• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ના હોય! 25 હજાર વર્ષ પહેલા પણ 'ડ્રગ્સ' લેતો હતો માનવી? પ્રાચીન દાંતો પરથી થયો ચોંકાવનારો ખુલાસો

ના હોય! 25 હજાર વર્ષ પહેલા પણ 'ડ્રગ્સ' લેતો હતો માનવી? પ્રાચીન દાંતો પરથી થયો ચોંકાવનારો ખુલાસો

આજકાલ ડ્રગ્સ શબ્દ ખુબ સાંભળવા મળે છે ત્યારે એમ લાગે કે તે આધુનિક જમાનાની ઉપજ છે. પરંતુ એવું નથી. ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરથી મળેલા પ્રાચીન દાંતથી માનવ ઈતિહાસ વિશે અત્યંત રસપ્રદ ખુલાસો થયો છે.

Written ByViral Raval
Published: Sep 24, 2026, 01:01 PM IST|Updated: Sep 24, 2026, 01:10 PM IST
joinshare
ના હોય! 25 હજાર વર્ષ પહેલા પણ 'ડ્રગ્સ' લેતો હતો માનવી? પ્રાચીન દાંતો પરથી થયો ચોંકાવનારો ખુલાસો
Image Credit: આજકાલ ડ્રગ્સ શબ્દ ખુબ સાંભળવા મળે છે ત્યારે એમ લાગે કે તે આધુનિક જમાનાની ઉપજ છે. પરંતુ એવું નથી. ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરથી મળેલા પ્રાચીન દાંતથી માનવ ઈતિહાસ વિશે અત્યંત રસપ્રદ ખુલાસો થયો છે.

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

દરિયા કિનારે પિકનિક મનાવવા પહોચ્યું હતું મિત્રોનું ગ્રુપ, મોજામાં ફસાતા 8 વિદ્યાર્થીઓના મોત, મહારાષ્ટ્રમાં મોટી દુર્ધટના

2

ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

3

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

4

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

5

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પરથી મળેલી દાંતોએ માનવ ઈતિહાસમાં નવો અને રસપ્રદ ખુલાસો કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દાંત 25 હજાર વર્ષો પહેલાના છે. જેમાં ગોળ ખાડા જેવા નિશાન મળ્યા છે. આ નિશાન સોપારી એટલે કે બીટલ નટને નિયમિત રીતે ચૂસવાથી બનેલા છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે શિકારી સમુદાયના લોકો દર્દ નિવારણ પદાર્થો માટે આવું કરતા હતા. આ શોધ માણસોમાં નશીલા પદાર્થોના આદી હોવાના સૌથી પ્રાચીન પુરાવા છે.

બીયર કરતા પણ જૂનું?

  • આ જે વાત છે એ સૌથી જૂની બીયર બનાવવાની પ્રક્રિયાથી પણ હજારો વર્ષ જૂની છે. 
  • ગ્રિફિથ યુનિવર્સિટી બ્રિસ્બેનના એડમ બ્રમે કહ્યું કે આપણે આપણા સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા સાઈકો એક્ટિવ પદાર્થોની ઉત્પતિ વિશે ખુબ ઓછું જાણીએ છીએ. 
  • 25 હજાર વર્ષ પહેલા શિકારી પહેલેથી જ એવા છોડવાઓના આદી હતા જે મગજના કામને બદલતા હતા. આ સ્ટડી સાયન્સ એડવાન્સીસ જર્નલમાં છપાયોલ છે. 
  • રિસર્ચર્સે બે શિકારીના કંકાલ અવશેષોની તપાસ કરી. જેમાં એક વ્યક્તિના દાંત 16 હજારથી 25 હજાર વર્ષ જૂના છે. 
  • દાંતમાં વિચિત્ર ગોળ ખાડા જોઈને વૈજ્ઞાનિકો નવાઈ પામી ગયા.
  • દુનિયાના પ્રમુખ દાંતના ઘસારાના વિશેષજ્ઞોએ પણ આવા નિશાન પહેલા જોયા નહતા. આધુનિક સોપારી ચાવવાની પ્રથામાં સોપારીને કાપીને તેમાં ચૂનો  ભેળવવામાં આવે છે. જેનાથી આવા ખાડા થતા નથી.  પ્રાચીન લોકો આખા નટને જ મોઢામાં રાખીને ચૂસતા હતા. 
  • પ્રયોગોમાં કૃત્રિમ લાળમાં સોપારી પલાળીને જોવામાં આવ્યું કે ફક્ત ચૂસવાથી પૂરતા પ્રમાણમાં એરેકોલાઈન નામનું કેમિકલ નીકળે છે. પ્રાચીન દાંતો પર એરેકોલાઈનના અવશેષો પણ મળ્યા જેનાથી પુષ્ટિ થઈ. 
  • એરેકોલાઈન મગજ પર અસર પાડનારું અલ્કલાઈડ છે. જે ઉત્તેજના પેદા કરે છે. દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે.

