• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /દુબઈમાં નોકરી એવી કે બોસે ગિફ્ટ કરી દીધી ₹4 કરોડની લેમ્બોર્ગિની! જાણો કોણ છે આ નસીબદાર મહિલા

દુબઈમાં નોકરી એવી કે બોસે ગિફ્ટ કરી દીધી ₹4 કરોડની લેમ્બોર્ગિની! જાણો કોણ છે આ નસીબદાર મહિલા

દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે કર્મચારીઓને બોનસ મળે, મીઠાઈ મળે કે પછી કોઈ મોંઘી ભેટ મળે પરંતુ દુબઈની એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાના કર્મચારીને એવી ભેટ આપી કે દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંપનીએ પોતાની ટોપ પરફોર્મર મહિલા એજન્ટને ચાર કરોડ રૂપિયાની લક્ઝુરિયસ લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે. કારણ કે આ મહિલા એજન્ટે માત્ર બે વર્ષમાં કંપનીને 4400 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી આપ્યો છે ત્યારે કોણ છે એ નસીબદાર મહિલા અને કેવી રીતે મેળવી આટલી મોટી સફળતા? જોઈએ આ ખાસ અહેવાલમાં...

Edited ByKaran Rajput
Published: Oct 31, 2026, 07:38 PM IST|Updated: Oct 31, 2026, 07:49 PM IST
joinshare
દુબઈમાં નોકરી એવી કે બોસે ગિફ્ટ કરી દીધી ₹4 કરોડની લેમ્બોર્ગિની! જાણો કોણ છે આ નસીબદાર મહિલા
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ પહેલા સોનાના ભાવમાં 1656, ચાંદીના ભાવમાં આ અઠવાડિયે 13135 રૂપિયાનો ઘટાડો, શું રોકાણ કરવાનો સારો સમય છે?

ધનતેરસ પહેલા સોનાના ભાવમાં 1656, ચાંદીના ભાવમાં આ અઠવાડિયે 13135 રૂપિયાનો ઘટાડો, શું રોકાણ કરવાનો સારો સમય છે?

2

નવરાત્રીમાં મિત્રતા, પછી બ્લેકમેઇલિંગ... રાજકોટમાં નરાધમે સગીરા પર 22 વખત આચર્યું દુષ્કર્મ

3

8th Pay Commission: ઓછામાં ઓછું 45000 પેન્શન, કમિશન પાસેથી ફેમિલી પેન્શનમાં આટલા વધારાની માંગ

4

દુબઈમાં નોકરી એવી કે બોસે ગિફ્ટ કરી દીધી ₹4 કરોડની લેમ્બોર્ગિની! જાણો કોણ છે આ નસીબદાર મહિલા

5

ઈરાનના ટાપુ પાસે અમેરિકાનો હુમલો, મોજતબા ખામનેઈએ કહ્યું: હવે અમે નક્કી કરીશું કે યુદ્ધ કેવી રીતે અને ક્યારે થશે સમાપ્ત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lamborghini Urus Gift : આ છે 4 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની. એ કાર, જેનો ઉપયોગ દુનિયાના કરોડપતિઓ કરે છે. એ કાર, જે પોતાની બેજોડ ઝડપ, આકર્ષક ડિઝાઇન અને શક્તિશાળી એન્જિન માટે આખી દુનિયામાં જાણીતી છે. આ કાર મેળવવી પણ એક સપના જેવી વાત છે...હવે વિચારો, જો આ જ કાર તમને ભેટમાં મળી જાય તો તમારી ખુશીનો પાર રહે ખરો ?

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by RichKey Properties (@richkey_properties)

 આ તસવીરો જુઓ....આ દુબઈની તસવીરો છે, જ્યાં એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાની મહિલા કર્મચારીને દિવાળીની ભેટ તરીકે લેમ્બોર્ગિની કાર આપી છે. સોશિયલ મીડિયા પર જેણે પણ કારની અનબોક્સિંગની આ તસવીરો જોઈ, તે આશ્ચર્યચકિત થઈ ગયું. હવે તમને આ લેમ્બોર્ગિની ભેટ પાછળની આખી હકીકત પણ જણાવીએ.

 

  • મહેનતનું મળ્યું શાનદાર ઈનામ
  • દુબઈની કંપનીની અનોખી દિવાળી ભેટ
  • બોસે બોનસમાં આપી ચાર કરોડની કાર
  • નતાલિયાની સફળતાએ સૌને ચોંકાવ્યા
  • મહેનત અને સમર્પણનું સાચું સન્માન

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Gulf Moments (@gulfmoments)

 સમુદ્ર કિનારે વસેલા દુનિયાના સૌથી વૈભવી શહેરોમાંના એક દુબઈની એક સેવન સ્ટાર હોટલના વિશાળ કન્વેન્શન હોલમાં એક ભવ્ય પાર્ટી ચાલી રહી હતી. પ્રસંગ હતો દુબઈની ઝડપથી આગળ વધી રહેલી રિયલ એસ્ટેટ કંપની રિચકી પ્રોપર્ટીઝની ત્રીજી વર્ષગાંઠનો. હોલમાં દુનિયાભરના રોકાણકારો, અબજોપતિ ગ્રાહકો અને કંપનીના તમામ કર્મચારીઓ સૂટ-બૂટમાં ઉપસ્થિત હતા.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Natalia Chavez - inversiones inmobiliarias Dubai (@natalia_propiedades_dubai)

 

વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા એજન્ટ્સને સ્ટેજ પર બોલાવીને ટ્રોફી અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા.

