અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દબદબો, સેનેટ પર કબજો; ટ્રમ્પે કહ્યું- હવે 'રાજકીય પંડિત' બનીશ
US Mid Term Election Result: અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીની ભૂંડી હાર જોવા મળી રહી છે. હાઉસ અને સેનેટ બંને ગૃહો પર ડેમોક્રેટ્સનો કબજો જોવા મળી રહ્યો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. પાર્ટીના શરમજનક પ્રદર્શન પર તેમણે પોતાની પહેલી પ્રતિક્રિયા પણ આપી છે.
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો, સેનેટની 35 સીટો અને 36 રાજ્યોના ગવર્નર માટે પડેલા મત બાદ હવે ગણતરી થઈ રહી છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમત મેળવી લીધુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
પાર્ટીના ખરાબ પ્રદર્શન પર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો તેમણે ચૂંટણી લડી હોત તો તેની રિપબ્લિકન પાર્ટીને એકતરફ જીત મળત. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ અમેરિકી જનતાનો જનાદેશ સ્વીકારવા માટે તૈયાર છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં તમામ 435 હાઉસ સીટો જેમાં100માંથી 35 સેનેટ સીટો માટે ચૂંટણી થઈ હતી. જ્યારે 36 રાજ્યોના ગવર્નરની પણ ચૂંટણી થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના હાથમાંથી બંને સદનનો કંટ્રોલ જતો જોવા મળી રહ્યો છે. જ્યારે ડેમોક્રેટ્સની શાનદાર વાપસી જોવા મળી રહી છે.
ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે "હું બેલેટ પર નહતો, અને જો હોતત તો અમે ભારે બહુમતીથી જીતી ગયા હોત. આ મામલા પર ધ્યાન આપવા બદલ આભાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ". ટ્રમ્પે આ સાથે એમ પણ કહ્યું કે તેઓ મિડ ટર્મ ચૂંટણીના પરિણામોને સ્વીકારશે. તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને કહ્યું કે, હું પરિણામો સ્વીકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. અમે ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરીશું અને તેમની સાથે કામ કરવા અંગે ઉત્સુક છીએ. અમે કદાચ કોઈને કોઈ રસ્તો કાઢી જ લઈશું.
અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનું મતદાન પૂર્ણ, શરૂઆતના પરિણામોમાં ટ્રમ્પને ઝટકો, આપવા લાગ્યા ધમકી
રાજકીય પંડિત બનીશ
ડેમોક્રેટ્સના ભવ્ય પ્રદર્શન બાદ ટ્રમ્પની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે કહ્યું કે, તેઓ હવે 'રાજકીય પંડિત' બનશે અને ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો પર પોતાનો અભિપ્રાય રજૂ કરશે.
જનતામાં આક્રોશ, દેખાયો બેલેટ પેપર પર!
અત્રે જણાવવાનું કે આ ચૂંટણી ટ્રમ્પના વિવાદોથી ઘેરાયેલા બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળ પર એક તરફી જનાદેશ મનાઈ રહ્યો છે. અમેરિકામાં જીવન નિર્વાહના વધતા ખર્ચા, ટેરિફ અને ઈરાન વિરુદ્ધ અમેરિકાના યુદ્ધને કારણે લોકોમાં ભારે અસંતોષ હતો. આ જંગના કારણે ઓઈલ અને ગેસના ભાવ ખુબ વધી ગયા અને તેની અસર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પર પડી. બીજી બાજુ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ પણ રેકોર્ડ નિચલા સ્તરે પહોંચ્યું છે.
સંસદમાં વધશે મુશ્કેલીઓ?
અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી રાષ્ટ્રપતિ ચૂંટણીના બે વર્ષ બાદ થતી હોય છે. જેમાં પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો અને સેનેટની લગભગ એક તૃતિયાંશ સીટો માટે થાય છે. આ પરિણામોથી એ નક્કી થાય છે કે સંસદના બંને સદનોમાં કઈ પાર્ટીનું બહુમત રહેશે.
જો ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભામાં બહુમત મેળવે તો તેઓ અનેક સંસદીય સમિતિનું નિયંત્રણ સંભાળશે. આ સમિતિઓ દ્વારા ટ્રમ્પ સરકારના નિર્ણયો પર સવાલ પણ ઉઠાવી શકાશે. અધિકારીને પૂછપરછ માટે બોલાવી શકાશે. દસ્તાવેજ માંગી શકાશે. જરૂર પડ્યે સમન પણ પાઠવી શકાશે. આ ચૂંટણી પરિણામ વર્ષ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની દિશા પણ નક્કી કરી શકે છે.
દોસ્ત દોસ્ત ના રહા ! દર વર્ષે ઇઝરાયલને મળતી 4 અરબ ડોલરની મદદ બંધ કરવાની ટ્રંપની ઘોષણા
ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ
હાઉસમાં કુલ 435 સીટો છે. જેના પર મિડ ટર્મ ચૂંટણી હેઠળ મત પડ્યા. મિડ ટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમત મેળવી લીધો છે. જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 સીટો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. કેન્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીએ લગભગ 100 વર્ષ બાદ ચૂંટણી જીતી છે. છેલ્લે 1932માં અહીંથી કોઈ ડેમોક્રેટ સેનેટર ચૂંટાયા હતા. આ વખતે ડેમોક્રેટિક ઉમેદવાર એડમ હેમિલ્ટને રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન સેનેટર રોજર માર્શલને હરાવ્યા. હાલ સ્થિતિ જોઈએ તો ડેમોક્રેટ્સના ફાળે 224 બેઠકો છે અને રિપબ્લિકન્સ પાસે 135 બેઠકો. જ્યારે મિશિગનમાં ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સૈયદે જીત મેળવી. આ સાથે જ અમેરિકાના ઈતિહાસમાં સેનેટર તરીકે ચૂંટાઈ આવનારા તેઓ પહેલા મુસ્લિમ બન્યા છે.
સેનેટ
મિડ ટર્મ ચૂંટણી દરમિયાન સેનેટની 100માંથી 35 સીટો માટે મતદાન થયું હતું. મતદાન બાદ મતગણતરી ચાલુ છે. આંકડા મુજબ અત્યાર સુધી 31 સીટોના પરિણામ સામે આવ્યા છે. જેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 19 અને રિપબ્લિકન પાર્ટીએ 12 સીટ જીતી છે. બાકી 4 સીટો પર મતોની ગણતરી ચાલુ છે. આ પરિણામો બાદ ડેમોક્રેટિક પાર્ટી પાસે 53 અને રિપબ્લિકન પાર્ટી પાસે 43 સીટો છે.
અત્રે જણાવવાનું કે આ પરિણામો મળીને સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે હાલ 51 અને રિપબ્લિકન પાર્ટી પાસે 39 સીટનો આંકડો પહોંચ્યો છે. સેનેટમાં બહુમત માટે 51 સીટોનો આંકડો જોઈએ. આવામાં ડેમોક્રેટ્સે બહુમતનો આંકડો મેળવી લીધો છે. અન્ય સીટો માટે હજુ ગણતરી ચાલુ છે.
રાજ્યોના ગવર્નરોના પરિણામ
અમેરિકામાં કુલ 36 રાજ્યોમાંથી 31 રાજ્યોના પરિણામો સામે આવ્યા છે. જે મુજબ 20 સીટો પર ડેમોક્રેટ્સ અને 11 સીટો પર રિપબ્લિકનનો કબજો થયો છે. અમેરિકાના અન્ય રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.
શું હોય છે મિડ ટર્મ ચૂંટણી?
વાત જાણે એમ છે કે આ ચૂંટણી ચાર વર્ષના કાર્યકાળની બરાબર વચ્ચે આવે છે એટલે તેને મિડ ટર્મ ચૂંટણી કહે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે અને ચૂંટાયા બાદ 2 વર્ષે આ ચૂંટણી આવતી હોય છે. અમેરિકી કોંગ્રેસના બે ગૃહ છે. એક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને બીજુ સેનેટ. અમેરિકી કોંગ્રેસનું એક મહત્વનું કામ ફેડરલ કાયદા બનાવવાનું છે અને તેને પાસ કરવાનું છે. આ કાયદા દેશભરમાં લાગૂ થાય છે. મિડ ટર્મ ચૂંટણીથી એ નક્કી થશે કે ટ્રમ્પની પારટી કે વિપક્ષી ડેમોક્રેટ્સમાંથી કોણ અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદને કંટ્રોલ કરશે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 2 વર્ષનો કાર્યકાળ
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે. સામાન્ય રીતે પ્રસ્તાવિત કાયદા હાઉસમાં જ રજૂ કરાય છે અને તેના પર ચર્ચા થાય છે. અગાઉની સ્થિતિ જોઈએ તો 435 સીટોમાંથી 219 સીટ રિપબ્લિકન પાસે હતી. જ્યારે 214 સીટો પર ડેમોક્રેટ્સનો કબજો હતો. બે સીટ ખાલી છે. જો કે મિડ ટર્મ ચૂંટણીના પરિણામો પછી સ્થિતિ બદલાશે.
સેનેટમાં અલગ હોય છે સ્થિતિ
વાત સેનેટની એટલે કે ઉપલા ગૃહની કરીએ તો 100માંથી 35 સીટો માટે ચૂંટણી થઈ હતી. ચૂંટાયેલા સભ્યોનો છ વર્ષનો કાર્યકાળ હોય છે. તેઓ હાઉસમાંથી આવેલા પ્રસ્તાવિત કાયદાઓને મંજૂરી આપે છે કે અથવા તો રોકે છે. આ સદનમાં 100 સીટોમાંથી 53 સીટો રિપબ્લિકન પાસે છે જ્યારે 45 સીટો પર ડેમોક્રેટ્સનો કબજો છે. ડેમોક્રેટ્સને 2 અપક્ષ સેનેટરોનો પણ ટેકો છે.