ન્યૂયોર્કની કોર્ટે ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર કરવાના આરોપમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને દોષી ગણાવી 235 મહિના એટલે કે 19 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા મામલે 20 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ધરપકડ 2023 માં ચેક રિપબ્લિક કરવામાં આવી હતી. ત્યારબાદ જૂન 2024 માં પ્રત્યાર્પણ પછી તેને અમેરિકા લાવવામાં આવ્યો અને તે જેલમાં કેદ હતો. ધરપકડ બાદ નિખિલ ગુપ્તાએ 3 ગુના કબૂલ કર્યા હતા જેમાં હત્યા માટે સોપારી આપવી, હત્યાનું ષડયંત્ર રચવું અને મની લોન્ડ્રિંગના આરોપનો સમાવેશ થાય છે. આ મામલે 20 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં તેને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નિખિલ ગુપ્તા પર આરોપ છે કે તેણે ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
આ મામલે થયેલી તપાસ અનુસાર વર્ષ 2023 માં નિખિલ ગુપ્તાએ કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. તે લોકો પણ હત્યાના ષડયંત્રમાં સંડોવાયેલા હતા. આ મામલે વિકાસ યાદવને સહ આરોપી બનાવવામાં આવ્યો છે. જે હત્યા માટે શૂટરની વ્યવસ્થા કરવાનો હતો. હત્યા કરવા માટે 1 લાખ ડોલરની સોપારી આપવાની વાત પણ તપાસમાં સામે આવી હતી. જેમાંથી જૂન 2023 માં 15 હજાર ડોલર એડવાન્સ તરીકે આપવામાં પણ આપ્યા હતા. આ સમગ્ર મામલે તપાસ પછી થયેલી ધરપકડમાં નિખિલ ગુપ્તાએ 3 ગુના કબૂલ્યા હતા.
ગુરુપતવંત સિંહને ભારત એ ખાલિસ્તાની આતંકવાદી જાહેર કર્યો છે. તે અમેરિકામાં સ્થિત સિખ્સ ફોર જસ્ટિસ સંગઠનનો પ્રવક્તા છે અને સલાહકાર છે. પન્નૂ ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલો છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ ભારત વિરોધી ગતિવિધિઓમાં પણ સંડોવાયેલો છે. પોતાના સંગઠનના માધ્યમથી ભારતમાં યુવાનોને ભડકાવવાનો પ્રયત્ન કરતો હોય છે. તેણે ભારતના ડિપ્લોમેટ્સને મારી નાખવાની ધમકીઓ પણ આપી છે. અમેરિકા અને કેનેડામાં હિંદૂ સમુદાયોને પણ ધમકીઓ આપી ચુક્યો છે. તેણે એર ઈંડિયા સહિતના વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી છે. ભારત સરકારે 2020 થી પન્નૂને આતંકવાદી ઘોષિત કર્યો છે.