અમેરિકી ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો દબદબો: અમી બેરા 8મી વાર સંસદ પહોંચ્યા, ઘણા ભારતીય નેતાઓનો વિજય
Indian American in US Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના ઘણા નેતાઓએ જીત મેળવી છે. ચૂંટણીમાં અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો, ઉપલા ગૃહની 35 સીટો, ગવર્નરના 36 પદ અને અન્ય પદ સામેલ છે. મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ બંને ગૃહ પર નિયંત્રણ હાસિલ કરી લીધું છે.
Indian American in US Elections: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય-અમેરિકી નેતાઓએ એકવાર ફરી ભવ્ય જીત મેળવી છે. ડેમોક્રેટિક સાંસદ અમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને સુહાસ સુબ્રમણ્યમ પ્રતિનિધિ સભા માટે ફરી ચૂંટાયા છે, જ્યારે પિયા ડાંડિયાએ પ્રથમવાર અમેરિકી સંસદમાં પ્રવેશ કર્યો છે. ઘણા અન્ય ભારતીય મૂળના નેતા પણ ગવર્નરથી લઈને સ્થાનિક નિગમો સુધી પદ માટે ચૂંટણી લડી હતી.
મંગળવારે યોજાયેલી આ ચૂંટણીમાં અમેરિકાની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાની તમામ 435 સીટો, ઉપલા ગૃહ સીનેટની 35સીટો, ગવર્નરના 36 પદ અને સ્થાનિક સંસ્થાઓના ઘણા પદ સામેલ છે. મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ બંને ગૃહ પર નિયંત્રણ હાસિલ કરી લીધું છે.
8મી વખત જીત્યા અમી બેરા
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અમી બેરા (61) એ રિપબ્લિકન ઉમેદવાર રોબ ટકરને હરાવ્યા. તેમણે કેલિફોર્નિયાના ત્રીજા ક્રોંગેસનલ ડિસ્ટ્રિક્ટથી જીત હાસિલ કરી. તેમણે અમેરિકી પ્રતિનિધિ સભામાં આઠમાં વખત જીત મેળવી છે. અમી બેરાનો જન્મ 1965મા લોસ એન્જલસમાં ગુજરાતી માતા-પિતાના ઘરે થયો હતો.
આ પણ વાંચોઃ અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!
સિલિકોન વેલીમાંથી 5મી વખત જીત્યા રો ખન્ના
ખન્નાએ કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ફરી ચૂંટણી જીતી છે, જે સિલિકોન વેલીની વચ્ચે સ્થિત છે. તેઓ પોતાનો પાંચમો કાર્યકાળ પૂરો કરી રહ્યાં છે અને જાન્યુઆરીમાં પોતાના છઠ્ઠા કાર્યકાળની શરૂઆત કરશે. ખન્નાનો જન્મ ફિલાડેલ્ફિયામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા 1970ના દાયકામાં ભારતથી અમેરિકા ગયા હતા.
61% મતથી જીત્યા સુહાસ સુબ્રમણ્યમ
સુબ્રમણ્યમ (40) વર્જીનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ફરી જીત્યા છે. તેમણે રિપબ્લિકન ડેવ બેકવિથને હરાવ્યા છે. તેમને બેકવિથના મુકાબલે 61 ટકાથી વધુ મત મળ્યા. સુબ્રમણ્યમ આ પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે.
છઠ્ઠીવાર જીત્યા પ્રમિલા જયપાલ
વોશિંગટનના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલ પ્રતિનિધિ સભામાં પોતાના છઠ્ઠા કાર્યકાળ માટે ચૂંટાયા છે. પાચલા મહિને તેમણે ભારતમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યો હતો. જયપાલ 2016મા પ્રથમવાર અમેરિકાના સંસદ માટે ચૂંટાયા હતા.
આ પણ વાંચોઃ અબ્દુલ અલ-સૈયદે રચ્યો ઇતિહાસ: અમેરિકી સીનેટમાં પહોંચનાર બન્યા પ્રથમ મુસ્લિમ સાંસદ
પ્રથમવાર સંસદ પહોંચ્યા પિયા ડાંડિયા
ડાંડિયાએ ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી જીત હાસિલ કરી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર કેસી અસકરને હરાવ્યા. ડાંડિયાને કુલ 51.9 ટકા મત મળ્યા. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક શિક્ષિકાના રૂપમાં કરી હતી અને બાદમાં તેઓ ન્યૂયોર્કના હાર્લેમમાં એક વિશ્વવિદ્યાલયના આચાર્ય બન્યા હતા.
ફરી જીત્યા અરૂણા મિલર
મેરીલેન્ડમાં, ડેમોક્રેટ પાર્ટીના ભારતીય-અમેરિકી લેફ્ટિનેન્ટ ગવર્નર અરૂણા મિલરને વધુ એક કાર્યકાળ મળ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન ધરાવતા ભારતીય-અમેરિકી વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદની દોડમાં હારી ગયા છે. કેરલથી આવેલા પ્રવાસી માતા-પિતાના સંતાન રામાસ્વામીએ મેમા રિપબ્લિકનની પ્રાઇમરી ચૂંટણી જીતી હતી.
કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ શું છે?
કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ અમેરિકી પ્રાંતોની અંદર એક વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર છે. તેને તે રીતે નક્કી કરવામાં આવે છે કે તેમાં લગભગ સમાન જનસંખ્યા હોય અને દરેક ક્ષેત્રમાંથી અમેરિકી પ્રતિનિધિ સભા માટે એક સભ્ય ચૂંટવામાં આવે છે.