SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાઉદી અરબમાં રિયાદ એરપોર્ટ સહિત સૈન્ય ઠેકાણા પર હુથીઓનો હુમલો, બેલેસ્ટિક મિસાઈલ વરસાવી

Houthi missile attack on Saudi Arabia: હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરબમાં રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત સૈન્ય ઠેકાણા પર એટેક કર્યો છે. આ વખતે હુથીઓએ 3 જગ્યાઓ પર મિસાઈલો વરસાવી છે.

Written By Krupa Shah
Published: Oct 26, 2026, 08:11 AM IST | Updated: Oct 26, 2026, 08:14 AM IST
Join

Houthi missile attack on Saudi Arabia: હુથી વિદ્રોહીઓના એટેક સાઉદી અરબ પર સતત વધી રહ્યા છે. ફરી એક વખત હુથી વિદ્રોહી દ્વારા રિયાદના કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટેક કરવામાં આવ્યો. આ વખતે હુથી વિદ્રોહીઓએ સાઉદીના સૈન્ય ઠેકાણા પર પણ મિસાઈલ હુમલો કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર રવિવાર 25 ઓક્ટોબરે ત્રણ અલગ અલગ મિલીટ્રી ઓપરેશન અંતર્ગત રિયાદ એરપોર્ટ અને અન્ય સૈન્ય ઠેકાણા પર મિસાઈલ એટેક કર્યાનો દાવો હુથીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

25 ઓક્ટોબરે મિસાઈલ દાગવામાં આવી

હુથીઓ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર રવિવાર 25 ઓક્ટોબરે સાઉદી અરબના એરબેઝ અને નૌસૈનિક ઠેકાણા પર પણ બેલેસ્ટિક મિસાઈલ દાગવામાં આવી હતી. આ સાથે જ કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રિયાદમાં આવેલું છે ત્યાં પણ એટેક કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. હુથીઓના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર યમનની સશસ્ત્ર સેનાએ અનેક બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરીને ત્રણ સૈન્ય અભિયાન ચલાવ્યા હતા. આ અભિયાન સફળ રહ્યા છે અને નિર્ધારિત ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ દાવો હુથી પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે સાઉદી અરબ તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: Brazil: ચોથીવાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા લૂલા ડા સિલ્વા, 80 વર્ષીય સિલ્વા ટ્રંપના કટ્ટર વિરોધી

કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ

હુથીઓના સૈન્ય પ્રવક્તાએ એવું પણ કહ્યું કે રવિવારે પહેલું સૈન્ય ઓપરેશન રાજધાની રિયાદમાં આવેલા કિંગ ખાલીદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે એરપોર્ટ પર મિસાઈલથી હુમલો સફળ રહ્યો અને નિર્ધારિત લક્ષ્ય પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. આ સિવાય અન્ય એક સૈન્ય ઓપરેશનમાં લડાકુ વિમાનના હેંગર, હથિયારોના ભંડાર, ડ્રોન કંટ્રોલ સેન્ટર અને એર બેઝ સહિતના અન્ય મહત્વપૂર્ણ ઠેકાણા પર પણ હુમલો કરવામાં આવ્યો.

હુથી પ્રવક્તાના જણાવ્યા અનુસાર ત્રીજું ઓપરેશન યમનની સીમા નજીક સાઉદી અરબના જીજાન વિસ્તારમાં કરવામાં આવ્યું. આ એટેક નૌસૈનિક ઠેકાણા પર કરવામાં આવ્યો, જેમાં સાઉદી અરબના અનેક સૈનિક અને અધિકારીઓ માર્યા ગયા છે તેમજ ઘાયલ થયા છે તેવો દાવો પણ કરવામાં આવ્યો. જોકે આ અંગે સાઉદી અરબ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે બે સપ્તાહ પહેલા જ રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર પછી જાહેરાત કરવામાં આવી હતી કે 25 ઓક્ટોબરે ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરીથી કાર્યરત થશે. પરંતુ એરપોર્ટ કાર્યરત થાય તે પહેલા જ રવિવારે ફરીથી એરપોર્ટ પર હુમલો થયો.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES