SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

UAE Accident: ફુજૈરાહ અમીરાતના એન્ટ્રી ગેટ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 14 લોકોના મોત, મૃતકોમાં ભારતીયોના પણ નામ

UAE Accident: સંયુક્ત અરબ અમીરાતમાં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં એક બેકાબૂ ટ્રક રસ્તા પર અનેક ગાડીઓ સાથે ટકરાયો જેના કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યો. આ 14 લોકોમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

Written By Krupa Shah
Published: Nov 13, 2026, 08:01 AM IST | Updated: Nov 13, 2026, 08:06 AM IST
Join

UAE Accident: યુએઈમાં એક બેકાબૂ ટ્રક એ ગંભીર અકસ્માત સર્જ્યો છે. યુએઈના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. 14 લોકોમાં ભારતીય લોકોનો પણ સમાવેશ થાય છે. જાણવા મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ફુજૈરાહ અમીરાતના એન્ટ્રી ગેટ પાસે રસ્તા પર સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Nvidia new CEO: એનવીડિયાની કમાન સંભાળશે કોલેટ ક્રેસ, અફેરના કારણે 33 વર્ષ પછી જેનસન હુઆંગને છોડવી પડી કંપની

અકસ્માત બાદ ગૃહ મંત્રાલયે જાહેર કરેલા સ્ટેટમેન્ટ અનુસાર રસ્તા પર જતા એક ટ્રક પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રક બેકાબૂ થઈ રસ્તા પર દોડવા લાગ્યો જેના કારણે તેની ટક્કર એક કરતાં વધુ કાર સાથે થઈ. આ ઘટના ફુજૈરાહ અમીરાતના એન્ટ્રી ગેટ પાસે થઈ હોવાનું સામે આવ્યું છે. કાર સાથે ટક્કર થયા પછી ટ્રક રસ્તા પર પલટી ગયો જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો ગયો.

આ પણ વાંચો: Iran Warning: ઈરાનની અમેરિકાને ચેતવણી, હુમલો થયો તો અમેરિકાના ઠેકાણા પણ બચશે નહીં

અકસ્માતની આ ઘટના મોડી રાત્રે બની હતી. અકસ્માત દરમિયાન ટ્રકમાં આગ લાગી ગઈ હતી જેના કારણે પણ અન્ય વાહનોને ભારે નુકસાન થયું છે. દુબઈના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. મોડી રાત્રે અકસ્માત થયા પછી પોલીસ, મેડિકલ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ ઘટનામાં જાન માલની મોટી નુકસાની થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ અંગે દુબઈના ભારતીય દૂતાવાસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે મૃતકોમાં કેટલાક ભારતીય નાગરિકો પણ છે. જાણકારી અનુસાર અન્ય જે લોકો ઘાયલ થયા છે તેમાં ઓમાન, દુબઈ, બ્રાઝીલ, પાકિસ્તાન, જોર્ડન સહિતના દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોની બોડી પોસ્ટમોર્ટમ પછી તેમના પરિવારને સોંપવામાં આવશે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES