• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /વિમાનને ક્રેશ થતું બચાવનારા ગુજરાતી પાયલટ પર ઈઝરાયેલી પીએમ ઓળઘોળ, PM મોદીએ પણ ગણાવ્યા 'હીરો'

વિમાનને ક્રેશ થતું બચાવનારા ગુજરાતી પાયલટ પર ઈઝરાયેલી પીએમ ઓળઘોળ, PM મોદીએ પણ ગણાવ્યા 'હીરો'

Smit Machchhar: મોટા ભાગે ઈઝરાયેલી નાગરિકો ભરેલી ફ્લાય દુબઈની એક ફ્લાઈટ FZ1073 જે દુબઈથી તેલઅવિવ જઈ રહી હતી તેમાં બુધવારે એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ ફ્લાઈટને ક્રેશ કરવાની કોશિશ થઈ હતી. ઓમાની કોપાઈલોટે કોકપિટમાં ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકૂથી હુમલો કર્યો અને મારામારી કરી. સ્મિત મચ્છરે તેનો બહાદુરીથી સામનો કર્યો અને વિમાનને ક્રેશ થતું બચાવ્યું. ઈઝરાયેલના પીએમ અને પીએમ મોદીએ પણ સ્મિત મચ્છરના આ બહાદુરીભર્યા કાર્યની ખુબ પ્રશંસા કરી છે.

Written ByViral Raval
Published: Oct 01, 2026, 08:59 AM IST|Updated: Oct 01, 2026, 02:48 PM IST
joinshare
વિમાનને ક્રેશ થતું બચાવનારા ગુજરાતી પાયલટ પર ઈઝરાયેલી પીએમ ઓળઘોળ, PM મોદીએ પણ ગણાવ્યા 'હીરો'

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ1073 જે દુબઈથી ઈઝરાયેલના તેલ અવિવ ફ્લાઈટમાં 9/11 જેવી ઘટના ઘટતા ઘટતા રહી ગઈ. ફ્લાઈટના એક ઓમાની પાયલટ ગુજરાતી મૂળના ફ્લાઈટના કેપ્ટન સ્મિત મચ્છર પર અચાનક હુમલો કરી દીધો અને તેને લોહીલુહાણ કરી નાખ્યો પરંતુ આમ છતાં આ હિંમતવાન અને બહાદુર પાયલટે પોતાના જીવના જોખમે આ હુમલાખોર પાયલટનો સામનો કર્યો અને પોતાનું હતું એટલું બધુ બળ વાપરીને કોકપિટનો દરવાજો ખોલ્યો જેના કારણે પ્લેનના બાકી મુસાફરો અંદર આવી શક્યા અને તે હુમલાખોર પાયલટને કાબૂમાં કર્યો તથા પ્લેન ઉપર પણ કંટ્રોલ મેળવી લીધો. ગુજરાતી મૂળના આ પાયલટના સાહસને ઈઝરાયેલની જનતા અને પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ખુબ બિરદાવ્યા અને પીએમ મોદીએ પણ તેમની પ્રશંસા કરી.

શું કહ્યું ઈઝરાયેલી પીએમએ?
આ ઘટના બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે અભૂતપૂર્વ સાહસ બદલ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને મારા સેલ્યૂટ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં તેમણે વળતી લડત આપી, સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો અને મુસાફરો તથા ક્રૂને હુમલાખોરને કાબૂમાં કરવાની તક આપીને એક હવામાં એક વિનાશક દુર્ઘટના થતી અટકાવી. તેમણે 174 લોકોના જીવ બચાવ્યા જેમાં ઈઝરાયેલી અને અન્ય દેશના નાગરિકો સામેલ હતા. હું કેપ્ટન મચ્છર ઝડપથી સંપૂર્ણ રીતે સાજા થઈ જાય તેવી કામના કરું છું. તેઓ સાચા હીરો છે.

Prime Minister Benjamin Netanyahu:

My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.

Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker —…

— Prime Minister of Israel (@IsraeliPM) September 30, 2026

પીએમ મોદીએ પણ સ્મિત મચ્છરને બિરદાવ્યા
પીએ મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે કેપ્ટન સ્મિત મચ્છર હીરો છે. ગંભીર ખતરા વચ્ચે અને ખરાબ રીતે ઈજાગ્રસ્ત થવા છતાં તેમણે બીજાનો જીવ બચાવવા માટે અદમ્ય સાહસ અને અતૂટ સંકલ્પ દેખાડ્યો. તેમની બહાદુરીથી સેંકડો લોકોના જીવ બચ્યા અને મોટી ત્રાસદી ટાળવામાં મદદ મળી. વધુમાં લખ્યું કે ભારતને કેપ્ટન મચ્છર પર ગર્વ છે. હું તેમના જલદી સાજા થવા, નવી તાકાત અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

Captain Smit Machchhar is a HERO.

In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others. 

His valour helped save hundreds of lives and avert a great tragedy.

India is proud of…

— Narendra Modi (@narendramodi) October 1, 2026

શું હતો મામલો
અત્રે જણાવવાનું કે ફ્લાઈદુબઈની એક ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલઅવિવ જતી હતી. જેમાં 170થી વધુ લોકો સવાર હતા. આ ફ્લાઈટમાં મોટાભાગના ઈઝરાયેલી નાગરિકો હતા. પ્લેનના પાયલટ્સમાંથી એક ઓમાની નાગરિક અને ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર સામેલ હતા. બુધવારે ફ્લાઈટે ઉડાણ ભરી ત્યારબાદ થોડો સમય વિત્યા પછી કેપ્ટન અને કો-પાયલટ વચ્ચે હિંસક ઘટના ઘટી. ઓમાની કો પાયલટે ભારતીય પાયલટ સ્મિત મચ્છર પર ચાકૂથી હુમલો કર્યો. ત્યારબાદ પ્લેન અચાનક ઝડપથી નીચેની તરફ આવવા લાગ્યું હતું. એક સમયે એવું લાગ્યું હતું કે પ્લેન ક્રેશ થઈ જશે. ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ વિમાન ગણતરીની પળોમાં હજારો ફૂટ નીચે આવી ગયું હતું.

ગંભીર રીતે ઘાયલ થયા હતા સ્મિત મચ્છર
ઓમાની કો પાયલટના હુમલામાં ભારતીય મૂળના સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમ છતાં તેમણે આ હુમલાખોર કો પાયલટનો સામનો કરવાનું ચાલું રાખ્યું અને હતું એટલું બધુ બળ વાપરીને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. જેના કારણે વિમાનમાં હાજર મુસાફરો અને ક્રુ સભ્યો કોકપિટમાં ધસી ગયા અને હુમલાખોર પર કાબૂ મેળવ્યો. પ્લેનમાં કેટલાક પાયલટ પણ હાજર હતા જેમણે વિમાનને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી. ત્યારબાદ વિમાનની સફળતાપૂર્વક સાઉદી અરબના તબૂક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું.

સ્મિત મચ્છર વિશે

  • તમને જણાવી દઈએ કે સ્મિત મચ્છર મૂળ ગુજરાતના છે. 11 વર્ષ સુધી તેમણે સ્પાઈસજેટ સાથે કામ કર્યું અને ત્યારબાદ જૂન 2022માં તેઓ ફ્લાયદુબાઈ સાથે જોડાયા હતા. 
  • સ્મિત મચ્છર બોઈંગ 737 વિમાન ઉડાવે છે. તેમની પાસે કોમર્શિયલ એવિએશનનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. 
  • તેઓ ફ્લાયદુબઈમાં ડાયરેક્ટ કેપ્ટન તરીકે જોડાયા હતા. તેમણે સ્પાઈસજેટમાં અન્ય પાયલટ્સને ટ્રેનિંગ અને ગાઈડન્સ આપવાનું કામ પણ કર્યું હતું.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Captain Smit Machchhar