારો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મેલાનિયાની જાહેર હાજરી ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે.


તેઓ પોતાના અંગત સ્પેસમાં રહેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ જેમ જેમ ફર્સ્ટ લેડીએ વ્હાઈટ હાઉસના કાર્યક્રમોથી અંતર વધાર્યું, તેમ તેમ ટ્રમ્પના નજીકના લોકોના વર્તુળમાં એક નવો અને અત્યંત પ્રભાવશાળી ચહેરો ઝડપથી ઉભરી આવ્યો અને તે છે નતાલી હાર્પ...

ટ્રમ્પના પડછાયાની જેમ દરેક સમયે સાથે

  • તો આખરે કોણ છે આ 35 વર્ષની નતાલી હાર્પ, જે 80 વર્ષના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પડછાયાની જેમ દરેક સમયે સાથે જોવા મળે છે? 
  • વ્હાઈટ હાઉસની અંદર અને મીડિયા કોરિડોરમાં નતાલીને ‘હ્યુમન પ્રિન્ટર’ કહેવામાં આવે છે 
  • તે હંમેશા ટ્રમ્પ માટે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, પોઝિટિવ ન્યૂઝ રિપોર્ટ્સ અને આર્ટિકલ્સના પ્રિન્ટઆઉટ્સ લઈને તેમની સાથે ચાલતી જોવા મળે છે..
  • ઓવલ ઓફિસ હોય, મરીન વન હેલિકોપ્ટર હોય કે પછી વિદેશ પ્રવાસ. 
  • નતાલી દરેક જગ્યાએ ટ્રમ્પની અત્યંત નજીક જોવા મળે છે. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પની કાનૂની મુશ્કેલીઓ અને ચૂંટણી પ્રચાર દરમિયાન નતાલીએ જે રીતે તેમની સોશિયલ મીડિયા વિંગ અને કમ્યુનિકેશન્સ સંભાળ્યું, તેણે તેમને ટ્રમ્પના સૌથી વિશ્વાસુ લોકોની યાદીમાં ટોચ પર પહોંચાડી દીધા.

ટ્રમ્પની અંગત સ્પેસમાં નતાલીની સતત હાજરી

સ્થિતિ એવી છે કે ટ્રમ્પના નિર્ણયો અને તેમની માહિતી સુધી પહોંચવાનો રસ્તો હવે ઘણી હદ સુધી નતાલી હાર્પમાંથી પસાર થાય છે પરંતુ કહાની માત્ર એક વફાદાર પીએ અથવા કર્મચારી સુધી સીમિત નથી. અમેરિકન મીડિયા અને અનેક પુસ્તકોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પની અંગત સ્પેસમાં નતાલીની સતત હાજરીને કારણે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અસહજ રહી છે..


અનેક દાવા, કાઉન્ટર-દાવા અને વાયરલ થતી કહાનીઓ વચ્ચે સત્ય શું છે, તે તો વ્હાઈટ હાઉસની એ બંધ દીવાલોની પાછળ જ છુપાયેલું છે, જ્યાં સામાન્ય લોકોની પહોંચ નથી પરંતુ એટલું નક્કી છે કે અમેરિકાની રાજનીતિના પાવર કોરિડોરમાં નતાલી હાર્પનો વધતો પ્રભાવ અને ટ્રમ્પ-મેલાનિયા વચ્ચેનું અંતર આ દિવસોમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયું છે.

જવાબ તો સમય જ આપશે

શું નતાલીની અસરને કારણે ફર્સ્ટ લેડીએ પોતાને ટ્રમ્પની રાજકીય સફરથી અલગ કરી લીધી છે? કે પછી આ માત્ર મીડિયાની ઘડેલી કહાનીઓ છે? તેનો જવાબ તો સમય જ આપશે. હાલ તો વ્હાઈટ હાઉસના આ હાઈ-વોલ્ટેજ ડ્રામા પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે..

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
geopolitics