SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બાપ જેવો જ દીકરો! 23 વર્ષની નજમેહ અમીનીને ફાંસીનો આદેશ, જાણો કોણ છે આ છોકરી

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ સામે ફરી કડક કાર્યવાહી શરૂ થઈ છે. મસહદની 23 વર્ષિય વિદ્યાર્થિની નજમેહ અમીનીને ફાંસીની સજા સંભળાવાવની જાહેરાત બાદ આ સવાલ ઈરાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમીનીએ સોશિયલ મીડિયા પર ઈરાનના ધાર્મિક આગેવાનો વિરૂદ્ધ કેટલીક પોસ્ટ કરી હતી અને વિરોધ પ્રદર્શનો દરમિયાન સરકાર વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ આરોપો હેઠળ ઈસ્લામિક કોર્ટે અમીનીને મોતની સજા સંભળાવી છે. આ ઘટનાને લઈને ઈરાનમાં કેવો ખળભળાટ મચ્યો છે જોઈએ આ ખાસ અહેવાલથી

Written By Karan Rajput
Published: Oct 15, 2026, 04:32 PM IST | Updated: Oct 15, 2026, 04:36 PM IST
Image Credit: Ai Image
Join

Najmeh Amini : 23 વર્ષીય નજમેહ અમીની ઈરાનની સત્તા સામે અવાજ ઉઠાવનાર એવી યુવતી છે, જેણે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ જીવિત હતા ત્યારે સરકારનો વિરોધ કર્યો હતો પરંતુ તેને મોતની સજા સંભળાવવામાં આવી છે ઈરાનના ત્રીજા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના શાસનકાળમાં. જો કે, મોજતબા ખામેનેઈ પોતે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે, તે અંગે પણ સ્પષ્ટ માહિતી નથી.

પરંતુ નજમેહ અમીનીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ઈરાનમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે...

યુદ્ધ શરૂ થવાના બરાબર પહેલાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હજારો લોકો ઈરાનની કટ્ટરપંથી સત્તા સામે પોતાની ફરિયાદો લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. ઈરાન સરકારે આ પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો.

હાલમાં અમેરિકા સાથેનું યુદ્ધ અટક્યું છે પરંતુ ઈરાનના કટ્ટર ઇસ્લામિક શાસન દ્વારા નજમેહ અમીની જેવી વિરોધીઓ સામેની કાર્યવાહી ચાલુ છે. 7 ઑક્ટોબરે ઈશ્વરની નિંદા કરવાના આરોપસર અમીનીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

નજમેહને શા માટે સંભળાવવામાં આવી મોતની સજા?        

કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો

ઈરાની અખબાર 'ખોરાસાન'ના અહેવાલ મુજબ, અમીનીએ પોતાના બચાવમાં એમ પણ કહ્યું હતું કે તેણે મિત્રો સાથે સાઇકેડેલિક મશરૂમ્સ લીધા હતા. ઈરાનમાં આને નશાકારક મશરૂમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સેવન કર્યા બાદ તે ભ્રમની સ્થિતિમાં હતી અને તે દરમિયાન તેણે કેટલીક પોસ્ટ કરી હતી. તેનો કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. તેણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને કરેલી અપીલમાં પણ આ વાત જણાવી છે..

અમીનીને સંભળાવવામાં આવેલી મોતની સજા હજુ અંતિમ નથી અને તેની વિરુદ્ધ ઈરાનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. જો કે, અમીનીને સજા સંભળાવવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે ઈરાનમાં ફાંસીની સજાના ઉપયોગને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES