AI મિસાઈલથી અમેરિકા-જાપાનમાં ખળભળાટ! સાપની જેમ લહેરાશે, સ્પીડ અને દિશા બદલવાનું ઘાતક કોમ્બિનેશન!
Kim Jong Un missile test : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને એકવાર ફરી દુનિયાને ધ્રુજાવી દીધી છે. આ વખતે ઉત્તર કોરિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીથી સજ્જ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. લગભગ એક હજાર કિલોમીટર સુધી તબાહી મચાવનારી આ મિસાઈલથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા કેમ છે ખોફમાં..
US Japan South Korea alert : દુનિયા પહેલાથી જ અનેક મોરચે ચાલતા યુદ્ધથી ઘેરાયેલી છે. પરંતુ આ બધાની વચ્ચે દુનિયાના સૌથી ખતરનાક સરમુખત્યાર ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉને એક એવું ડરામણું પગલું ભર્યું છે જેણે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ઊંઘ હરામ કરી દીધી છે.
- કિમની AI મિસાઈલથી અમેરિકા-જાપાનમાં ખળભળાટ!
- AI મિસાઈલ સાથે કિમનો નવો ખોફનાક દાવ
- 1000 કિમી સુધી માર કરતી AI મિસાઈલ!
આ વખતે કિમ જોંગ-ઉને માત્ર પરંપરાગત મિસાઈલનું પરીક્ષણ નથી કર્યું, પરંતુ એક ડગલું આગળ વધીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીથી સજ્જ મિસાઈલનું ટેસ્ટિંગ કરી નાખ્યું છે.
- તારીખ 4 ઓક્ટોબર,
- જગ્યા ઉત્તર કોરિયાનું વોનસાન...
1000 કિલોમીટરના દૂરના ટાર્ગેટને ધ્વસ્ત કર્યો
સરમુખત્યાર કિમ જોંગ-ઉન્ન પોતાની પત્ની અને પોતાની ઉત્તરાધિકારી માનવામાં આવતી પુત્રી જુ એ સાથે એકવાર ફરી ખોફની રમતનો સાક્ષી બની રહ્યા હતા. સમય હતો એક મધ્યમ અંતરની વ્યુહાત્મક મિસાઈલના પરીક્ષણનો. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ મિસાઈલે આશરે એક હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાના નક્કી કરેલા લક્ષ્યને નેસ્તનાબૂદ કરી દીધું.
આ પરીક્ષણ પછી દક્ષિણ કોરિયાઈ સેનાના આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો. સિઓલના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટોફે દાવો કર્યો કે મિસાઈલે 700 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. પરંતુ ખરી ચિંતા અંતરની નથી, પરંતુ એ ટેકનોલોજીની છે જેનો ખુલાસો પરીક્ષણ પછી કિમ જોંગ-ઉનની શક્તિશાળી બહેન કિમ યો-જોંગે કર્યો.
- કિમની AI મિસાઈલ, દુશ્મનના ડિફેન્સને ચકમો?
- સાપની જેમ લહેરાશે કિમની AI મિસાઈલ!
- AI મિસાઈલથી કિમે દુનિયાને ચોંકાવી
- કિમનો AI વોરફેર પ્લાન સામે આવ્યો!
- AI મિસાઈલ ટેસ્ટથી કોરિયન દ્વીપકલ્પમાં તણાવ
આ ટેસ્ટ એ યુનિટ્સની ટ્રેનિંગનો ભાગ
ઉત્તર કોરિયાનો દાવો છે કે આ મિસાઈલમાં પહેલીવાર AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી મિસાઈલના લોન્ચ પછી પોતે જ નિર્ણયો લેશે અને ટાર્ગેટ પર સચોટ નિશાન સાધવામાં મદદ કરે છે. એટલું જ નહીં, દાવો કરાયો છે કે આ મિસાઈલ ઓછી ઊંચાઈ પર ઊડતાં વેવ-લાઈક એટલે કે સાંપની જેમ લહેરાતા રસ્તે ચાલી શકે છે. આના કારણે એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેને ટ્રેક કરી શકતી નથી. આ ટેસ્ટ એ યુનિટ્સની ટ્રેનિંગનો ભાગ હતો જે હાઈપરસોનિક સ્ટ્રેટેજિક વેપન સિસ્ટમને ઓપરેટ કરે છે. એટલે કે સ્પીડ અને દિશા બદલવાની ક્ષમતાનું ઘાતક કોમ્બિનેશન!
- કિમની નવી મિસાઈલથી અમેરિકા એલર્ટ!
- 700થી 1000 કિમી સુધી કિમની મિસાઈલનો દાવો
- AIથી સજ્જ મિસાઈલ, કિમની નવી યુદ્ધ ટેકનોલોજી!
- એન્ટી-મિસાઈલ સિસ્ટમને ચકમો આપશે કિમનું હથિયાર?
- કિમની મિસાઈલમાં AI, હવે યુદ્ધની નવી ટેકનોલોજી
- સાપની જેમ રસ્તો બદલશે કિમની AI મિસાઈલ!
આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે થયું જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પહેલાથી જ ભારે તણાવ છે. ગયા મહિને કોરિયાઈ પ્રાયદ્વીપના ડીમિલિટરાઈઝ્ડ ઝોન એટલે કે DMZની સુરંગમાં ભયંકર વિસ્ફોટ થયા. દક્ષિણ કોરિયાની સેનાએ આ વિસ્ફોટ માટે ઉત્તર કોરિયાને જવાબદાર ઠેરવ્યું હતું.
- કિમે અજમાવી AI મિસાઈલ, દુશ્મનોની વધશે ચિંતા?
- AI મિસાઈલથી કિમે વધાર્યો યુદ્ધનો તણાવ
- કિમની AI મિસાઈલનો ખોફ, અમેરિકા-દક્ષિણ કોરિયા એલર્ટ
- મિસાઈલમાં AIનો ઉપયોગ, કિમનો નવો પ્રયોગ
- કિમની ‘સ્માર્ટ મિસાઈલ’થી દુનિયા ચોંકી
- AI મિસાઈલ ટેસ્ટ બાદ કોરિયામાં યુદ્ધનો ખતરો?
કોરિયાઈ પ્રાયદ્વીપમાં પહેલાથી જ DMZમાં સુરંગ વિસ્ફોટો અને સરહદી તણાવના કારણે સ્થિતિ સળગી રહી છે. એવા સમયે AI ટેકનોલોજીથી સજ્જ આ મિસાઈલનું સામે આવવું એ વાતનો સંકેત છે કે કિમ જોંગ-ઉન્ન પોતાની સેનાને ભવિષ્યની યુદ્ધ તકનીકો માટે તૈયાર કરી રહ્યા છે.
જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ઉત્તર કોરિયાનું AI કેટલું અસરકારક છે, પરંતુ અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા આ ખતરાને હળવાશથી લેવાની જરાપણ ભૂલ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે આ મિસાઈલ ડિપ્લોમસીના જવાબમાં પશ્ચિમી દેશો કયો નવો દાવ રમે છે.