SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાકિસ્તાનને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીત, પાક મંત્રીનું નિવેદન

પાકિસ્તાનને અચાનક ભારત સાથે તકરાર નહીં વાતચીત કરવાનું યાદ આવ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના કાયદા તેમજ ન્યાય મંત્રી આઝમ નજીર તરાર એ ભારત સાથે આતંકવાદ અને સિંધુ જલ સંધિ પર વાતચીત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

Written By Krupa Shah
Published: Nov 09, 2026, 08:19 AM IST | Updated: Nov 09, 2026, 08:21 AM IST
Join

પાકિસ્તાન જ્યારે ચારેતરફથી ઘેરાઈ જાય છે ત્યારે તેને અચાનક વાતચીત કરવાનું યાદ આવે છે. તાજેતરમાં પણ આવું જ થયું છે. પાકિસ્તાનને લાગે છે કે યુદ્ધ અને બળ પ્રયોગથી કોઈ સમસ્યાનું સમાધાન ન થઈ શકે. આતંકવાદ અને સિંધુ જલ સંધિ જેવા મુદ્દા પર ચાલતા વિવાદનું સમાધાન લાવવા પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માંગે છે. આ વાત પાકિસ્તાનના કાયદા તેમજ ન્યાય મંત્રી આઝમ તરારએ કરી છે.

સિંધુ જલ સંધિ અને આતંકવાદ 

વર્લ્ડ બેંકની એક મીટિંગમાં સામેલ થયેલા પાક મંત્રી આઝમ તરાર આ મુદ્દે આઈએએનએસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સિંધુ જલ સંધિ અને આતંકવાદ સહિતના મુદ્દે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાઓનું સમાધાન વાતચીતથી લાવવાની જરૂર છે. આઝમ તરાર એ કહ્યું કે દુનિયાભરના મોટામાં મોટા વિવાદનું સમાધાન પણ વાતચીત અને સમજૂતીથી આવ્યું છે. ભારત અને પાકિસ્તાન એ પણ મતભેદ દુર કરવા વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ.

મુદ્દાનું સમાધાન યુદ્ધ કે બળ પ્રયોગથી ન આવી શકે

પાક મંત્રી તરાર એ એવું પણ કહ્યું કે સિંધુ જલ સંધિ મુદ્દે હવે સ્થિતિ બદલી ગઈ છે. કોઈપણ મુદ્દાનું સમાધાન યુદ્ધ કે બળ પ્રયોગથી ન આવી શકે. બંને દેશોની આબાદી 100 કરોડથી વધુ છે. બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન છે. આ સ્થિતિને જોતાં શાંતિ અને સહ અસ્તિત્વની જરૂરીયાત વધી જાય છે.

આતંકવાદ મુદ્દે પાક મંત્રીએ એવું કહ્યું કે પાકિસ્તાન પણ આતંકવાદનો સામનો કરી રહ્યું છે તેવામાં આરોપ-પ્રત્યારોપને બદલે બંને દેશ એ સાથે બેસી આ મુદ્દાનું સમાધાન લાવવું જોઈએ. એકબીજા પર આરોપ લગાવવાથી કોઈ પરિણામ નહીં મળે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન તો વાતચીત કરવા તૈયાર જ છે. બંને દેશ વચ્ચે વાતચીત થવાની સંભાવના છે.

પાણી જીવનનો આધાર

સિંધુ જલ સંધિ મુદ્દે પાક મંત્રીએ કહ્યું કે પાણી જીવનનો આધાર છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ તટવર્તી દેશોને જળ અધિકારને મહત્વ આપવામાં આવ્યું છે. તેવામાં પાણીને ટકરાવનું કારણ બનાવવાને બદલે બંને દેશ એ પાણી મુદ્દે વાતચીત કરી સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. આ તકે તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે પાકિસ્તાન પાણી મુદ્દે વાતચીત કરવા તૈયાર જ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES