• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /પાક. સરહદથી ૭૦ કિમી દૂર ભારત-અમેરિકાના ધડાકા: અપાચે અને પિનાકાની ગર્જનાથી થરથર્યું પાકિસ્તાન!

પાક. સરહદથી ૭૦ કિમી દૂર ભારત-અમેરિકાના ધડાકા: અપાચે અને પિનાકાની ગર્જનાથી થરથર્યું પાકિસ્તાન!

India US Joint Military Exercise : પાકિસ્તાનની સરહદથી લગભગ 70 કિલોમીટર દૂર એક એવો ધડાકો થયો. જેને જોઈને મુનીર અને તેની સેના થરથરી ઉઠી. કારણ કે યુદ્ધાભ્યાસ 2026 અંતર્ગત ભારત અને અમેરિકાએ ઘાતક હથિયારોનું શક્તિપ્રદર્શન કર્યું. જ્યાં એક તરફ તોપોએ આગ વરસાવી તો બીજી તરફ આકાશમાં લડાકુ હેલિકોપ્ટરની ગર્જનાએ પણ ધ્યાન ખેંચ્યું. આખરે પાકિસ્તાનની સરહદ નજીક કેવો રહ્યો 'પાંડવો'નો પ્રહાર?

Written ByKaran Rajput
Published: Sep 24, 2026, 04:54 PM IST|Updated: Sep 24, 2026, 05:00 PM IST
joinshare
પાક. સરહદથી ૭૦ કિમી દૂર ભારત-અમેરિકાના ધડાકા: અપાચે અને પિનાકાની ગર્જનાથી થરથર્યું પાકિસ્તાન!
Image Credit: India-US War Drills Shake Pakistan

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yudh Abhyas 2026 : રાજસ્થાનના બીકાનેર સ્થિત મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં જ્યાં ભારત અને અમેરિકાની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનું નામ છે — યુદ્ધાભ્યાસ 2026. આ વોર ડ્રિલ દરમિયાન બંને દેશોની સેનાઓએ M777 હોવિત્ઝર, ધનુષ અને પિનાકા રોકેટ લોન્ચરથી જોરદાર લાઇવ ફાયરિંગ કર્યું. આ ઉપરાંત યુદ્ધાભ્યાસ 2026માં બોફોર્સના અપગ્રેડેડ વર્ઝન L70 એર ડિફેન્સ ગને પણ પોતાની ક્ષમતા દર્શાવી.

  • રેતાળ જમીન પર આગ ઓકતી તોપો
  • તો બીજી તરફ આકાશમાંથી ગોળાબારૂદ વરસાવતું અપાચે હેલિકોપ્ટર
  • ભારત-અમેરિકાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ 2026
  • યુદ્ધાભ્યાસથી ઉડી પાકિસ્તાનની ઉંઘ
  • દુનિયાએ જોઈ ભારત-અમેરિકાની તાકાત
  • પાકિસ્તાનનો મુનિર ધ્રુજી ઉઠ્યો
  • યુદ્ધાભ્યાસના પડઘા પાકિસ્તાન સુધી

યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો

પાકિસ્તાનની સરહદથી માત્ર 70 કિલોમીટર દૂર ભારત અને અમેરિકાની સેનાના આ શક્તિપ્રદર્શનને કારણે પાકિસ્તાનમાં પણ તેની નોંધ લેવાઈ છે. કારણ કે લાઇવ ફાયરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા આ હથિયારો લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને આધુનિક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

 

From tactical drills to artillery training, U.S. and Indian forces are building teamwork, trust, and technical expertise at Yudh Abhyas 2026. pic.twitter.com/uTDqts9KO2

— U.S. Embassy India (@USAndIndia) September 23, 2026

 

પાકિસ્તાનમાં આ યુદ્ધથી ડર એટલા માટે પણ છે કારણ કે, આ યુદ્ધાભ્યાસ 2026ને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.પ્રથમ તબક્કામાં લાઇવ ફાયર ડ્રિલ કરવામાં આવી રહી છે. જ્યારે 26 સપ્ટેમ્બરથી બંને દેશોની વાયુસેનાઓ સંયુક્ત કવાયત હાથ ધરશે. જેમાં વિવિધ લડાકુ વિમાનો અને અન્ય હવાઈ સાધનો સામેલ થવાની શક્યતા છે. પરંતુ તે પહેલાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં.

  • M777 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપ
  • મેઈડ-ઇન-ઇન્ડિયા ધનુષ તોપ
  • પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર
  • L70 એર ડિફેન્સ ગન
  • અપાચે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે

#WATCH | Exercise Yudh Abhyas 2026 | Adding a powerful aviation dimension to Exercise Yudh Abhyas 2026, Indian Army AH-64E Apache attack helicopters are training alongside Indian and US Army troops as part of integrated operational drills.

The training further strengthens… pic.twitter.com/DBn8e2OjSp

— ANI (@ANI) September 23, 2026

હકીકતમાં, આ સંયુક્ત યુદ્ધાભ્યાસનો હેતુ માત્ર પોતાના હથિયારોની ક્ષમતા દર્શાવવાનો જ નથી પરંતુ બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર સંકલન મજબૂત કરવું અને આધુનિક યુદ્ધના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધારવી પણ તેનો એક મહત્વપૂર્ણ હેતુ છે. આ દરમિયાન બંને દેશોના જવાનોએ આધુનિક હથિયારોની મદદથી નિર્ધારિત ટાર્ગેટ પર સચોટ નિશાન સાધ્યું અને તેને નષ્ટ કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો.

  • સંયુક્ત સેના અભ્યાસનું 22મું સંસ્કરણ 
  • જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે આ અભ્યાસક્રમ
  • ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડમાં યુદ્ધાભ્યાસ થશે
  • રાજસ્થાનની મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં પણ કવાયત
  • બંને દેશોના 1,200થી વધુ જવાનોની ભાગીદારી

Bikaner, Rajasthan: At the Mahajan Field Firing Range, Indian Army AH-64E Apache attack helicopters are participating in Exercise Yudh Abhyas 2026, training alongside Indian and US Army troops as part of integrated operational drills. pic.twitter.com/QrSmUejv1A

— IANS (@ians_india) September 23, 2026

યુદ્ધાભ્યાસ દરમિયાન બંને દેશોના જવાનોએ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર બેસીને દુશ્મનના ઠેકાણાં અને નિર્ધારિત લક્ષ્યોને બારીકાઈથી ઓળખવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો. સૈનિકોએ એકબીજા સાથે ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન કરવું. તાત્કાલિક ફાયર ઓર્ડર આપવો અને ફાયરિંગ દરમિયાન જરૂરી સુધારા કરવા જેવી વિવિધ પ્રક્રિયાઓનો પણ સંયુક્ત રીતે અભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસનો  હેતુ એ જ છે કે યુદ્ધના મેદાનમાં સંકલન વધુ સચોટ રહે અને કોઈપણ પ્રકારની ભૂલની શક્યતા ઘટાડી શકાય.
 

Add Zee News as a Preferred Source