• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /સાઉદી અરબને બચાવમાં આવ્યા પાકિસ્તાન અને તુર્કી, લડવા માટે મોકલશે પોતાના સૌનિકો! જાણો

સાઉદી અરબને બચાવમાં આવ્યા પાકિસ્તાન અને તુર્કી, લડવા માટે મોકલશે પોતાના સૌનિકો! જાણો

Mecca Joint Defence Agreement: ગયા ઓગસ્ટમાં, ત્રણેય દેશો મક્કા કરાર પર સંમત થયા હતા. નાટોના ઉદાહરણને અનુસરીને, આ કરારમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જૂથના કોઈપણ સભ્ય પર હુમલો બધા પર હુમલો માનવામાં આવશે.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 06, 2026, 07:53 AM IST|Updated: Oct 06, 2026, 07:54 AM IST
joinshare
સાઉદી અરબને બચાવમાં આવ્યા પાકિસ્તાન અને તુર્કી, લડવા માટે મોકલશે પોતાના સૌનિકો! જાણો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    અમેરિકામાં ફરી મચ્યો ખતરનાક રોગનો કહેર, ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર!

    અમેરિકામાં ફરી મચ્યો ખતરનાક રોગનો કહેર, ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર!

    2

    ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી

    3

    મધરાતે નિર્ણય લેવાતા આખરે અટકી ગયું ACP વિવેક ભગતનું 'પ્રમોશન', મહિલા પત્રકારોએ લગાવ્યો છે ગંભીર આરોપ

    4

    8 ઓક્ટોબરે GST કાઉન્સિલની બેઠક, આ લોકોને રાહતના PM મોદીએ આપ્યા આ સંકેતો !

    5

    મેં જે કહ્યું તે સ્ક્રિપ્ટેડ હતું: સંજય દત્તના 'દેશમાં શાંતિ નથી'ના નિવેદનથી હોબાળો, મુન્નાભાઈએ હાથ જોડીને ચાહકોની માંગી માફી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Mecca Joint Defence Agreement: સાઉદી અરેબિયામાં હુથી વિદ્રોહિયો દ્વારા કરવામાં આવેલા અનેક હુમલાઓ વચ્ચે, મક્કા કરાર પહેલીવાર અમલમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન અને તુર્કીએ મક્કા સંયુક્ત સંરક્ષણ કરારની શરતો હેઠળ સાઉદી અરેબિયામાં પોતાના સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. સોમવારે રિયાધમાં યોજાયેલી ઈમજન્સીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, ત્રણેય દેશોના વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, વિદેશ પ્રધાન ઇશાક દાર અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ હાજર હતા. બેઠક દરમિયાન, ત્રણેય દેશોએ હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓની સખત નિંદા કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે તેમને સહન કરવામાં આવશે નહીં.

    ઓગસ્ટમાં થયો હતો આ કરાર

    મક્કા કરાર પર અગાઉ ઓગસ્ટમાં સંમતિ થઈ હતી. નાટોના આર્ટિકલ 5ની જેમ, મક્કા કરારની મુખ્ય જોગવાઈ એ છે કે એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલો બધા સભ્યો પર હુમલો માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે કોઈપણ દેશ જે હુમલો કરે છે તે આપમેળે ગ્રુપના અન્ય દેશોને પોતાનો બચાવ કરવાનો અધિકાર આપે છે.

    સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના કરારના લગભગ એક મહિના પછી, પાકિસ્તાન અને તુર્કીએ પરીક્ષાનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને પાકિસ્તાનને ઈરાન સમર્થિત જૂથ હુથી બળવાખોરોનો સામનો કરવો પડ્યો. તાજેતરના દિવસોમાં સાઉદી અરેબિયા પર હુથીઓના વધતા હુમલા છતાં ચૂપ રહેવા બદલ પાકિસ્તાનની ભારે ટીકા થઈ હતી. હવે, તમામ ક્ષેત્રો તરફથી ટીકાનો સામનો કર્યા પછી, પાકિસ્તાન સાઉદી અરેબિયાને મદદ કરવા સંમત થયું છે.

    શું કરાર થયો હતો?

    ત્રણેય દેશોએ કરારની શરતોને તાત્કાલિક અમલમાં મૂકવા અને સાઉદી અરેબિયામાં લશ્કરી સૈનિકો મોકલવા સંમત થયા છે. ત્રણેય દેશોએ તાત્કાલિક લશ્કરી દળો અને સંસાધનો તૈનાત કરવાનું વચન આપ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી કે સાઉદી અરેબિયામાં કેટલા પાકિસ્તાની અને તુર્કી સૈનિકો મોકલવામાં આવશે. તે પણ સ્પષ્ટ નથી કે આ સૈનિકો સીધા યુદ્ધના મેદાનમાં પ્રવેશ કરશે કે ફક્ત સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ અને સરહદોનું રક્ષણ કરશે.

    વધારે વધી રહ્યું છે યુદ્ધ

    આ દરમિયાન, પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ઊંડું થઈ રહ્યું છે. હુથી બળવાખોરોએ સોમવારે સાઉદી અરેબિયા પર છેલ્લા 24 કલાકમાં તેમના પ્રદેશ પર 106 હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, યમનમાં સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધન  ગ્રુપોએ બાબ અલ-મંડેબની આસપાસના ઘણા મુખ્ય વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ બાબ અને હદીદ શહેરો પર પણ નિયંત્રણ મેળવ્યું છે.

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News