દુખાવામાંથી રાહત કે પછી નશાની લત?

  • વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે દાંતના દુખાવાની સારવાર માટે સોપારી ચૂસવામાં આવતી હશે. 
  • મોઢું સૂન્ન થઈ જાય છે, દુખાવો ઓછો મહેસૂસ થાય છે. પરંતુ લાંબા  સમય સુધી ચૂસવાથી દાંત વધુ ઘસાઈ જતા હતા જેનાથી દુખાવો વધતો હતો. 
  • લોકો ફરીથી રાહત માટે નટ ચૂસવા લાગતા હતા. 
  • આ રીતે એક પ્રકારે સાઈકલ બનતી હતી, બ્રમે પોતે પ્રયોગમાં ચાખ્યું તો કડવો અને તૂરો સ્વાદ મળ્યો તથા મોઢું સૂન્ન થઈ ગયું. 
  • કદાચ પ્રાચીન લોકો આ જ પ્રભાવ માટે કરતા હતા. આ શોધ દર્શાવે છે કે સાઈકો એક્ટિવ છોડવાનો ઉપયોગ કૃષિ શરૂ થયા તે ઘણું પહેલા શરૂ થઈ ચૂક્યું હતું. 
  • પહેલા એવું માનવામાં આવતું હતું કે નશીલા પદાર્થોનું નિયમિત સેવન લગભગ 12500 વર્ષ પહેલા કૃષિ સાથે જોડાયેલું હતું. આ સ્ટડીએ આ ધારણાને વધુ પાછળ ધકેલી દીધી છે.

છોડવાનો ઉપયોગ દુખાવા, માનસિક ઉત્તેજના માટે!
આજે પણ દુનિયાભરમાં 60 કરોડથી વધુ લોકો સોપારી ચાવે છે. એશિયામાં સૌથી વધુ. આ પરંપરા હજારો વર્ષ જૂની સાબિત થઈ છે. સુલાવેસી જેવા ટાપુ પર હિમયુગના શિકારી કુદરતમાં મળી આવતા છોડવાનો ઉપયોગ દુખાવા અને કદાચ માનસિક ઉત્તેજના માટે  કરતા હતા. તેઓ ફક્ત ભોજન નહીં પરંતુ મગજને પ્રભાવિત કરનારા પદાર્થો પણ શોધતા હતા.

આ શોધથી માણસની નશા સંસ્કૃતિના મૂળિયાને સમજવામાં મદદ મળે છે. દારૂ, અફીણ કે અન્ય પદાર્થો પહેલા પણ લોકો છોડવાથી રાહત અને ઉત્તેજના મેળવતા હતા. દાંતોના નિશાન જેવા પુરાવા દુર્લભ હોય છે. આથી આ શોધ ખાસ મહત્વ ધરાવે છે.

આ સ્ટડી પુરાતત્વ અને જૈવ રસાયણના સંયોજનથી સંભવ થયો. દાંતોના ઘસારા સાથે રાસાયણિક વિશ્લેષણે મજબૂત પુરાવા આપ્યા. ભવિષ્યમાં અન્ય પ્રાચીન અવશેષોની તપાસથી વધુ પ્રાચીન પુરાવા મળી શકે છે. હિન્દ મહાસાગર અને દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય સ્થળો પર પણ રિસર્ચની જરૂર છે. માનવે પ્રકૃતિ સાથે કેવા પ્રયોગ કર્યા તે સમજવાથી આપણા વ્યવહારની ઉત્પત્તિ પર પ્રકાશ પડશે. 25 હજાર વર્ષ પહેલાના આ નિશાન યાદ અપાવે છે કે નશીલા પદાર્થોનું આકર્ષણ માનવ ઈતિહાસ જેટલું જ  જૂનું છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News