SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાઉદી અરબનો હુથીઓ પર પલટવાર, યમનની રાજધાની સના સહિતના ઠેકાણાઓ પર હુમલા

હુથી વિદ્રોહીઓના હુમલાનો જવાબ હવે સાઉદી અરબ એ આપવાનું શરુ કરી દીધું છે. જાણવા મળતી માહિતી અનુસાર યમનની રાજધાની સના સહિતના ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે.

Written By Krupa Shah
Published: Nov 27, 2026, 07:42 IST | Updated: Nov 27, 2026, 07:44 IST
Join

સાઉદી અરબમાં હુથી વિદ્રોહીઓએ કરેલા હુમલાનો જવાબ હવે સાઉદી આપી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર ગુરુવારે સાઉદી અરબના ફાઈટર જેટ્સ દ્વારા યમનમાં આવેલા હુથીઓના અલગ અલગ ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. હુથી વિદ્રોહીઓએ આ હુમલા પાછળ સાઉદી અરબ સમર્થિત સરકારને જવાબદાર ગણાવી હતી.

હુમલામાં 4 લોકોના મોત

યમનમાં આવેલા હુથીઓના ઠેકાણા પર થયેલા આ હવાઈ હુમલામાં 4 લોકોના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. આ ચાર લોકોમાં 1 બાળકનો સમાવેશ થાય છે. જાણવા એમ પણ મળે છે કે યમનની રાજધાની સનામાં પણ સાઉદીએ હુમલો કર્યો છે. હુથીઓના કબ્જાવાળા વિસ્તારમાં રહેતા લોકોએ ગુરુવારે રાત્રે વિસ્ફોટના અવાજ સાંભળ્યા.

સાઉદી અરબની તેલ રિફાઈનરી પર હુમલો

મહત્વનું છે કે સાઉદી અરબના આ હુમલા પછી હુથી વિદ્રોહી અને સાઉદી અરબ સમર્થિત સરકારી બળ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી શકે છે. સાઉદી અરબ તરફથી પણ ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરબની તેલ રિફાઈનરી પર એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક નેપાળી કર્મચારીનું મોત થયું છે.

સાઉદી અરબ અને હુથી વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ

છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરબ અને હુથી વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. જેના ભાગ રુપે હુથી વિદ્રોહીઓ સાઉદીની તેલ રિફાઈનરીઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે જજાન સ્થિત તેલ રિફાઈનરી પર હુમલો કરવામાં આવ્યો હતો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES