Israel Election Result: ઇઝરાયલમાં ત્રિશંકુની શક્યતા, 90 ટકા મતગણતરી પછી પણ કોઈ પાર્ટીને ન મળી સ્પષ્ટ બહુમતી
Israel Election Result: ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં મતગણતરી પુર્ણ થવામાં છે. અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો નેતન્યાહૂ ગઠબંધન 53 બેઠક પર આગળ છે. જો કે 90 ટકા મતની ગણતરી પછી પણ કોઈ પાર્ટીને બહુમત મળી નથી જેના કારણે ઇઝરાયલમાં ત્રિશંકુ સરકારની શક્યતા સેવાઈ રહી છે.
Israel Election Result: ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં મતગણતરી 90 ટકા જેટલી થઈ ચુકી છે. અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો નેતન્યાહૂ ગઠબંધન 53 બેઠકો પર આગળ છે, નેતન્યાહૂની લિકુડ પાર્ટી 26 બેઠકો પર આગળ છે જ્યારે તેમની વિરોધી પાર્ટી 21 સીટ પર પહોંચી છે. જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યું છે તેને જોતાં ઇઝરાયલમાં ત્રિશંકુ સરકારની શક્યતા સેવાઈ રહી છે. કારણ કે હજુ સુધી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.
ઈઝરાયલમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે. જેમાં નેતન્યાહૂ ગઠબંધન હજુ 53 બેઠક પર જ આગળ છે જ્યારે અરબ પાર્ટીઓ 19 બેઠક જીતે તેવું અનુમાન છે. ચૂંટણીમાં હવે અંતિમ ચરણની મતગણતરી પર સૌ કોઈની નજર છે. કારણ કે તેનાથી ચૂંટણીનું પરિણામ બદલી પણ શકે છે.
નેતન્યાહૂ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નથી મળી
નેતન્યાહૂ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નથી મળી પણ તેમને સત્તામાંથી હટાવવા માટે અરબ અને જોઈંટ લિસ્ટ પાર્ટી એકબીજાને સહયોગ આપવાની જાહેરાત કરી ચુકી છે. જોઈંટ લિસ્ટ પાર્ટી ઈઝરાયલી નેતૃત્વની પાર્ટી છે. તેમણે કહ્યું છે કે નેતન્યાહૂ સરકારને સત્તાથી હટાવવા તેઓ સહયોગ કરશે. મતગણતરીમાં જોઈંટ લિસ્ટ પાર્ટી 12 બેઠક જીતે તેવું અનુમાન છે. જો અરબ અને જોઈંટ લિસ્ટ પાર્ટી એક થઈ જાય તો તેમની કુલ બેઠક 19 થઈ શકે છે.
અરબ પાર્ટી પર વોટ ચોરીનો આરોપ
ઇઝરાયલમાં મતગણતરી વચ્ચે વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ અરબ પાર્ટી પર વોટ ચોરીનો આક્ષેપ કર્યો છે. નેતન્યાહૂની પાર્ટીએ કહ્યું કે અરબ પાર્ટીઓએ વોટર ફ્રોડ, ડરાવી ધમકાવીને મત મેળવ્યા છે. આ મામલે લિકુડ પાર્ટીએ તપાસની માંગ પણ કરી છે. તેમણે કહ્યું કે મત માટે તેમણે ગેરકાયદેકર રસ્તો અપનાવો છે.