મિડલ ઈસ્ટમાં સ્થિતિ વિસ્ફોટક: રિયાધમાં અમેરિકી એમ્બેસી ખાલી કરાવાઈ, ડિપ્લોમેટ્સને દેશ છોડવા ફરમાન
અમેરિકાએ સાઉદી અરબમાં પોતાના દૂતાવાસના કર્મચારીઓ અને તેમના પરિવારોને દેશ છોડવા માટે કહ્યું છે. યુએઈ, જોર્ડન, કતર અને બહરીન માટે પણ આ પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઈરાન સમર્થિત હૂતી સતત સાઉદી અરબને નિશાન બનાવી રહ્યું છે. તે છેલ્લા કેટલાક દિવસથી એરપોર્ટને ટાર્ગેટ કરી હુમલા કરી રહ્યાં છે. આ વચ્ચે અમેરિકાએ સાઉદી અરબમાં પોતાના દૂતાવાસના કર્મચારીઓ અને તેમના પરિવારોને દેશ છોડવા માટે કહ્યું છે. એટલું જ નહીં સંયુક્ત અરબ અમીરાત, જોર્ડન, કતર અને બહરીન માટે પણ આ પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું- અમેરિકી વિદેશ મંત્રાલયે સાઉદી અરબમાં બિન-ઈમરજન્સી કામકાજમાં લાગેલા અમેરિકી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહી સાઉદી અરબ વિરુદ્ધ સતત હુમલા કરી રહ્યાં છે. તેમાં સિવિલિયન એરપોર્ટ્સ અને બીજા મહત્વપૂર્ણ આંતરમાળખાને નિશાન બનાવવાનું પણ સામેલ છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોના જીવ જઈ રહ્યાં છે અને ટ્રાવેલ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે.
તાજેતરમાં સાઉદી અરબના રક્ષા મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે એક ડ્રોનને રોક્યા બાદ તેનો કેટલોક કાટમાળ શયબાહ ઓયલ ફીલ્ડમાં એક કોન્ટ્રાક્ટરની ગાડી પર પડ્યો, જેનાથી ત્યાં આગ લાગી. આ ઘટના તેવા સમયે બની છે, જ્યારે યમનમાં હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરબ ગઠબંધન વચ્ચે સતત ડ્રોન હુમલા થઈ રહ્યાં છે. આ વર્ષે જુલાઈમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં થયેલ ચાર વર્ષનો યુદ્ધ વિરામ તૂટી ગયો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ફરી લડાઈ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Saudi Arabia:સાઉદી અરબના વધુ એક એરપોર્ટ પર ડ્રોન એટેક, 1 નું મોત, 8 લોકો ઘાયલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાઉદી અરબના ઉર્જા મંત્રાલયના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે બુધવારે સાઉદી અરબના પૂર્વી પ્રાંતમાં સ્થિત સાઉદી અરામકોના શાયબા તેલ ક્ષેત્રના એક પ્રોસેસિંગ ફેસિલિટીને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહેલા ડ્રોનને સાઉદી એર ડિફેન્સે રોક્યું હતું. મંત્રાલય પ્રમાણે ડ્રોનનો કાટમાળ ઓયલ ફીલ્ડની સરહદની બહાર કામ કરી રહેલા એક કોન્ટ્રાક્ટરની ગાડી પર પડ્યો હતો. પરંતુ ઓયલ ફીલ્ડના ઓપરેશન પર કોઈ અસર પડી નહીં. સંબંધિત અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પગલાં ભર્યાં હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે ડ્રોન હુમલાના પ્રયાસ દરમિયાન તેને હવામાં રોક્યા બાદ પડેલા કાટમાળની ઝપેટમાં આવવાથી એક ફિલીપીન્સ અને એક નેપાળના નાગરિકનું મોત થયું. આ સિવાય એક ભારત અને પાકનો નાગરિક ઘાયલ થયો હતો.