SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'ટ્રમ્પના મિત્ર' નેતન્યાહુને મોટો ઝટકો, ગાદી આઈસેનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ, જાણો ઇઝરાયલમાં કેવી રીતે થઈ સત્તા પરિવર્તન?

Israel President Election: ઇઝરાયલમાં 19 વર્ષ પછી સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે અને બેન્જામિન નેતન્યાહુને મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તેમનું 19 વર્ષ જૂનું શાસન ખતમ થઈ જશે. ગાડી આઈસેનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ મળી ગયું છે.

Written By Kinjal Patel
Published: Nov 08, 2026, 09:56 AM IST | Updated: Nov 08, 2026, 10:08 AM IST
Join

Israel President Election: ઇઝરાયલમાં 19 વર્ષ સુધી વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુનો યુગ હાલ પૂરતો ખતમ થઈ જશે. ગત 27 ઓક્ટોબરે થયેલી સંસદીય ચૂંટણીમાં આઈસેનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો પર જીત મેળવી હતી. ઇઝરાયલમાં રાષ્ટ્રપતિ આઈઝક હરજોગે શનિવારે વડાપ્રધાન પદ માટે મધ્યમાર્ગી ગઠબંધનના નેતા ગાડી આઈસેનકોટના દાવાને સ્વીકારી લીધો છે અને તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યા છે. શપથગ્રહણની તારીખ અને કાર્યક્રમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. આની સાથે જ ઇઝરાયલમાં 19 વર્ષ સુધી વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુનો યુગ હાલ પૂરતો ખતમ થઈ જશે.

જાપાનમાં ભયાનક ભૂકંપથી ડરનો માહોલ; રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા, ઘરોની બારીઓ તૂટી, 22 લોકો ગંભીર રીતે ઘાયલ

આઈસેનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો પર જીત

ગત 27 ઓક્ટોબરે થયેલી સંસદીય ચૂંટણીમાં આઈસેનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો પર જીત હાંસલ થઈ હતી. બાદમાં અરબ પાર્ટીઓના 19 સાંસદોએ પણ તેમને સમર્થન આપ્યું છે. આને મિલાવીને આઈસેનકોટને 67 સાંસદોનું સમર્થન હાંસલ થઈ ગયું છે. ઇઝરાયલમાં 120 સભ્યોવાળી સંસદ નેસેટમાં બહુમત માટે 61 સભ્યોની જરૂરિયાત હોય છે. આઈસેનકોટની શરત અનુસાર ઇઝરાયલને યહૂદી રાષ્ટ્ર માનતા લોકતાંત્રિક વ્યવસ્થાથી દેશ ચલાવવામાં આવશે. હમાસને આતંકી સંગઠન માનતા તેની સૈન્ય શક્તિને ખતમ કરવામાં આવશે.

વડાપ્રધાન પદ માટે આઈસેનકોટનું સમર્થન કરવાનો પત્ર સોંપી દીધો

સેનામાં તમામની ભરતી માટે નિયમો બદલવામાં આવશે. દેશના ગઠન સમયે નાગરિકોના અધિકારો માટે જે આચારસંહિતા નક્કી કરવામાં આવી, તેનું પાલન કરવામાં આવશે. આ શરતો પર આઈસેનકોટના નેતૃત્વવાળા ગઠબંધન સાથે સહમતિ બન્યા પછી અરબ પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિ હરજોગ પાસે ગયા અને તેમને વડાપ્રધાન પદ માટે આઈસેનકોટનું સમર્થન કરવાનો પત્ર સોંપી દીધો. જોઈન્ટ લિસ્ટમાં ત્રણ અરબ પાર્ટીઓ- હદાશ, તાલ અને બલદ છે, જ્યારે રાએમે અલગ થઈને ચૂંટણી લડી હતી.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: ઈઝરાયલના રાજકારણમાં મોટો ઉલટફેર, દેશની રાજધાની ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ, લાલકૃષ્ણ અડવાણીનો આજે 100મો જન્મદિવસ

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES