• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!

અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી દીધી છે. સંસદનાં બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીની પકડ નબળી પડતાં હવે ટ્રમ્પ સામે રાજકીય પડકારોનો નવો મોરચો ખૂલ્યો છે. જજોની નિમણૂક હોય, બજેટની મંજૂરી હોય કે પછી ઈરાન યુદ્ધ. દરેક મોરચે ટ્રમ્પને ડેમોક્રેટ્સના વિરોધનો સામનો કરવો પડી શકે છે. સવાલ એ છે કે શું સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ ટ્રમ્પની સત્તા પર બ્રેક લાગશે? અને શું અમેરિકાના રાષ્ટ્રપતિ હવે પોતાની જ સંસદમાં ઘેરાશે? જોઈએ આ વિશેષ અહેવાલ

Written ByKaran Rajput
Published: Nov 04, 2026, 07:43 PM IST|Updated: Nov 04, 2026, 07:47 PM IST
joinshare
અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકી ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો દબદબો: અમી બેરા 8મી વાર સંસદ પહોંચ્યા, ઘણા ભારતીય નેતાઓનો વિજય

અમેરિકી ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો દબદબો: અમી બેરા 8મી વાર સંસદ પહોંચ્યા, ઘણા ભારતીય નેતાઓનો વિજય

2

શેર માર્કેટમાં મોટું સ્કેમ! રોકાણકારોની મંજૂરી વગર વેચાઈ ગયા શેર, 100 કરોડનું નુકસાન!

3

અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: સેનેટ અને હાઉસ પર ગુમાવી બહુમતી, 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ'નું સંકટ!

4

સુરતમાં રૂ. 30 હજારની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા: ધડ કબ્રસ્તાનમાં ફેંક્યું અને માથું રેલવે ટ્રેક પર ફેંકી દીધાનો પર્દાફાશ

5

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 Donald Trump : અમેરિકાની રાજનીતિની ગલીઓમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીમાં પોતાની પાર્ટીની હાર વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા તૈયાર છે પરંતુ સૌથી મોટો સવાલ એ નથી કે ટ્રમ્પની પાર્ટી હારી કે જીતી પરંતુ સૌથી મોટો અને મહત્ત્વનો સવાલ એ છે કે આ હાર બાદ હવે શું

  • અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પાસે કેટલી સત્તા બાકી રહેશે?
  • શું સંસદમાં બહુમતી ગુમાવ્યા બાદ ટ્રમ્પ નબળા રાષ્ટ્રપતિ બની જશે?


સૌથી પહેલાં વાત કરીએ અમેરિકાની સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટની.સેનેટમાં કુલ 100 બેઠકો હોય છે, જ્યાં બહુમતી માટે 51 બેઠકો જરૂરી હોય છે. ડેમોક્રેટ્સે અહીં બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે અને રિપબ્લિકન પાર્ટીએ સત્તા ગુમાવી છે. સેનેટમાં બહુમતી ગુમાવવાનો અર્થ છે કે ટ્રમ્પના માર્ગમાં સૌથી મોટો કાનૂની અવરોધ ઊભો થશે.

  • મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ઝટકો
  • અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ વધ્યું
  • ટ્રમ્પ સામે હવે નવા પડકારો ઊભા થયા
  • સેનેટમાં રિપબ્લિકન પાર્ટીએ બહુમતી ગુમાવી
  • ટ્રમ્પ સામે મહાભિયોગનું જોખમ વધી શકે

પહેલો મોટો ઝટકો...
રાષ્ટ્રપતિ હવે પોતાની પસંદગીના જજોની નિમણૂક સરળતાથી નહીં કરી શકે. ફેડરલ અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના જજોની નિમણૂક માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે. હવે ડેમોક્રેટ્સ આ પ્રક્રિયામાં ટ્રમ્પ માટે મોટો અવરોધ ઊભો કરી શકે છે.

બીજો મોટો ઝટકો
મંત્રીઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓની નિમણૂક પર પણ બ્રેક લાગી શકે છે. કેબિનેટમાં પોતાની પસંદગીના લોકોને સ્થાન આપવું હવે ટ્રમ્પ માટે આસાન નહીં રહે, કારણ કે સેનેટમાં તેમને આકરા સવાલો અને વિરોધનો સામનો કરવો પડી શકે છે.

હવે વાત કરીએ નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની. જ્યાં કુલ 435 બેઠકો છે અને બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે. અહીં પણ રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી સત્તા સરકી ગઈ છે. હાઉસમાં બહુમતી ગુમાવવાથી ટ્રમ્પ પ્રશાસન સામે ત્રણ મોટા સંકટ ઊભા થઈ શકે છે.

બજેટ અને નાણાંકીય વ્યવસ્થા પર નિયંત્રણ.અમેરિકાના બંધારણ મુજબ દેશનું બજેટ હાઉસમાંથી પસાર થાય છે...ડેમોક્રેટ્સના હાથમાં નિયંત્રણ આવતાં ટ્રમ્પની નીતિઓ માટે ભંડોળ મેળવવું મુશ્કેલ બની શકે છે.
ઈરાન યુદ્ધને લઈને ખેંચતાણતાજેતરમાં ચૂંટણી પહેલાં ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલાઓને લઈને ડેમોક્રેટ્સ હવે યુદ્ધ અને સંરક્ષણ બજેટ પર કડક નિયંત્રણો લાદી શકે છે. યુદ્ધ માટેનું ભંડોળ રોકવાના મુદ્દે સંસદ અને વ્હાઇટ હાઉસ વચ્ચે સીધી ટક્કર થઈ શકે છે.
મહાભિયોગ અને તપાસનો ગાળિયો.હાઉસ પાસે રાષ્ટ્રપતિ અને તેમના મંત્રીઓ વિરુદ્ધ તપાસ સમિતિઓ રચવાની સત્તા હોય છે. ઈરાનના મુદ્દે અને વહીવટી નિર્ણયો અંગે ટ્રમ્પ વિરુદ્ધ તપાસનો વ્યાપ વધી શકે છે. એટલું જ નહીં, મહાભિયોગનું જોખમ પણ ઊભું થઈ શકે છે.

સરકાર ચલાવવી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી હોતી નથી

અમેરિકાના રાજકીય ઇતિહાસમાં આ સ્થિતિને 'ડિવાઇડેડ ગવર્નમેન્ટ' એટલે કે વિભાજિત સરકાર કહેવામાં આવે છે...જ્યારે રાષ્ટ્રપતિ એક પાર્ટીનો હોય અને સંસદનાં બંને ગૃહો પર વિરોધી પાર્ટીનું નિયંત્રણ હોય, ત્યારે સરકાર ચલાવવી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી હોતી નથી. ટ્રમ્પ પાસે હવે પોતાનો બાકીનો કાર્યકાળ ચલાવવા માટે ટકરાવને બદલે રાજકીય સમજૂતી અને વાટાઘાટોનો માર્ગ અપનાવવાનો વિકલ્પ રહેશે.

 હવે ટ્રમ્પને વિરોધ પક્ષના સહકારની જરૂર પડશે

મિડટર્મ ચૂંટણીમાં મળેલો આ પરાજય ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે વિદેશ નીતિના મોરચે કેટલાક વિશેષ અધિકારો ચોક્કસ હોય છે. પરંતુ દેશની અંદર એટલે કે સંસદમાં કાયદા પસાર કરાવવા, બજેટ મંજૂર કરાવવા અને જજોની નિમણૂક જેવા મહત્ત્વના મુદ્દાઓ પર હવે ટ્રમ્પને વિરોધ પક્ષના સહકારની જરૂર પડશે. ઈરાન સામે આક્રમક વલણ અપનાવનારા ટ્રમ્પ માટે હવે પોતાના જ દેશમાં રાજકીય પડકારોનો સામનો કરવો સૌથી મોટો પડકાર બની શકે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
geopolitics