• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /બોસે તાબડતોબ કર્મચારીઓને ઈમરજન્સી મીટિંગ માટે ભેગા કર્યા અને પછી જે સરપ્રાઈઝ આપ્યું....જુઓ Video

બોસે તાબડતોબ કર્મચારીઓને ઈમરજન્સી મીટિંગ માટે ભેગા કર્યા અને પછી જે સરપ્રાઈઝ આપ્યું....જુઓ Video

વર્તમાન સ્થિતિ એવી જોવા મળતી હોય છે કે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ સતત કામના દબાણ, ટાર્ગેટના ભાર નીચે દબાયેલા જોવા મળતા હોય છે. પરંતુ આવામાં પણ જો કંપનીના બોસ તરફથી કોઈ એવી ગિફ્ટ આપવામાં આવે કે કર્મચારીઓના દિલ ખીલી ઉઠે તો વાત જ કઈક ઓર છે. આવું જ કઈક એક યુએઈની કંપનીના કર્મચારીઓ સાથે થયું.

Written ByViral Raval
Published: Sep 25, 2026, 04:24 PM IST|Updated: Sep 25, 2026, 04:26 PM IST
joinshare
બોસે તાબડતોબ કર્મચારીઓને ઈમરજન્સી મીટિંગ માટે ભેગા કર્યા અને પછી જે સરપ્રાઈઝ આપ્યું....જુઓ Video

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

યુઈએની એક કંપનીનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારું પણ  મન ખુશ થઈ જશે. વાત જાણે એમ છે કે યુએઈની એક કંપનીમાં બોસે અચાનક એક મીટિંગ બોલાવી. સામાન્ય રીતે આમ કોઈ મીટિંગ બોલાવવામાં આવે તો કર્મચારીઓના પેટમાં ફાળ પડતી હોય છે. કર્મચારીઓને કંપનીમાં એક રૂમમાં બોલાવવામાં આવ્યા. તે વખતે કદાચ કોઈને એવો અંદાજ પણ નહીં હોય કે તેમની સાથે શું થવાનું છે.

રૂમમાં જ્યારે બેઠક થઈ તો ટેબલ પર કર્મચારીઓ માટે ગિફ્ટના પેકેટ પડ્યા હતા. કર્મચારીઓ તો આ જોઈને દંગ રહી ગયા. બધા આશ્ચર્યચકિત પામી ગયા. ત્યારબાદ કર્મચારીઓએ વારાફરતી પોતાની ગિફ્ટ લીધી અને પેકેટ ખોલવા માંડ્યા. કર્મચારીઓએ જેવા પેકેટ ખોલવા માંડ્યા કે તેમના હાથમાં ચોકલેટ આવી. ચોકલેટ જોઈને  પહેલા તો કેટલાકના મોઢા વિલા થઈ ગયા પરંતુ હજુ તો પિક્ચર બાકી હતું.

ગિફ્ટમાં શું મળ્યું
યુએઈની કંપનીનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જવા મળે છે કે કર્મચારીઓ પોતાની ગિફ્ટ ઉઠાવે છે. ત્યારે કેટલાક લોકો તે પેકેટ ખોલે છે તો તેમાંથી આઈફોન નીકળે છે. જે કર્મચારીઓને ગિફ્ટમાં ફોન મળે છે તેમના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. જ્યારે કેટલાક કર્મચારીઓ એવા પણ હતા જેમના બોક્સમાંથી ચોકલેટ નીકળે છે. તે વખતે તમને એવું લાગ્યું હશે કે કદાચ તેમનું સરપ્રાઈઝ અહીં ખતમ થઈ ગયું. પરંતુ કંપનીએ અસલ ટ્વિસ્ટ તો હજુ બાકી રાખ્યું હતું. થોડીવાર બાદ કંપની મેનેજમેન્ટની ટીમ તરફથી વધુ એક સરપ્રાઈઝ આપવામાં આવે છે.

ચોકલેટવાળા લોકો માટે સરપ્રાઈઝ
વીડિયોમાં સૌથી મોટો ટ્વિસ્ટ  ત્યારે આવે છે જ્યારે જે કર્મચારીઓને પહેલા ચોકલેટ આપવામાં આવી હતી તેમને પણ હવે આઈફોન મળે છે. ત્યારબાદ તો રૂમનો માહોલ જાણે બદલાઈ જાય છે. જે કર્મચારીઓના ચહેરા પર થોડીવાર પહેલા ચોકલેટ મળવાના કારણે હળવી નિરાશા જોવા મળી હતી તેમના ચહેરા હવે ખિલી જાય છે. જે રીતે બોસે તેમને સરપ્રાઈઝ આપીને આઈફોન ગિફ્ટ કર્યો તે કર્મચારીઓ માટે અસલ મજા હતી.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Haseena Nishad (@haseena_nishad)

યુએઈની કંપનીનો છે વીડિયો
મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો યુએઈની એક કંપની મેનપાવર કંપની વર્લ્ડ સ્ટાર મેનપાવરનો છે. કંપનીના ફાઉન્ડર નિષાદ હુસૈન અને તેમના પત્ની હસીના નિષાદ  તરફથી આ વીડિયો શેર કરાયો છે. વીડિયોમાં ટેબલ પર અનેક પેકેટ પડેલા જોવા મળે છે. કર્મચારીઓ એક પછી એક પેકેટ ઉપાડે છે અને કોઈને આઈફોન તો કોઈને ચોકલેટ મળે છે. ચોકલેટ જેમને મળી તેમને બાદમાં આઈફોન પણ મળે છે.

બોસનો શું મેસેજ
વીડિયો સાથે હસીના નિષાદે કર્મચારીઓ માટે એક મોટો મેસેજ પણ શેર કર્યો. તેમણે ટીમની મહેનત, પોઝિટિવ સોચ અને મળીને કામ કરવાની ભાવનાને કંપનીની સફળતા માટે મહત્વનો હિસ્સો ગણવ્યો. તેમણે કર્મચારીઓને પોતાની ક્ષમતા પર ભરોસો રાખવાની, આગળ આવનારી તકોને અપનાવવાની અને એકબીજાને સાથ આપવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમનું કહેવું હતું કે કંપનીની અસલ તાકાત તેમના લોકો છે અને ટીમ મળીને કોઈ પણ મોટી સિદ્ધિ મેળવી શકે છે. આ મેસેજ દર્શાવે છે કે કંપનીનો હેતુ ફક્ત મોંઘીદાટ ગિફ્ટ આપવાનો જ નહીં પરંતુ પોતાના કર્મચારીઓની મહેનતને બિરદાવવાનો અને જુસ્સો વધારવાનો હતો.

ગિફ્ટ આપવાની રીત સરપ્રાઈઝ લાગી
આ સમગ્ર વીડિયોમાં જો સૌથી વધુ કોઈ વાતે ધ્યાન ખેંચ્યુ હોય તો તે જે રીતે કર્મચારીઓને ગિફ્ટ આપવામાં આવી તે જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો વિશે લોકોનું એવું માનવું છે કે કર્મચારીઓને જો સીધે સીધી આઈફોનની ગિફ્ટ મળી હોત તો એટલું રસપ્રદ ન બન્યું હોત જેટલું ટ્વિસ્ટ આપીને આઈફોન અપાયો.

સોશિયલ મીડિયા પર શું બોલ્યા યૂઝર્સ
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી. અનેક યૂઝર્સે કંપનીના આ અંદાજના વખાણ કર્યા. કેટલાક લોકોને કર્મચારીઓના મોઢા પર જે ખુશી જોવા મળી તે ગમી. અનેક યૂઝર્સે મજાકમાં પોતાની કંપનીઓ અને બોસને ટેગ કરવાની કોશિશ કરી. કેટલાક લોકોએ કહ્યું કે આવા વીડિયો જોઈને પોતાના સીનિયર્સને પણ યાદ અપાવવું જોઈએ કે દુનિયામાં આવા પણ બોસ હોય છે.

Disclaimer: આ એક વાયરલ વીડિયો છે અને Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News