એવામાં એક નામ ગુંજે છે..નતાલિયા શાવેઝ. સ્ટેજ પર પહોંચતાં જ નતાલિયાને 'ટોપ પરફોર્મર ઓફ ધ યર'ની ટ્રોફી આપવામાં આવે છે. નતાલિયા ટ્રોફી લઈને સ્મિત કરે છે અને પરત ફરવા માટે વળે છે. તેને લાગે છે કે બસ, હવે કાર્યક્રમ પૂરો થયો. તે સ્ટેજની સીડીઓ ઊતરવાનો પ્રયાસ કરે છે. તે સમયે કંપનીના CEO ડબાન ઓથમાન તેને અવાજ આપીને રોકે છે..અને પછી જે થાય છે, તેની કોઈએ કલ્પના પણ કરી નહી હોય...

નતાલિયાએ ગિફ્ટનું બોક્સ ખોલ્યું કે તેમની સાથે ત્યાં હાજર તમામ લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ત્યાં ઊભી હતી ઘેરા વાદળી રંગની લેમ્બોર્ગિની ઉરુસ. જેને વિશાળ સોનેરી રિબનથી શણગારવામાં આવી હતી. નતાલિયાને તો સમજાતું જ નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે..

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Natalia Chavez - inversiones inmobiliarias Dubai (@natalia_propiedades_dubai)

 

જે કારને લોકો માત્ર પોતાનાં સપનાંમાં જ જોતા હોય છે, એ ચાર કરોડ રૂપિયાની સુપરકાર આ દિવાળીએ નતાલિયાને બોનસ તરીકે મળી હતી. રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતાં-કરતાં એક દિવસ પોતે લેમ્બોર્ગિનીનાં માલિક બની જશે, એવું નતાલિયાએ સપનામાં પણ વિચાર્યું નહોતું. જેવી જ બોસે કારની ચાવી તેના હાથમાં સોંપી કે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો.

હવે સવાલ એ છે કે નતાલિયાએ એવું તો શું કરી બતાવ્યું કે કંપનીના બોસ તેમના પર આટલા મહેરબાન થઈ ગયા? તો ચાલો, તમને નતાલિયાને મળેલી આ ભેટ પાછળનું કારણ પણ જણાવીએ.. નતાલિયા શાવેઝ મૂળ લેટિન અમેરિકાના દેશ કોલંબિયાનાં રહેવાસી છે. અઢી વર્ષ પહેલાં તેમણે દુબઈની રિચકી પ્રોપર્ટીઝ કંપનીમાં કામ શરૂ કર્યું હતું. માત્ર બે વર્ષમાં જ નતાલિયાએ કંપની માટે 500 મિલિયન ડોલર એટલે કે અંદાજે 4,400 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટીનું વેચાણ કર્યું. આ જ કારણ હતું કે કંપનીની ત્રીજી વર્ષગાંઠ અને વાર્ષિક એવોર્ડ્સ નાઇટના પ્રસંગે નતાલિયાને 'ટોપ પરફોર્મર ઓફ 2026'ના ખિતાબથી નવાજવામાં આવી.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Natalia Chavez - inversiones inmobiliarias Dubai (@natalia_propiedades_dubai)

સાથે જ તેને ચાર કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર પણ ભેટમાં આપવામાં આવી. કોલંબિયાની શેરીઓથી લઈને દુબઈમાં લેમ્બોર્ગિની ચલાવવા સુધીની નતાલિયાની આ સફર એવા તમામ લોકો માટે એક શીખ છે, જેઓ એવું માને છે કે કોઈ મજબૂત બેકગ્રાઉન્ડ વિના મોટી સફળતા મેળવી શકાતી નથી. સૌથી મોટી વાત એ પણ છે કે નતાલિયાએ માત્ર બે વર્ષમાં કંપનીને 4400 કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો અને કંપનીએ પણ તેમની મહેનતનું સન્માન કરતાં તેમને ચાર કરોડ રૂપિયાની કાર ભેટમાં આપી. આ માત્ર દિવાળીની ભેટ નથી, પરંતુ એક કર્મચારીની મહેનત અને સમર્પણનું સાચું સન્માન છે.

Add Zee News as a Preferred Source
TAGS:
World News