SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જો મિડ ટર્મમાં ટ્રમ્પ હારી ગયા તો? : ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 10માંથી 9 સર્વેક્ષણોમાં પાછળ, કપાઈ જશે પાંખો, એમ જ નથી ભારત પર રિઝ્યા

Midterm Elections : આજથી 8 મહિના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનો યાદ કરો. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પે એક પછી એક અનેક દાવા કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતુ કે, ઈરાનને 7 દિવસમાં ઘૂંટણિયે લાવી દઈશું. ઈરાનની કટ્ટરપંથી સરકારને ઉખાડી ફેંકીશ અને ઈરાનને માટીમાં ભેળવી દઈશ પરંતુ આજે 8 મહિના બાદ શું સ્થિતિ છે. ઈરાન પહેલા કરતા વધુ શક્તિશાળી દેખાઈ રહ્યું છે અને અમેરિકાના નવા હુમલાનો ઘાતક જવાબ આપવાની વાત કરી રહ્યું છે. હવે અમેરિકાની જનતા ટ્રમ્પને પુછી રહી છે કે, ઈરાન સાથેના યુદ્ધથી અમેરિકાને શું મળ્યું. કરદાતાઓના સાડા ત્રણ ટ્રિલિયન ડોલર યુદ્ધમાં શા માટે ખર્ચી નાખવામાં આવ્યા 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકાની જનતાના આ સવાલો ટ્રમ્પ માટે કેવી રીતે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, સમજો આ અહેવાલમાં

Written By Karan Rajput
Published: Oct 21, 2026, 04:34 PM IST | Updated: Oct 21, 2026, 04:36 PM IST
Image Credit: Ai Image
Join

મિડટર્મ ચૂંટણીના બે અઠવાડિયાં પહેલાં આ સવાલ અમેરિકાના મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છેે. ચૂંટણી પહેલાં કરવામાં આવેલા મોટા ભાગના સર્વેક્ષણોમાં ટ્રમ્પ પાછળ દેખાઈ રહ્યા છે. મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પને લગતા આ ચૂંટણીલક્ષી આંકડા ચોંકાવનારા છે. કારણ કે છેલ્લા 8 મહિનાથી ટ્રમ્પ અમેરિકાની જનતાને એવું કહીને ઈરાન પર હુમલા કરી રહ્યા હતા કે આ યુદ્ધથી અમેરિકાને સૌથી મોટો ફાયદો થવાનો છે. છેલ્લા 8 મહિનામાં અલગ-અલગ પ્રસંગોએ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના અસંખ્ય ફાયદા ગણાવ્યા હતા.

ઈરાન સાથેના યુદ્ધથી ટ્રમ્પે ગણાવેલા ફાયદા

1.  મધ્ય પૂર્વમાં ઈરાન અમેરિકાનો સૌથી મોટો દુશ્મન છે
2.  ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવો અમેરિકા માટે જોખમ છે
3.  ઈરાનની કટ્ટરપંથી સરકારનો અંત અમેરિકાના હિતમાં છે
4.  ઈરાનની હાર બાદ દુનિયામાં અમેરિકાનો દબદબો વધશે
5.  ઈરાન નબળું પડશે તો અમેરિકામાં તેલ અને ગેસ સસ્તાં થશે

ટ્રમ્પ તેલ-ગેસની વધતી કિંમતો અને તેના કારણે વધી રહેલી મોંઘવારીને ઈરાન સાથેના યુદ્ધની નાની કિંમત ગણાવી રહ્યા છે પરંતુ આ નાની કિંમતથી અમેરિકાની જનતા કેટલી પરેશાન થઈ ગઈ છે, તે કેટલાક આંકડાઓ પરથી સમજો.....

ઈરાન યુદ્ધ બાદ કેટલી મોંઘવારી?

પેટ્રોલકિંમત-4.35 ડોલર પ્રતિ ગેલન
ડીઝલકિંમત – 6.30 ડોલર પ્રતિ ગેલન
ગેસકિંમત – 5 ડોલર પ્રતિ ગેલન
અસરપ્રતિ ગેલન 1થી 2 ડોલર વધુ ખર્ચ, ઈંધણનો ખર્ચ વધતાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી

જો કે, ઈરાન સાથેના યુદ્ધના બદલામાં તેલ અને ગેસની જે મોંઘવારી વધી છે, તેને ટ્રમ્પ ભલે નાની કિંમત ગણાવતા હોય, પરંતુ અમેરિકાની જનતા મહિનાઓથી તેનો હિસાબ માંગી રહી છે. ચૂંટણી પ્રચાર પહેલાંથી જ અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો ટ્રમ્પને પૂછી રહ્યા છે...

અમેરિકાની જનતાના ટ્રમ્પને સવાલો

આ વાત દુનિયાથી છુપાયેલી નથી કે ઈરાન સાથે 8 મહિનાથી વધુ સમય ચાલેલું યુદ્ધ અમેરિકા માટે સૌથી મોંઘાં યુદ્ધોમાંનું એક સાબિત થયું છે. આ યુદ્ધમાં ટ્રમ્પ અત્યાર સુધીમાં 38 અબજ ડોલરથી વધુ ખર્ચી ચૂક્યા છે. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં, અનેક ફાઇટર જેટ્સ અને ડ્રોન પણ ગુમાવવા પડ્યાં છે. 

ટ્રમ્પની રમત પૂરી?

  1. 10માંથી 9 ચૂંટણી સર્વેક્ષણોમાં પાછળ
  2. 70% અમેરિકનો ટ્રમ્પની વિરુદ્ધ

હવે અમેરિકાની જનતા ટ્રમ્પ પાસેથી આ તમામ ખર્ચનો હિસાબ માંગી રહી છે. કારણ કે આ પૈસા કરદાતાઓના છે. લોકો સવાલ કરી રહ્યા છે કે કોઈ સ્પષ્ટ હેતુ ન દેખાતો હોય એવા યુદ્ધમાં ટ્રમ્પે આટલી મોટી રકમ શા માટે ખર્ચી નાખી? અમેરિકાની જનતાની આ નારાજગી ચૂંટણી પહેલાં થઈ રહેલાં સર્વેક્ષણોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.

જો મિડટર્મમાં ટ્રમ્પ હારી ગયા તો?

મિડટર્મ ચૂંટણીમાં હારવા છતાં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની રહેશે, પરંતુ તેમની સત્તા અને નિર્ણયો લેવાની ક્ષમતા પર મોટાં નિયંત્રણો આવી શકે છે. ટ્રમ્પ મનસ્વી રીતે યુદ્ધ માટે બજેટ માંગી શકશે નહીં અને તેને મંજૂર કરાવવા માટે સંસદ પર દબાણ પણ બનાવી શકશે નહીં.

18 વાર રાષ્ટ્રપતિની પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી છે

ટ્રમ્પે એ જ કરવું પડશે, જે અમેરિકાની સંસદમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની બહુમતી ઈચ્છશે અને અમેરિકામાં આવું પહેલી વાર નહીં બને. છેલ્લા 76 વર્ષના ઇતિહાસમાં 18 વખત એવું બન્યું છે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિની પાર્ટીને મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

પરંતુ ટ્રમ્પ માટે આ હારના અર્થ અલગ હોઈ શકે છે. કારણ કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન દુનિયામાં યુદ્ધનું જોખમ વધ્યું હોવાની ચર્ચા થઈ રહી છે...એટલું જ નહીં, અમેરિકાના લોકોમાં એવી ધારણા પણ બની છે કે ટ્રમ્પે અમેરિકાની સમગ્ર વિદેશનીતિને નુકસાન પહોંચાડ્યું છે..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES